AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : પ્લેટફોર્મ પર મુસાફરોની જગ્યાએ ભેંસો આવી અને બકરીઓ ટ્રેનમાં બેસી ગઈ જુઓ Video

બિહારના છપરા રેલવે સ્ટેશન પરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પ્લેટફોર્મ પર ભેંસનું એક આખું ટોળું આવે છે. આ વીડિયો જોઈ તમે હસીને લોથપોથ થઈ જશો.

Trending Video :  પ્લેટફોર્મ પર મુસાફરોની જગ્યાએ ભેંસો આવી અને બકરીઓ ટ્રેનમાં બેસી ગઈ જુઓ Video
Image Credit source: AI
| Updated on: Aug 03, 2026 | 12:02 PM
Share

રેલવે સ્ટેશનનું નામ સાંભળતા જ લોકોના મનમાં મુસાફરોની ભીડ, ચાની દુકાનનો અવાજ, કુલી અને ટ્રેનની રાહ જોતા મુસાફરોના ચિત્ર સામે આવે છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો બિહારના છપરા રેલવે સ્ટેશનનો છે. અહી પ્લેટફોર્મ અને ટ્રેનની અંદર જે કાંઈ દેખાડવામાં આવ્યો છે. તે જોઈ લોકો હસીને લોથપોથ થયા છે.

ભીડની જગ્યાએ ભેંસનું ટોળું

વીડિયોમાં સૌથી પહેલા પ્લેટફોર્મ પર મુસાફરોની ભીડની જગ્યાએ ભેંસનું ટોળું ફરતું જોવા મળી રહ્યું છે. તેને જોઈ લાગતું નથી કે, આ કોઈ રેલવે સ્ટેશન હોય.તેનો અંદાજ એવો છે કે, જાણે ખુલ્લા મેદાનમાં ધાસ ચરી રહી છે. આરામથી ફરી રહી છે. આસપાસ રહેલા લોકો પણ આ નજારો જોઈ ચોંકી ગયા હતા. કેટલાક લોકો પોતાના મોબાઈલમાં આ વીડિયો શૂટ કરી રહ્યા છે. આખી સ્ટોરી અહી પુરી થતી નથી.

View this post on Instagram

જનરલ કોચમાં ખુબ ભીડ

વીડિયોમાં સૌથી પહેલા મજેદાર વાત એ છે કે, કેમેરો ટ્રેનના જનરલ કોચ તરફ ફરે છે. સામાન્ય રીતે જનરલ કોચમાં ખુબ ભીડ હોય છે. મુસાફરોને ઉભા રહેવાની પણ જગ્યા મળતી નથી. પરંતુ આ વીડિયોમાં 2 બરીઓ આરામથી સીટ પર બેસેલી જોવા મળી રહી છે. તે શાંતિથી બારી પાસે બેસે છે. જાણે મુસાફરનો આનંદ માણી રહી હોય. રસપ્રદ વાત એ છે કે, આસપાસ ઉભેલા મુસાફરો પણ આ દર્શ્યને જોઈ હસવા લાગે છે, કોઈ તેને દુર કરવાનો પ્રયત્ન કરતું નથી.

View this post on Instagram

બકરીની ટિકિટ કન્ફોર્મ

આ અનોખા નજારાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ સહિત અનેક પ્લેટફોર્મ પર આ વીડિયને ખુબ શેર કરવામાં આવી રહ્યો છે. કેટલાક લોકોએ આ વીડિયોને ગામડાના દેશી અંદાજ સાથે જોડ્યો છે. કેટલાક યુઝર્સ રેલવેના પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા અને લાપરવાહી પર સવાલો ઉઠાવી રહ્યા છે. મજાકના અંદાજમાં કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, લાગે છે બકરીની ટિકિટ કન્ફોર્મ હતી. તો તેને સીટ મળી ગઈ. બીજાએ મજાકના અંદાજમાં કહ્યું તેને પોતાની મંજિલ સુધી પહોંચવાનું છે.

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં છે. પરંતુ એ સ્પષ્ટ થયું નથી કે, આ વીડિયો ક્યારો અને ક્યાંનો છે. પ્લેટફોર્મ પર ફરતી ભેંસો અને ટ્રેનની સીટ પર આરામ કરતી બકરીઓ લોકોનું મનોરંજન કરી રહી છે. આ કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Trending Video : વિકેટકીપર અને ફીલ્ડર બન્યા શ્વાન Video સોશિયલ મીડિયા પર વાયરલ અહી ક્લિક કરો

Follow Us
દીવના દરિયામાં બોટ ડૂબવાની ઘટના
દીવના દરિયામાં બોટ ડૂબવાની ઘટના
વિરમગામના 3 હજારથી વધુ રહીશોને હાઈકોર્ટમાંથી ન મળી રાહત
વિરમગામના 3 હજારથી વધુ રહીશોને હાઈકોર્ટમાંથી ન મળી રાહત
દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની
દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની
ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video
ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video
શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર
શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર
Trending Video: ચાલતી મેટ્રોમાં ચારેય બાજુ સરકવા લાગ્યા સાપ જેવા જીવો
Trending Video: ચાલતી મેટ્રોમાં ચારેય બાજુ સરકવા લાગ્યા સાપ જેવા જીવો
વડોદરાની રેસ્ટોરન્ટ્સમાં જીવાત-ગંદકીનો પર્દાફાશ, TV9 નો રિપોર્ટ જુઓ
વડોદરાની રેસ્ટોરન્ટ્સમાં જીવાત-ગંદકીનો પર્દાફાશ, TV9 નો રિપોર્ટ જુઓ
દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશત! શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા કરાઈ અપીલ
દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશત! શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા કરાઈ અપીલ
બાળકોની તબિયત લથડતા પેપરમિલ સામે વાલીઓનો રોષ, શાળા બહિષ્કારની ચીમકી
બાળકોની તબિયત લથડતા પેપરમિલ સામે વાલીઓનો રોષ, શાળા બહિષ્કારની ચીમકી
સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની તવાઈ,280 હોટલમાં તપાસ હાથ ધરી
સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની તવાઈ,280 હોટલમાં તપાસ હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">