AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking News : ક્રિકેટ જગતના ભૂતપૂર્વ દિગ્ગજે કરી આગાહી, T20 ક્રિકેટ વર્લ્ડ કપ માટે આ ચાર ટીમ વચ્ચે થશે સ્પર્ધા

2026નો T20 ક્રિકેટ વર્લ્ડ કપ આગામી 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત યોજાવાનો છે. ક્રિકેટ જગતના દિગ્ગજો આ ટુર્નામેન્ટ માટે વિવિધ આગાહીઓ કરી રહ્યા છે. જેમણે T20 વર્લ્ડ કપ 2026 માટે પોતાની ટોચની ચાર ટીમો પસંદ કરી છે.

T20 WC Breaking News : ક્રિકેટ જગતના ભૂતપૂર્વ દિગ્ગજે કરી આગાહી, T20 ક્રિકેટ વર્લ્ડ કપ માટે આ ચાર ટીમ વચ્ચે થશે સ્પર્ધા
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2026 | 8:33 PM
Share

T20 વર્લ્ડ કપ 2026, આગામી 7 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે. આ ટુર્નામેન્ટ ભારત અને શ્રીલંકામાં સંયુક્તપણે યોજાઈ રહી છે, જેમાં પહેલી મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાશે. ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં, ક્રિકેટ જગતના ઘણા દિગ્ગજો ટુર્નામેન્ટના વિજેતાને લઈને આગાહીઓ કરી રહ્યા છે અને સેમિફાઇનલ માટે પોતાની ટીમોના નામ આપી રહ્યા છે.

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોન પણ આ આગાહીકારોમાં જોડાયા છે. માઈકલ વોને સેમિફાઇનલમાં પહોંચવાની સંભાવના ધરાવતી ટીમોના નામ જાહેર કર્યાં છે. જોકે, તેમણે 2024માં રમાયેલ T20 વર્લ્ડ કપના રનર-અપ દક્ષિણ આફ્રિકાને આ યાદીમાંથી બાકાત રાખ્યું છે. તેમણે સેમિફાઇનલમાં પહોંચવાની સંભાવના ધરાવતી ટીમોમાં ભારતનો સમાવેશ કર્યો છે.

માઇકલ વોન ટોચની ચાર ટીમ

માઇકલ વોને તેમના સોશિયલ મીડિયા X (ટ્વીટર) એકાઉન્ટ પર સેમિફાઇનલમાં કઈ કઈ ટીમ પહોચશે તેની આગાહી કરી હતી. તેમણે જે ચાર ટોચની ટીમનું નામ આપ્યું છે તેમાં ભારત, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. વોને તેમની યાદીમાં દક્ષિણ આફ્રિકાનો સમાવેશ કર્યો નથી અને પાકિસ્તાનને પણ બાકાત રાખ્યું છે. ભારત ગ્રુપ A માં છે, જ્યારે ઓસ્ટ્રેલિયા ગ્રુપ B માં છે, ઇંગ્લેન્ડ ગ્રુપ C માં છે અને ન્યુઝીલેન્ડ ગ્રુપ D માં છે. એનો મતલબ એ થયો કે, માઈકલ વોને જાહેર કરેલ સેમિ ફાઈનલ માટેની ટીમ તેમના ગ્રુપમાં ટોચના ક્રમાકે રહેશે.

ટીમ ઇન્ડિયા, ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ટી 20 વિશ્વકપ ટુર્નામેન્ટમાં પ્રવેશ કરશે. વધુમાં, ઇંગ્લેન્ડ 2024 T20 વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં હતુ. જે ભારત સામે હારી ગયું હતું. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પાછલા વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યા હતા.

T20 વર્લ્ડ કપ ફોર્મેટ

T20 વર્લ્ડ કપ 2026 વિશે વાત કરીએ તો, આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. આ બધી ટીમોને ચાર ગ્રુપમાં વિભાજીત કરવામાં આવી છે, જેમાં દરેક ગ્રુપમાં પાંચ ટીમોનો સમાવેશ થાય છે. ગ્રુપ સ્ટેજ મેચો પૂર્ણ થયા પછી, સુપર 8 મેચો યોજાશે, જ્યાં દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો રમશે. ત્યારબાદ સેમિફાઇનલ અને ફાઇનલ રમાશે. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 8 માર્ચે સમાપ્ત થશે.

T20 WC Breaking News : T20 વર્લ્ડ કપમાં ભારત આ 2 ટીમ સામે ક્યારેય પણ જીતી શક્યું નથી, જાણો દરેક ટીમ સામે રેકોર્ડ

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
g clip-path="url(#clip0_868_265)">