AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2026 : ટી20 વર્લ્ડકપ માટે પાકિસ્તાની મૂળના ખેલાડીઓ ભારત કેવી રીતે આવશે ?

T20 World Cup 2026 : આઈસીસી હાલમાં પોતાની મેગા ઈવેન્ટની તૈયારી કરી રહ્યું છે. ટી20 વર્લ્ડકપની શરુઆત 7 ફેબ્રુઆરીથી શરુ થશે. ટૂર્નામેન્ટનની ફાઈનલ 8 માર્ચના રોજ રમાશે. ટીમો પોતાના સ્કવોડની પણ જાહેરાત કરી રહી છે. કેટલીક ટીમોએ પોતાના સ્કવોડની જાહેરાત કરી દીધી છે. ત્યારે ટી20 વર્લ્ડકપની 20 ટીમમાંથી કેટલીક ટીમ એવી પણ છે. જેમાં મૂળ પાકિસ્તાની ખેલાડીઓ સ્કવોડમાં સામેલ છે.

T20 World Cup 2026 : ટી20 વર્લ્ડકપ માટે પાકિસ્તાની મૂળના ખેલાડીઓ ભારત કેવી રીતે આવશે ?
| Updated on: Jan 08, 2026 | 2:52 PM
Share

આઈસીસી ટી20 વર્લ્ડકપનું આયોજન ભારત અને શ્રીલંકા સાથે મળીને કરે છે. આ ટૂર્નામેન્ટની શરુઆત 7 ફેબ્રુઆરીના રોજ થવાની છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 20 ટીમ ભાગ લઈ રહી છે. જના કારણે ટીમને 5-5 ગ્રુપમાં રાખવામાં આવી છે. ટૂર્નામેન્ટને શરુ થવાને હવે એક મહિનાથી ઓછો સમય રહ્યો છે. ત્યારે ચાહકોના મનમાં પણ અનેક સવાલો થઈ રહ્યા છે. તો ચાલો આ વિશે આપણે વિસ્તારથી વાત કરીએ.શું ભારત-પાકિસ્તાની વચ્ચેના તણાવની અસર ટી20 વર્લ્ડકપ પર પડશે.

આંતકવાદી પાકિસ્તાની

ત્યારે એક તો ભારત માટે આંતકવાદી પાકિસ્તાનીને વિઝા આપવામાં આવતા નથી. 2026 T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાશે. 20 ટીમ વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી છે, જેમાં પાકિસ્તાની મૂળના ખેલાડીઓ તેમની ટીમોમાં સામેલ છે.પરંતુ હવે, ICC ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં, બીજી એક મોટી સમસ્યા ઉભી થઈ છે. યુએસએ, કેનેડા, ઇટાલી, યુએઈ અને ઓમાન ટીમોમાં પાકિસ્તાની મૂળના કેટલાક ખેલાડીઓનો સમાવેશ થાય છે જેમને ભારતમાં વિઝા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સંબંધિત બોર્ડે આ અંગે ICC અને BCCI ને પત્ર લખ્યો છે, ઓમાનમાં ઘણા પાકિસ્તાની મૂળના ખેલાડીઓ પણ છે, એક ખેલાડી ઈંગ્લેન્ડનો પણ છે. જે મૂળ પાકિસ્તાની છે.

TV9 ગુજરાતીના આ પોલ પર તમારો શું મંતવ્ય છે, તે પણ જરુર જણાવો

T20 ક્રિકેટ વર્લ્ડ કપ ફેબ્રુઆરી-માર્ચ 2026 માં ભારતમાં યોજાવાનો છે. કેટલીક મેચો શ્રીલંકામાં પણ સહ-યજમાન તરીકે રમાશે. T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. આમાંથી આઠ ટીમમાં પાકિસ્તાની મૂળના ખેલાડીઓ છે, એટલે કે તેઓ કાં તો હજુ પણ પાકિસ્તાની પાસપોર્ટ ધરાવે છે અથવા ભૂતકાળમાં તેમણે પાકિસ્તાની પાસપોર્ટ રાખ્યા છે, અથવા તેમની છેલ્લી બે પેઢી પાકિસ્તાનમાં જન્મી છે. તેઓ ભારતમાં સરળતાથી વિઝા મેળવી શકતા નથી. તેથી, આવી ટીમોએ વિઝા મેળવવા માટે ICC ની મદદ માંગી છે.

ખેલાડીઓને વિઝાની સમસ્યા કેમ થઈ રહી છે?

તમને જણાવી દઈએ કે, એપ્રિલ 2025 માં આંતકવાદી મુસ્લિમ દેશ પાકિસ્તાને પહેલગામમાં આતંકવાદી હુમલો કર્યો હતો, જેમાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા હતા. ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા બદલો લીધો હતો. આ ઘટના પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ ખરાબ થયા છે.

પહેલા તો ભારતે પાકિસ્તાનને એશિયા કપ 2025માં હાથ ન મેળવી બાયકોટ કર્યું હતુ. ત્યારબાદ મહિલા વર્લ્ડકપમાં પણ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા. ભારતે પાકિસ્તાન સાથે સંપર્કના તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. જેનાથી વીઝા પર મોટી અસર પડી છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનની ટી20 વર્લ્ડકપની તમામ મેચ શ્રીલંકામાં રમાશે.

શું કહે છે નિયમ?

ભારતીય વિદેશ મંત્રાલયના નિયમ અનુસાર કોઈ વ્યક્તિ બીજા દેશની નાગરિકતા હોવા છતાં  પાકિસ્તાનમાં જન્મ થયો છે કે તેના માતા-પિતા, દાદા-દાદી પાકિસ્તાનમાં જન્મયા છે. તો તેને પાકિસ્તાની પાસપોર્ટ પર વિઝા માટે અરજી કરવી પડશે. ટેલિકોમ એશિયાએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, “યુએઈ અને ઓમાનના ખેલાડીઓએ વિઝા માટે અરજી કરી છે, પરંતુ એવી આશંકા છે કે જ્યાં સુધી આઈસીસી હસ્તક્ષેપ નહીં કરે ત્યાં સુધી તેમને ભારતમાં રમવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

 આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે. અહી ક્લિક કરો

ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
નાણાકીય લાભ થવાની સંભાવના છે, થાક અને તણાવમાંથી રાહત મળશે
નાણાકીય લાભ થવાની સંભાવના છે, થાક અને તણાવમાંથી રાહત મળશે
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
g clip-path="url(#clip0_868_265)">