AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘હિટમેન’ની સુપર હિટ કહાની : રોહિત શર્માની પ્રેરણાદાયી વર્લ્ડ કપ સફર, વિશ્વ ક્રિકેટમાં વગાડ્યો ડંકો

2013માં રોહિતના બેટિંગ ક્રમમાં ફેરફાર થયો, જે રોહિત માટે સફળ સાબિત થયો અને મુંબઈના બેટરે એક વર્ષના ગાળામાં બે બેવડી સદી ફટકારી ઈતિહાસ રચી દીધો હતો. અનફીટ રોહિતથી વિશ્વ ક્રિકેટના 'હિટમેન' તરીકેની તેની સફર શરૂ થઈ અને વર્લ્ડ કપના મહાકુંભમાં રોહિતના નામનો ડંકો વાગ્યો.

'હિટમેન'ની સુપર હિટ કહાની : રોહિત શર્માની પ્રેરણાદાયી વર્લ્ડ કપ સફર, વિશ્વ ક્રિકેટમાં વગાડ્યો ડંકો
Rohit Sharma
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2023 | 2:07 PM
Share

રોહિત શર્મા (Rohit Sharma) ભારતીય ટીમમાં સ્થાન મેળવવાના સંઘર્ષથી લઈને ક્રિકેટના ઈતિહાસના સૌથી મહાન વ્હાઈટ બોલ ખેલાડીઓમાંના એક સુધીનો ઘણો લાંબો રસ્તો કાપી ચૂક્યો છે. 2007માં સૌપ્રથમ T20 વર્લ્ડ કપ (World Cup) જીતનાર ટીમમાં સામેલ રોહિત શર્મા માટે એક સમયે ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ બની ગયું હતું, પરંતુ દમદાર પ્રદર્શન અને શાનદાર અભિગમ સાથે મોટા રેકોર્ડ્સ તોડી આજે રોહિત શર્મા ટીમ ઈન્ડિયા (Team India) ના કપ્તાનની સાથે વિશ્વનો સૌથી ધુંઆધાર બેટ્સમેન સાબિત થયો છે.

2015 વર્લ્ડ કપ

માર્ચ 2015માં રોહિત શર્માએ ક્રિકેટ વર્લ્ડ કપમાં પ્રથમ વખત મોકો મળ્યો હતો. રોહિતે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 8 ઈનિંગ્સમાં 330 રન કર્યા હતા, તેની સરેરાશ 47ની સ્ટ્રાઈક રેટ 91થી વધુ રહી હતી. બાંગ્લાદેશ વિરુદ્ધ રોહિતે 137 રન ફટકાર્યા હતા અને પહેલી વર્લ્ડ કપ સદી ફટકારી હતી. 2015ના વર્લ્ડ કપમાં ભારત સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારીને બહાર ફેંકાઈ ગયું હતું.

2017માં ત્રીજી ODI બેવડી સદી

2017માં શર્માએ તેની ત્રીજી ODI બેવડી સદી ફટકારી અને શ્રીલંકા વિરુદ્ધ અણનમ 208 રન બનાવ્યા હતા. ક્રિકેટના ઈતિહાસમાં આવો કમાલ કરનાર રોહિત વિશ્વનો પહેલો ક્રિકેટર બન્યો હતો અને આ રેકોર્ડ તોડવો કોઈ પણ ક્રિકેટર માટે લગભગ અશક્ય છે.

આ પણ વાંચો : Team India : અમદાવાદમાં સિરાજનું પત્તું કપાશે, પાકિસ્તાન સામે શમીને મળશે પ્લેઈંગ-11માં તક !

2019 વર્લ્ડ કપ

રોહિત શર્મા 2019 વર્લ્ડ કપમાં ટીમમાં પોતાનું સ્થાન મજબૂત જમાવી ચૂક્યો હતો. શિખર ધવન સાથે ઓપનિંગમાં તેણે કમાલ કરી હતી. 2019 વર્લ્ડ કપમાં રોહિતે રેકોર્ડ પાંચ સદી ફટકારી હતી અને સૌથી વધુ સદી મામલે સચિન તેંડુલકરની બરાબરી કરી હતી. સાથે જ તેણે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન પણ બનાવ્યા હતા. જોકે ભારત સેમી ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે હારી બહાર થયું હતું.

2023 વર્લ્ડ કપ

ડિસેમ્બર 2021માં વ્હાઈટ-બોલ ક્રિકેટમાં ટીમની કપ્તાની મળ્યા બાદથી રોહિત ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. હાલ વર્લ્ડ કપમાં તેની આગેવાનીમાં ટીમે પહેલી બે મેચ જીતી લીધી છે. રોહિતે અફઘાનિસ્તાન સામે સદી ફટકારી વર્લ્ડ કપમાં સૌથી વધુ સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. રોહિતે મહાન સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો હતો. સાથે જ 30 ODI સદીના રેકોર્ડને પણ પાર કર્યો હતો અને હવે તે વિરાટ કોહલી (47) અને સચિન તેંડુલકર (49) બાદ ત્રીજો સૌથી વધુ વનડે સદી ફટકારનાર ક્રિકેટર બની ગયો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
કોલેજમાં ક્લાર્કની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ, યુવરાજસિંહનો મોટો દાવો
કોલેજમાં ક્લાર્કની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ, યુવરાજસિંહનો મોટો દાવો
અમદાવાદનું ચંડોળા તળાવ બનશે નવું નજરાણું: કાંકરિયા જેવો થશે વિકાસ
અમદાવાદનું ચંડોળા તળાવ બનશે નવું નજરાણું: કાંકરિયા જેવો થશે વિકાસ
વડોદરા: હીટ સ્ટ્રોકના વધતા કેસ વચ્ચે હોસ્પિટલોમા ખાસ એરકૂલ્ડ વોર્ડ શરૂ
વડોદરા: હીટ સ્ટ્રોકના વધતા કેસ વચ્ચે હોસ્પિટલોમા ખાસ એરકૂલ્ડ વોર્ડ શરૂ
મહેસાણા: પશુ દવાખાનામાં એક્સપાયરી દવાઓનો વિવાદ, સામસામે આક્ષેપબાજી
મહેસાણા: પશુ દવાખાનામાં એક્સપાયરી દવાઓનો વિવાદ, સામસામે આક્ષેપબાજી
રાજકોટ-ભાયાવદર કોલેજમાં જુનિયર ક્લાર્ક ભરતીમાં ગેરરીતિના આક્ષેપ
રાજકોટ-ભાયાવદર કોલેજમાં જુનિયર ક્લાર્ક ભરતીમાં ગેરરીતિના આક્ષેપ
સુરતમાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ
સુરતમાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ
નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે
નિયમિત કસરતની દિનચર્યા જાળવો, તમારી સુખાકારીમાં વધારો થશે
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
g clip-path="url(#clip0_868_265)">