AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે Gmail લખશે તમારી સ્ટાઈલમાં ઈમેલ, Google ના આ નવા જાદુઈ ફીચર તમને ખબર છે કે નહીં?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તમે કંઈ બોલો કે લખો એ પહેલાં જ Gmail ને ખબર પડી જાય કે તમારે શું કહેવું છે? Google હવે Gmail માં એક એવું જાદુઈ AI અપડેટ લાવી રહ્યું છે કે, જે માત્ર ઈમેલ લખવામાં મદદ નહીં કરે પણ તમારી પોતાની લખવાની શૈલી (Style) ને પણ કોપી કરશે.

હવે Gmail લખશે તમારી સ્ટાઈલમાં ઈમેલ, Google ના આ નવા જાદુઈ ફીચર તમને ખબર છે કે નહીં?
| Updated on: May 09, 2026 | 7:55 PM
Share

Google તેના ઈમેલ પ્લેટફોર્મ Gmail માં AI સંબંધિત મોટા ફેરફારો લાવી રહ્યું છે. કંપનીએ તેના ‘Help me write’ ફીચરને પહેલા કરતા વધુ સ્માર્ટ બનાવી દીધું છે. હવે આ ફીચર માત્ર ઈમેલ લખવામાં મદદ જ નહીં કરે પરંતુ તમારી પોતાની લખવાની શૈલી અને બોલવાની રીતને સમજીને તે જ રીતે ઈમેલ તૈયાર કરશે. કંપનીનું કહેવું છે કે, આ નવું અપડેટ યુઝર્સને એવો અનુભવ આપશે કે, જેનાથી AI દ્વારા લખાયેલો ઈમેલ વધુ નેચરલ અને પર્સનલ લાગશે.

હવે AI શીખશે તમારી લખવાની રીત

નવા અપડેટ પછી Gmail નું AI યુઝરના જૂના ઈમેલ્સ જોઈને તેની ભાષા, ટોન અને લખવાની સ્ટાઈલ સમજી શકશે. ટૂંકમાં, જો કોઈ વ્યક્તિ હંમેશા પ્રોફેશનલ અંદાજમાં મેઈલ લખતો હોય અથવા કોઈ વધુ ફ્રેન્ડલી ભાષાનો ઉપયોગ કરતું હોય, તો AI તે જ સ્ટાઈલમાં નવો ઈમેલ ડ્રાફ્ટ કરશે. આમ જોવા જઈએ તો, યુઝર્સને વારંવાર ભાષા બદલવાની કે ડ્રાફ્ટ એડિટ કરવાની જરૂર ઓછી પડશે.

Gmail અને Google Drive માંથી જાતે જ માહિતી મેળવી લેશે

Google એ આ અપડેટમાં ‘Topic Contextualisation’ નામનું નવું ફીચર પણ ઉમેર્યું છે. આની મદદથી AI સીધું Gmail અને Google Drive માંથી જરૂરી માહિતી, ડોક્યુમેન્ટ્સ અને પ્રોજેક્ટ વિગતો મેળવી શકશે. હવે યુઝર્સે અલગ-અલગ એપ્સ ખોલીને કોપી-પેસ્ટ કરવાની જરૂર નહીં પડે.

ઉદાહરણ તરીકે, કોઈ યુઝર AI ને કહી શકે છે:

  1. ટીમને પ્રોજેક્ટ અપડેટ મોકલો
  2. કોઈ ગ્રાહક માટે જવાબ તૈયાર કરો
  3. જરૂરી ફાઇલ શેર કરો
  4. ઓફિસ જાહેરાત (Announcement) લખો

AI ઉપલબ્ધ માહિતીના આધારે આખો ઈમેલ જાતે જ તૈયાર કરી દેશે.

સમય બચાવવા પર છે ‘પૂરું ફોકસ’

કંપનીના જણાવ્યા અનુસાર, આ નવી સિસ્ટમનો હેતુ યુઝર્સનો સમય બચાવવાનો છે. અવારનવાર લોકો ઈમેલ લખતી વખતે ફાઇલ શોધવામાં, માહિતી કોપી કરવામાં અને ફોર્મેટિંગ કરવામાં ઘણો સમય વિતાવે છે. હવે માત્ર એક નાનકડો પ્રોમ્પ્ટ આપવાથી AI આખો ઈમેલ ડ્રાફ્ટ તૈયાર કરી દેશે. આનાથી ઓફિસ કર્મચારીઓ, બિઝનેસ ઓનર્સ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ઈમેલ હેન્ડલ કરતી ટીમોને ઘણી મદદ મળી શકે છે.

કયા યુઝર્સને મળશે આ ‘નવું ફીચર’?

Google એ જણાવ્યું છે કે, આ અપગ્રેડેડ AI ફીચર હાલમાં Google Workspace Business, Enterprise યુઝર્સ, તેમજ Google AI Plus, Google AI Pro અને Google AI Ultra સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. છેલ્લા કેટલાક સમયમાં AI ટુલ્સ ઝડપથી સ્માર્ટ બની રહ્યા છે. હવે AI માત્ર માહિતી આપવા સુધી મર્યાદિત નથી પરંતુ માણસોની જેમ લખવા અને કામ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. Gmail નું આ નવું ફીચર દર્શાવે છે કે, આવનારા સમયમાં ઈમેલ લખવું પહેલા કરતા ઘણું સરળ અને ઝડપી બની શકે છે.

WhatsApp એ લોન્ચ કર્યું મેજિકલ AI ફીચર : જાણો કેવી રીતે તમારી ગેરહાજરીમાં પણ ગ્રાહકો સાથે કરશે ડીલ અને પેમેન્ટ !

Follow Us
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
g clip-path="url(#clip0_868_265)">