હાર્દિક પંડ્યાની ટેસ્ટ ક્રિકેટમાં વાપસીને હજુ વાર છે, દિગ્ગજ ખેલાડીનું ચોકાવનારૂ નિવેદન

Cricket : વસીમ જાફર (Wasim Jaffer) ના મતે હાર્દિક પંડ્યા (Hardik Pandya) તેની ઈજાને કારણે લાંબો સ્પેલ બોલિંગ કરી શકતો નથી અને તેનો બેટિંગ રેકોર્ડ હજુ સાબિત થવાનો બાકી છે.

હાર્દિક પંડ્યાની ટેસ્ટ ક્રિકેટમાં વાપસીને હજુ વાર છે, દિગ્ગજ ખેલાડીનું ચોકાવનારૂ નિવેદન
Hardik Pandya (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 12:28 PM

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ થોડા સમય પહેલા જ ભારતીય T20 ટીમમાં વાપસી કરી છે. બધાને આશા છે કે આ ખેલાડી પહેલાની જેમ ત્રણેય ફોર્મેટમાં પોતાનું સ્થાન પાછું બનાવશે. જોકે ભૂતપૂર્વ ભારતીય ખેલાડી વસીમ જાફર (Wasim Jaffer) નો મત અલગ છે. તેને નથી લાગતું કે હાર્દિક જલ્દી ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે રમશે. જાફરના મતે હાર્દિક તેની ઈજાને કારણે લાંબો સ્પેલ બોલિંગ કરી શકતો નથી અને તેનો બેટિંગ રેકોર્ડ હજુ સાબિત થવાનો બાકી છે. આ કારણોસર તે ઓલરાઉન્ડરને ટેસ્ટ ટીમનો ભાગ નથી જોઈ રહ્યો.

વસીમ જાફરે આ નિવેદન ESPN ક્રિકઇન્ફોના શો ‘રનર્ડર’ પર ભારતના સુકાનીના ભવિષ્ય પર ચર્ચા દરમિયાન આપ્યું હતુ. તેને પૂછવામાં આવ્યું કે શું પંડ્યા ભારતના સફેદ બોલની કેપ્ટનશિપ માટે ઉમેદવાર તરીકે ઉભરી રહ્યા છે. તેનો અર્થ છે કે તે ફરીથી ટેસ્ટ ક્રિકેટ નહીં રમે.

પીઠની સર્જરીને કારણે હાર્દિક લાંબા સ્પેલ કરી શકશે નહીંઃ વસીમ જાફર

પૂર્વ ઓપનરે કહ્યું કે, હાર્દિક પંડ્યાને નિયમિત સ્થાન મેળવવા માટે ઘણી મહેનતની જરૂર છે. જે કેપ્ટન બનવાથી શક્ય નથી. તેણે કહ્યું કે મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં ટૂંકા સ્પેલ બોલિંગ કરવી તે હાર્દિક માટે શ્રેષ્ઠ છે અને કહ્યું કે તે તેની કારકિર્દીને વધુ આગળ લઇ જવામાં મદદ કરશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

વસીમ જાફરે કહ્યું, હાર્દિક એક દિવસમાં 15 થી 18 ઓવર બોલિંગ કરે. જોકે તેની પીઠની સર્જરીને કારણે તમને આટલી ઓવર કરતો જોવા નહીં મળે. મને લાલ બોલની ક્રિકેટમાં આવું થતું દેખાતું નથી. તેથી તે આ જોતા તે રેડ-બોલ ક્રિકેટમાં પ્રવેશવાથી હજુ ઘણો દૂર છે. તેથી મને લાગે છે કે જો આપણે તેને ODIમાં માત્ર ચાર ઓવર અથવા વધુમાં વધુ 10 ઓવર બોલિંગ કરવા માટે છોડી દઈએ અને તેને ચાર, પાંચ કે છ પર બેટિંગ કરવા દઈએ તો તે તેની કારકિર્દીને આગળ વધારવામાં મદદ કરશે.

તમને જણાવી દઈએ કે 2017 માં ટેસ્ટ ડેબ્યૂ કરનાર હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ અત્યાર સુધી 11 ટેસ્ટ મેચ રમી છે. તેણે તેની છેલ્લી ટેસ્ટ 2018 માં રમી હતી અને ત્યારથી તેને બોલિંગ ન કરવાને કારણે બહાર કરવામાં આવ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">