IPL 2025માં વિરાટ કોહલીના શાનદાર પ્રદર્શન પાછળ છે ‘હનુમાનજી’, હંમેશા સાથે રાખે છે ભગવાનની મૂર્તિ
IPL 2025માં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. આ સિઝનમાં કોહલીએ 9 મેચમાં 65ની સરેરાશ અને 144ના સ્ટ્રાઈક રેટથી 392 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 5 અડધી સદી પણ ફટકારી છે. વિરાટ કોહલીના આ શાનદાર પ્રદર્શન પાછળનું રહસ્ય સામે આવ્યું છે.

વિરાટ કોહલી IPL 2025માં બેટથી આગ વરસાવી રહ્યો છે. આ સિઝનમાં અત્યાર સુધી માત્ર 9 મેચમાં 65ની એવરેજ અને 144ના સ્ટ્રાઈક રેટથી 392 રન ફટકાર્યા છે. વિરાટ કોહલીએ 9 મેચમાં 5 ફિફ્ટી પણ ફટકારી છે અને તે ઓરેન્જ કેપની રેસમાં પણ બીજા સ્થાને પહોંચી ગયો છે. IPL 2025માં સૌથી વધુ રન બનાવવા મામલે ગુજરાતના સાઈ સુદર્શન બાદ તે બીજા ક્રમે છે. પણ શું તમે જાણો છો કે કોહલીના આ અદ્ભુત પ્રદર્શન પાછળનું રહસ્ય શું છે? જો નહીં, તો ચાલો તમને જણાવીએ.
કોહલી હનુમાનજીની પ્રતિમા સાથે રાખે છે
વિરાટ કોહલીના મજબૂત પ્રદર્શન પાછળનું રહસ્ય હનુમાનજી છે. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. વાસ્તવમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ દિલ્હી કેપિટલ્સ સામે તેના હોમ ગ્રાઉન્ડ પર મેચ રમવા માટે ઉડાન ભરતા પહેલા કોહલીની એક તસવીર શેર કરી છે. આમાં તે ગુલાબી ટી-શર્ટમાં જોવા મળે છે અને તેની પાસે કાળી બેગ પણ છે. તેની બેગ પર ભગવાન હનુમાનની એક નાની મૂર્તિ લટકતી જોવા મળી હતી. રિપોર્ટ અનુસાર, હનુમાનની આ પ્રતિમા સાથે જ મુસાફરી કરે છે. કદાચ આ જ કારણ છે કે કોહલીનું બેટ સારું પ્રદર્શન કરી રહ્યું છે. જોકે, આ વાતનો દાવો ન કરી શકાય, પરંતુ અગાઉ પણ તે ભગવાનના દર્શન કર્યા બાદ સદી અને ઢગલો રન ફટકારી ચૂક્યો છે.
The chain ring of Virat Kohli’s bag is also of our Hanuman Maharaj❤️#ViratKohli pic.twitter.com/IZA20QOK4x
— V’ (@vikashk1818) April 25, 2025
ભગવાનના દર્શન બાદ રનનો ઢગલો કર્યો
આ વર્ષે જાન્યુઆરીમાં વિરાટ કોહલીએ કૃષ્ણનગરી વૃંદાવનની મુલાકાત લીધી હતી અને પ્રેમાનંદ મહારાજના દર્શન કર્યા હતા. આ પછી, તેણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. 2023ના જાન્યુઆરી મહિનામાં કોહલીએ પ્રેમાનંદ મહારાજની મુલાકાત પણ લીધી હતી અને ત્યારબાદ 160 રનની ઈનિંગ રમી હતી અને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની સદીના દુકાળનો પણ અંત લાવ્યો હતો. આ પછી, તેણે પહેલા એશિયા કપમાં પાકિસ્તાન સામે સદી ફટકારી અને પછી 2023ના વર્લ્ડ કપમાં 700થી વધુ રન બનાવીને બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ ઉપરાંત, તેણે નીમ કરોલી બાબાના દર્શન કર્યા પછી સદી પણ ફટકારી હતી.
કોહલીના દમ પર RCB પ્લેઓફમાં પહોંચશે?
RCBએ આ સિઝનમાં 9 મેચ રમી છે, જેમાંથી તેણે 6 મેચ જીતી છે. હવે તેમને પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માટે ફક્ત 2 જીતની જરૂર છે. આ સિઝનમાં RCBની 5 મેચ બાકી છે અને વર્તમાન ફોર્મને જોતાં તેમના માટે આગામી રાઉન્ડમાં પહોંચવું મુશ્કેલ લાગતું નથી. જો આવું થાય છે, તો કોહલીની તેમાં સૌથી મોટી ભૂમિકા હશે કારણ કે તે ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. વધુમાં, તેણે જે પણ મેચમાં પ્રદર્શન કર્યું અને અડધી સદી ફટકારી છે, તેમાં બેંગલુરુ જીત્યું છે.
આ પણ વાંચો: 157 kmphની સ્પીડે બોલ ફેંકનાર જમ્મુ-કાશ્મીરના ખેલાડીની KKRમાં એન્ટ્રી, પહેલગામ હુમલા પર કહી મોટી વાત
