IPL 2023 ની પ્રથમ મેચમાં ગુજરાત ટાઈટન્સ ટીમે જીત સાથે શાનદાર શરુઆત ટૂર્નામેન્ટમાં કરી છે. વર્તમાન ચેમ્પિયન ટીમ ગુજરાતે ટોસ જીતીને લક્ષ્યને પાર કરવાની યોજના અમલમાં મુકી હતી. જેને સફળતા પૂર્વક પાર કરી લીધી હતી. ધોનીની ટીમ ચેન્નાઈએ મેચમાં પોતાની પકડ અંત સુધી બનાવી રાખી હતી, જેને લઈ મેચ રોમાંચક બની રહી હતી. મેચમાં અંતમાં રાહુલ તેવટિયાએ પોતાની રમત વડે ગુજરાતને અંતિમ ઓવરમાં શાનદાર રીતે જીત અપાવી હતી. ગુજરાતે મેચમાં 5 વિકેટથી જીત મેળવી હતી. આ સાથે જ ગુજરાતે IPL માં ક્યારેય ચેન્નાઈ સામે હજુ સુધી નહીં હારવાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા પ્રથમ મેચ ગુજરાતને પરાજય આપવા માટે અંત સુધી પ્રયાસ કર્યા હતા. પરંતુ ગુજરાત ટાઈટન્સ મેચને જીતવામાં સફળતા મળી હતી. અત્યાર સુધીમાં ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે રમાયેલી મેચમાં એક પણ વાર ચેન્નાઈને જીતની ખુશીઓ મનાવવાનો મોકો મળ્યો નથી. બંને વચ્ચે અત્યાર સુધીમાં 3 મેચ રમાઈ છે, જે ત્રણેય મેચમાં ગુજરાતે જીત મેળવી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે સિઝનની પ્રથમ મેચ રમાઈ હતી. આ મેચમાં ગુજરાતે શાનદાર જીત રોમાંચક મેચમાં મેળવી હતી. આ સાથે જ ગુજરાતે ચેન્નાઈ સામે જીતનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ વચ્ચે અત્યાર સુધીમાં આઈપીએલમાં આ ત્રીજી મેચ રમાઈ છે. જેમાં ગુજરાતે જીત મેળવી છે. ગત સિઝનમાં ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે 2 મેચ રમાઈ હતી. જે બંને મેચમાં ગુજરાતની ટીમનો વિજય થયો હતો.
ગુજરાત અને ચેન્નાઈ સામે પ્રથમ વાર ટક્કર થઈ ત્યારે CSK નો કેપ્ટન રવિન્દ્ર જાડેજા હતો. આ દરમિયાન ગુજરાતે 170 રનનુ લક્ષ્ય પાર કરીને જીત મેળવી હતી. જેમાં ડેવિડ મિલરે શાનદાર રમત વડે 94 રન નોંધાવ્યા હતા. આમ પ્રથમ મેચમાં જ હાર્દિક પંડ્યાએ જાડેજાની આગેવાની ધરાવતી ચેન્નાઈ સામે પ્રથમવાર જીત મેળવી હતી. ત્યાર બાદ બીજી મેચ ગત સિઝનમાં રમાઈ ત્યારે મહેન્દ્રસિંહ ધોની ટીમનુ સુકાન સંભાળી રહ્યો હતો. ધોની સામે સુકાન સંભાળતો હતો. ઋતુરાજ ગાયકવાડની અડધી સદી વડે 133 રન રનનો આસાન સ્કોર ચેન્નાઈએ ગુજરાત સામે નોંધાવ્યો હતો. જેને હાર્દિક એન્ડ કંપનીએ રિદ્ધીમાન સાહાની 67 રનની ઈનીંગ વડે પાર કરી લીધો હતો.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…