Gujarat Titans vs Rajasthan Royals, IPL 2022 Qualifier 1 Highlights Score : ગુજરાત ટાઇટન્સ ટીમનો દબદબાભેર ફાઇનલમાં પ્રવેશ, રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યું, ડેવિડ મિલરના આક્રમક 68* રન

TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 11:44 PM

GT Vs RR IPL 2022 PlayOff Highlights: ગુજરાત ટાઇટન્સ આ સિઝનની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે.

Gujarat Titans vs Rajasthan Royals, IPL 2022 Qualifier 1 Highlights Score : ગુજરાત ટાઇટન્સ ટીમનો દબદબાભેર ફાઇનલમાં પ્રવેશ, રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યું, ડેવિડ મિલરના આક્રમક 68* રન
Gujarat vs Rajasthan, IPL 2022

IPL 2022 માં ગુજરાત ટાઇટન્સ ટીમે શાનદાર પ્રદર્શન કરતા લીગની ફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઇ છે. ગુજરાતે ડેવિડ મિલરની આક્રમક ઇનિંગને પગલે રાજસ્થાનની ટીમને 7 વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. રાજસ્થાનની ટીમ હવે ક્વોલિફાયર 2 મેચમાં બેંગ્લોર અને લખનૌ વચ્ચેની મેચમાં જીતનાર ટીમ સામે રમશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 24 May 2022 11:41 PM (IST)

    Gujarat vs Rajasthan Match : મિલરના છગ્ગા સાથે ગુજરાત ફાઇનલમાં

    મિલરે 20મી ઓવરના ત્રીજા બોલમાં સિક્સરની હેટ્રિક પૂરી કરી અને ગુજરાતને ફાઇનલમાં પહોંચાડ્યું.

  • 24 May 2022 11:31 PM (IST)

    Gujarat vs Rajasthan Match : ગુજરાત ટાઇટન્સનો ફાઇનલ મેચમાં પ્રવેશ

    ગુજરાત ટાઇટન્સ ટીમે શાનદાર પ્રદર્શન કરતા 7 વિકેટે રાજસ્થાનને હરાવીને ફાઇનલ મેચમાં દબદબાભેર પ્રવેશ કર્યો હતો.

  • 24 May 2022 11:27 PM (IST)

    Gujarat vs Rajasthan Match : મિલરનો છગ્ગો

    મિલરે 18મી ઓવરના પાંચમા બોલ પર યુઝવેન્દ્ર ચહલને છગ્ગો ફટકાર્યો હતો. આ વખતે ચહલે બોલને ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યો હતો.

  • 24 May 2022 11:16 PM (IST)

    Gujarat vs Rajasthan Match : મિલરનો ફરી ચોગ્ગો

    17મી ઓવર લાવનાર મેકકોયનું ડેેવિડ મિલરે ચોગ્ગા સાથે સ્વાગત કર્યું હતું. પ્રથમ બોલ મેકકોયે બોલ ફુલટોસ આપ્યો. જેણે મિલરના બેટની બહારની કિનારીએ લાગ્યો અને શોર્ટ થર્ડ મેન અને પોઈન્ટ વચ્ચે 4 રન આપ્યા.

  • 24 May 2022 11:03 PM (IST)

    Gujarat vs Rajasthan Match : મિલરે ચહલની ઓવરમાં છગ્ગો ફટકાર્યો

    ગુજરાતના ડેવિડ મિલરે યુઝવેન્દ્ર ચહલની 15મી ઓવરના પાંચમા બોલ પર સિક્સર ફટકારી હતી. બોલ મિડલ સ્ટમ્પને ઓવરપીચ કરી ગયો અને મિલરે તેને સીધો બોલરના માથા પર 6 રન માટે ફટકાર્યો.

  • 24 May 2022 10:57 PM (IST)

    Gujarat vs Rajasthan Match : હાર્દિક પંડ્યાનો ચોગ્ગો

    સુકાની હાર્દિક પંડ્યાએ 14મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ બોલ ફુલ ટોસ હતો. જેને પંડ્યાએ મિડવિકેટ પાસે ઝડપી શોટ રમીને ચાર રન માટે મોકલ્યો હતો.

  • 24 May 2022 10:49 PM (IST)

    Gujarat vs Rajasthan Match : સુકાનીનો શાનદાર ચોગ્ગો

    સુકાની હાર્દિક પંડ્યાએ 10મી ઓવરના પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. મેકકોયનો બોલ લેગ-સ્ટમ્પ પર હતો. પંડ્યાએ પણ આ ઓવરનો અંત ચોગ્ગા સાથે કર્યો હતો.

  • 24 May 2022 10:43 PM (IST)

    Gujarat vs Rajasthan Match : મેથ્યુ વેડ આઉટ

    ગુજરાત ટીમના મેથ્યુ વેડ 10મી ઓવરના ત્રીજા બોલ પર આઉટ થઇ ગયો હતો. મેકકોયે વ્યૂહરચનાના ભાગરૂપે બાઉન્સર ફેંક્યો. જેને મેથ્યુ વેડે પુલ કર્યો. થોડા સમય માટે એવું લાગતું હતું કે છગ્ગો જશે. પરંતુ બોલ મિડવિકેટ પર ઉભેલા બટલરના હાથમાં ગયો.

  • 24 May 2022 10:33 PM (IST)

    Gujarat vs Rajasthan Match : સુકાનીનો ચોગ્ગો

    હાર્દિક પંડ્યાએ 10મી ઓવરના પહેલા જ બોલમાં ચોગ્ગો ફટકાર્યો હતો. બોલર મેકકોય ઓફ-સ્ટમ્પની બહારનો બોલ આપ્યો હતો અને પંડ્યાએ તેને કટ મારી પોઈન્ટની દિશામાં ચોગ્ગો ફટકાર્યો.

  • 24 May 2022 10:20 PM (IST)

    Gujarat vs Rajasthan Match : પાવરપ્લે ગુજરાતના નામે રહ્યો

    પાવરપ્લે પુરો થઇ ગયો. આ 6 ઓવરમાં ગુજરાતે 1 વિકેટ ગુમાવીને 63 રન બનાવ્યા છે. શુબમન ગિલ અને મેથ્યુ વેડ ક્રિઝ પર હાજર છે.

  • 24 May 2022 10:07 PM (IST)

    Gujarat vs Rajasthan Match : સ્લિપ વચ્ચેથી ચોગ્ગો ફટકાર્યો

    મેથ્યુ વેડે ત્રીજી ઓવરના પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ટ્રેન્ટ બોલ્ટનો આઉટસ્વિંગ મેથ્યુ વેડના બેટની કિનારીમાં અડીને સ્લિપમાં ગયો. પ્રથમ સ્લિપ અને બીજી સ્લિપ વચ્ચે મોટું અંતર હતું અને તેથી બોલ કોઈ ફિલ્ડર પાસે ન આવ્યો અને વચ્ચે ચાર રન સુધી ગયો.

  • 24 May 2022 10:02 PM (IST)

    Gujarat vs Rajasthan Match : કૃષ્ણાની મોંઘી ઓવર

    ગુજરાત તરફથી બીજી ઓવર નાખનાર પ્રસિદ્ધ કૃષ્ણાની આ ઓવર મોંઘી રહી હતી. આ ઓવરમાં કુલ 14 રન આવ્યા. જેમાં 2 ચોગ્ગા સામેલ હતા. મેથ્યુ વેડે ઓવરનો અંતમાં ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 24 May 2022 09:24 PM (IST)

    Gujarat vs Rajasthan Match : રાજસ્થાને 6 વિકેટે કર્યા 188 રન

    રાજસ્થાન રોયલ્સ ટીમે શાનદાર પ્રદર્શન કરતા 20 ઓવરમાં 6 વિકેટે 188 રન કર્યાં હતા.

  • 24 May 2022 09:21 PM (IST)

    Gujarat vs Rajasthan Match : બટલરનો છગ્ગો

    20મી ઓવરના ત્રીજા બોલ પર બટલરે યશ દયાલના બોલને લોંગ ઓન પર 6 રન પર મોકલ્યો હતો. બટલર 86 રન પર પહોંચી ગયો છે.

  • 24 May 2022 09:18 PM (IST)

    Gujarat vs Rajasthan Match : બટલરનો શાનદાર છગ્ગો

    બટલરે 19મી ઓવરમાં શમીની ધોલાઇ કરી. તેણે આ ઓવરના પાંચમા અને છઠ્ઠા બોલ પર એક ચોગ્ગો અને પછી છગ્ગો ફટકાર્યો હતો.

  • 24 May 2022 09:16 PM (IST)

    Gujarat vs Rajasthan Match : હેતમાયર આઉટ

    રાજસ્થાનના આક્રમક ઓલરાઉન્ડર ક્રિકેટર શિમરોન હેટમાયર આઉટ થઇ ગયો છે. 19મી ઓવરના ત્રીજા બોલ પર હેટમાયરે શમીની ઓવરમાં શોટ ફટકારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બોલ લોંગ ઓન પર ઉભેલા રાહુલ ટીઓટિયા પાસે ગયો.

  • 24 May 2022 09:03 PM (IST)

    Gujarat vs Rajasthan Match : બટલરનો ચોગ્ગો

    રાજસ્થાનના ઓપનર જોસ બટલરે 15મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગા ફટકાર્યો હતો. હાર્દિક પંડ્યાએ આ બોલ બટલરને તેના પગ પાસે આપ્યો હતો.

  • 24 May 2022 08:53 PM (IST)

    Gujarat vs Rajasthan Match : પડ્ડિકલ આઉટ

    ગુજરાત ટીમના સુકાની હાર્દિક પંડ્યાએ 15મી ઓવરના પહેલા બોલ પર પડિક્કલને આઉટ કર્યો હતો. પડિકલે હાર્દિક પંડ્યાના ઓફ-સ્ટમ્પની બહાર બોલને રમવાનો પ્રયાસ કર્યો. પરંતુ બોલ તેના બેટની કિનારી લઈને સ્ટમ્પ સાથે અથડાયો.

  • 24 May 2022 08:50 PM (IST)

    Gujarat vs Rajasthan Match : પડિક્કલનો શાનદાર છગ્ગો

    દેવદત્ત પડિકલે 13મી ઓવરના ત્રીજા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. સાઈ કિશોરે પડિકલને લેગ-સ્ટમ્પ પર ઓવરપીચ બોલ આપ્યો હતો. જે પડિકલે બેટની મધ્યમાં લીધો અને તેને લોંગ-ઓન પર 6 રન માટે મોકલ્યો.

  • 24 May 2022 08:29 PM (IST)

    Gujarat vs Rajasthan Match : સુકાની આઉટ

    રાજસ્થાન ટીમના સુકાની સંજુ સેમસન આઉટ થઇ ગયો છે. 10મી ઓવરના પાંચમા બોલ પર સાઈ કિશોરે તેને આઉટ કર્યો હતો. સંજુ સેમસને સાઇ કિશોરને ઓફ-સ્ટમ્પ પર બોલ ફેક્યો. કિશોરે પોતાની લાઇન ન બદલી અને મિડલ સ્ટમ્પ પર બોલ ફેંક્યો. જેને સંજુ સેમસને લોંગ ઓન પર છગ્ગો ફટકારવાનો પ્રયાસ કર્યો. પરંતુ બોલ સીધો ફિલ્ડર અલ્ઝારો જોસેફના હાથમાં ગયો હતો. સેમસન 3 રનથી પોતાની અડધી સદી ચૂકી ગયો હતો.

  • 24 May 2022 08:14 PM (IST)

    Gujarat vs Rajasthan Match : સંજુ સેમસનનો છગ્ગો

    સંજુએ છઠ્ઠી ઓવરના બીજા બોલ પર વધુ એક છગ્ગો લગાવ્યો. અલઝારી જોસેફના એક શોર્ટ બોલ પર સંજુ સેમસને મિડવિકેટમાં છગ્ગો ફટકાર્યો. સંજુની ઇનિંગની આ બીજો છગ્ગો છે.

  • 24 May 2022 08:06 PM (IST)

    Gujarat vs Rajasthan Match : સેનસનનો શાનદાર ચોગ્ગો

    રાજસ્થાનના સુકાની સંજુ સેમસને પાંચમી ઓવરના 5 માં બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ વખતે બોલ સંજુની કમરની ઊંચાઈથી થોડો ઉપર હતો અને સંજુએ તેને મિડ ઓનની નજીકથી બાઉન્ડ્રી પાર મોકલી દીધો. આ ઓવરમાં કુલ 15 રન આવ્યા.

  • 24 May 2022 07:57 PM (IST)

    Gujarat vs Rajasthan Match : સુકાનીનો શાનદાર છગ્ગો

    ચોથી ઓવર લાવનાર રાજસ્થાનના સુકાની સંજુ સેમસને શાનદા છગ્ગો ફટકાર્યો. આ બોલ લેગ-સ્ટમ્પ પર સારી લંબાઈનો હતો. જેને સંજુ સેમસને મિડ-ઓન પર છગ્ગો ફટકાર્યો હતો.

  • 24 May 2022 07:45 PM (IST)

    Gujarat vs Rajasthan Match : યશસ્વી આઉટ

    રાજસ્થાન ટીમના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ બીજી ઓવરના છેલ્લા બોલ પર આઉટ થઇ ગયો. ગુજરાત ટીમના યુવા બોલર યશ દયાલે શાનદાર બોલિંગ કરતા તેને આઉટ કર્યો હતો. યશે શરૂઆતથી જ ઇનસ્વિંગ ફેંકી હતી. જેમાં યશસ્વી બોલને ચુકી ગયો અને આઉટ થઇ ગયો.

  • 24 May 2022 07:38 PM (IST)

    Gujarat vs Rajasthan Match : બટલરનો શાનદાર ચોગ્ગો

    રાજસ્થાનના ઓપનર જોસ બટલરે પહેલી જ ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ગુજરાતના શમીનો આ બોલ ઑફ સ્ટમ્પ પર સારી લંબાઈ પર પડ્યા પછી બહાર આવ્યો અને બટલરે કવર ડ્રાઈવ ફટકારી ચોગ્ગો ફટકાર્યો. બટલરે છેલ્લા બોલ પર પણ ચોગ્ગો ફટકાર્યો. આ ઓવરમાં કુલ 9 રન આવ્યા.

  • 24 May 2022 07:18 PM (IST)

    Gujarat vs Rajasthan Match : રાજસ્થાનની પ્લેઇંગ ઇલેવન

    રાજસ્થાન રોયલ્સ ટીમની પ્લેઇંગ ઇલેવનઃ સંજુ સેમસન (સુકાની-વિકેટ કીપર), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, પ્રણંદન કૃષ્ણા, ઓબેદ મેકકોય.

  • 24 May 2022 07:16 PM (IST)

    Gujarat vs Rajasthan Match : ગુજરાત ટીમની પ્લેઇંગ ઇલેવન

    ગુજરાત ટાઇટન્સ ટીમની પ્લેઇંગ ઇલેવનઃ હાર્દિક પંડ્યા (સુકાની), રિદ્ધિમાન સાહા (વિકેટ કીપર), શુભમન ગિલ, મેથ્યુ વેડ, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, આર સાઈ કિશોર, અલઝારી જોસેફ, યશ દયાલ, મોહમ્મદ શમી.

  • 24 May 2022 07:09 PM (IST)

    Gujarat vs Rajasthan Match : વરસાદની સ્થિતીમાં શું થશે...?

    1. પ્લેઓફની પ્રથમ 3 મેચમાં જો મેચ શરૂ થવામાં વિલંબ થાય છે તો નક્કી કરાયેલ 200 મિનિટ ઉપરાંત 2 કલાકનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.
    2. જો એક ઇનિંગ દીઠ પાંચ ઓવરની મેચ થાય છે તો તેમાં ટાઇમ આઉટ નહીં થાય.
    3. પ્લેઓફ માટે કોઈ રિઝર્વ ડે નથી અને આવી સ્થિતિમાં જો વરસાદને કારણે મેચ દીઠ પાંચ ઓવર પણ શક્ય ન બને તો બંને ટીમો એલિમિનેટર અને ક્વોલિફાયરમાં સુપર ઓવર રમશે અને તે મેચનો નિર્ણય કરશે. આ મેચોની સુપર ઓવર રાત્રે 12.50 વાગ્યે શરૂ થશે.
  • 24 May 2022 07:05 PM (IST)

    Gujarat vs Rajasthan Match : ગુજરાતે ટોસ જીત્યો

    ક્વોલિફાયર 1 મેચમાં ગુજરાત ટાઇટન્સ ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી

  • 24 May 2022 07:00 PM (IST)

    Gujarat vs Rajasthan Match : ફાઇનલમાં કોને મળશે જગ્યા..?

    IPL 2022 ની પ્લેઓફ મેચો આજથી શરૂ થઈ ગઈ છે અને પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો સામસામે છે. આ મેચ જીતનારી ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે. પરંતુ હારનાર ટીમ ફાઇનલની રેસમાંથી બહાર રહેશે નહીં. કારણ કે તે ક્વોલિફાયર-2 રમશે. લીગ તબક્કામાં ટોપ-2 ટીમો ક્વોલિફાયર-1 અને ત્રીજા, ચોથા ક્રમની ટીમો એલિમિનેટર રમે છે. ક્વોલિફાયર-1 જીતનારી ટીમ સીધી ફાઇનલમાં સ્થાન મેળવે છે, જ્યારે હારનાર ટીમ એલિમિનેટર જીતનારી ટીમ સાથે ક્વોલિફાયર-2 રમે છે અને આ મેચ જીતનારી ટીમ ફાઇનલમાં બીજી ટીમ છે.

  • 24 May 2022 06:52 PM (IST)

    Gujarat vs Rajasthan Match : હેડ ટુ હેડ આંકડા

    ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ ટીમોની આ માત્ર બીજી મેચ છે. આ સિઝનની શરૂઆતમાં બંને 14 એપ્રિલે સામસામે મળ્યા હતા અને ગુજરાતે આ મેચ 37 રને જીતી હતી.

  • 24 May 2022 06:51 PM (IST)

    Gujarat vs Rajasthan Match : પ્લેઓફમાં પહેલીવાર કેપ્ટનશિપ કરી રહ્યા છે

    આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચેલી 4 ટીમોના કેપ્ટન આ પહેલા ક્યારેય આઈપીએલ પ્લેઓફમાં ટીમની કેપ્ટનશિપ કરી શક્યા નથી. પંડ્યા અને બેંગ્લોર ટીમના સુકાની ફાફ ડુ પ્લેસિસ આ લીગમાં પ્રથમ વખત કેપ્ટનશીપ કરી રહ્યા છે. તો બીજી તરફ રાજસ્થાનના સુકાની સંજુ સેમસન અને લખનૌના સુકાની કેએલ રાહુલ તેમની કેપ્ટનશિપમાં પ્રથમ વખત પ્લેઓફમાં પહોંચ્યા છે.

Published On - May 24,2022 6:49 PM

Follow Us:
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">