GT vs DC Match Highlights Score, IPL 2022 : ગુજરાત ટાઇટન્સની 14 રને શાનદાર જીત, ગિલના આક્રમક 84 રન તો લોકી ફર્ગ્યુસન 4 વિકેટ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 11:28 PM

IPL 2022: ગુજરાત ટાઇટન્સે આપેલા 172 રનના લક્ષ્યાંક સામે દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના ભોગે 157 રન જ કરી શકી હતી. ગુજરાત તરફથી લોકી ફર્ગ્યુસને 4 વિકટ ઝડપી હતી.

GT vs DC Match Highlights Score, IPL 2022 : ગુજરાત ટાઇટન્સની 14 રને શાનદાર જીત, ગિલના આક્રમક 84 રન તો લોકી ફર્ગ્યુસન 4 વિકેટ
Gujarat Titans vs Delhi Capitals

IPL 2022 માં આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે. જેમાં બંને ટીમો પોતાની બીજી મેચ રમી રહી છે. બંને ટીમોએ લીગમાં જીત સાથે શરૂઆત કરી હતી. જેમાં ગુજરાત ટીમે પોતાની પહેલી જ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમને 5 વિકેટે માત આપી હતી. જ્યારે દિલ્હી ટીમે મુંબઈ ટીમને 4 વિકેટે માત આપી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Apr 2022 11:27 PM (IST)

    Gujarat vs Delhi Match : ગુજરાત ટાઇટન્સની શાનદાર જીત

    ગુજરાત ટાઇટન્સે આપેલા 172 રનના લક્ષ્યાંક સામે દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના ભોગે 157 રન જ કરી શકી હતી. ગુજરાત તરફથી લોકી ફર્ગ્યુસને 4 વિકટ ઝડપી હતી.

  • 02 Apr 2022 11:01 PM (IST)

    Gujarat vs Delhi Match : સુકાની આઉટ

    લોકી ફર્ગ્યુસને રિષભ પંતને આઉટ કર્યો. 15મી ઓવરનો પહેલો બોલ, ફર્ગ્યુસને બાઉન્સર નાખ્યો અને પંતે તેને ફાઇન લેગ પર રમવાનો પ્રયાસ કર્યો. પરંતુ બોલ બેટની ઉપરની કિનારીને અડીને હવામાં ગયો અને મનોહરે તેને ડીપ સ્ક્વેર લેગ પર કેચ પકડ્યો.

  • 02 Apr 2022 10:51 PM (IST)

    Gujarat vs Delhi Match : તેવતિયાની ઓવરમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ

    રાહુલ તેવટિયાએ 14મી ઓવર કરી હતી અને રિષભ પંતે ચોગ્ગા સાથે તેનું સ્વાગત કર્યું હતું. તેવટિયાએ પહેલો બોલ શોર્ટ નાખ્યો અને પંતે તેને કટ કરીને ચાર રન લીધા. આ પછી ત્રીજા બોલ પર રોવમેન પોવેલે શાનદાર છગ્ગો ફટકાર્યો હતો.

  • 02 Apr 2022 10:47 PM (IST)

    Gujarat vs Delhi Match : લલિત યાદવ આઉટ

    લલિત યાદવ રન આઉટ થયો. પંતે શોટ રમ્યો અને લલિત બીજા છેડેથી દોડ્યો પરંતુ પંતે ના પાડી. અભિનવ મનોહરે બોલર શંકરને બોલ આપ્યો અને તેણે રન આઉટ કર્યો.

  • 02 Apr 2022 10:15 PM (IST)

    Gujarat vs Delhi Match : લલિત યાદવે એક ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા

    લલિત યાદવે છઠ્ઠી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. શમીનો આ બોલ ઉપર હતો, જેના પર લલિતે સામેથી શોટ રમતા ચાર રન લીધા હતા. પાંચમા બોલ પર પણ લલિતે શમી પર બીજો ચોગ્ગો ફટકાર્યો. આ વખતે તેણે બોલને મિડવિકેટ તરફ ફટકાર્યો અને ચાર રન લીધા.

  • 02 Apr 2022 10:13 PM (IST)

    Gujarat vs Delhi Match : મનદીપ સિંહ આઉટ

    મનદીપ સિંહ આઉટ થયો. પાંચમી ઓવરના પાંચમા બોલ પર લોકી ફર્ગ્યુસને તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ફર્ગ્યુસને ફરી એકવાર નાનો બોલ ફેંક્યો. તેના પર મનદીપે થર્ડ મેન તરફ બોલ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના બેટની કિનારીને અડીને વિકેટકીપર મેથ્યુ વેડના હાથમાં ગયો.

  • 02 Apr 2022 09:57 PM (IST)

    Gujarat vs Delhi Match : પૃથ્વી શૉ આઉટ

    પૃથ્વી શો આઉટ થયો. પાંચમી ઓવર લઈને આવેલા લોકી ફર્ગ્યુસને તેને પહેલા જ બોલ પર પૃથ્વી શૉને પેવેલિયન મોકલી દીધો હતો. શોએ ફર્ગ્યુસનના શોર્ટ બોલ પર પુલ શોટ ફટકાર્યો. પરંતુ તેણે ડીપ સ્ક્વેર લેગ પર ઉભેલા વિજય શંકરના હાથમાં બોલ ગયો.

  • 02 Apr 2022 09:41 PM (IST)

    Gujarat vs Delhi Match : સુકાનીએ પહેલી જ બોલ પર વિકેટ લીધી

    બીજી ઓવરના પહેલા જ બોલ પર હાર્દિક પંડ્યાએ વિકેટ લીધી હતી. તેણે ટિમ સીફર્ટને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. સેફર્ટે પંડ્યાના ગુડ લેન્થ બોલને લેગ સાઇડ પર ફટકારવાનો પ્રયાસ કર્યો પરંતુ શોર્ટ મિડવિકેટ પર બોલ સીધો અભિનવ મનોહરના હાથમાં ગયો.

  • 02 Apr 2022 09:21 PM (IST)

    Gujarat vs Delhi Match : ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 171 રન કર્યા

    ગુજરાત ટીમે 20 ઓવરમાં 6 વિકેટના ભોગે 171 રન કર્યા હતા. શુભમન ગિલે શાનદાર 84 રન બનાવ્યા હતા. તો ડેવિડ મિલરે અણનમ 20 અને સુકાની હાર્કિદ પંડ્યાએ 31 રન કર્યા હતા. દિલ્હી તરફથી રહેમાને 3 અને ખલીલ એહમદે 2 વિકેટ ઝડપી હતી.

  • 02 Apr 2022 09:11 PM (IST)

    Gujarat vs Delhi Match : મિલરનો ચોગ્ગો

    18મી ઓવરના ત્રીજા બોલે ડેવિડ મિલરને આઉટ થતા બચી ગયો હતો. મિલરે ખલીલ અહેમદના નાના બોલને થર્ડ મેન તરફ રમ્યો હતો. મુસ્તાફિઝુર રહેમાન અહીં ઊભો હતો. પરંતુ તે ખૂબ પ્રયાસ કરવા છતાં પણ બોલને પકડી શક્યો ન હતો અને બોલ બાઉન્ડ્રીની બહાર પહોંચ્યો હતો અને ચાર રન મળ્યા હતા.

  • 02 Apr 2022 09:06 PM (IST)

    Gujarat vs Delhi Match : શુભમન ગિલ આઉટ

    શુભમન ગિલ 18મી ઓવરના પહેલા જ બોલ પર આઉટ થયો. તેણે ખલીલ અહેમદના શોર્ટ બોલને પુલ કર્યો, પણ અક્ષર પટેલે બાઉન્ડ્રી પર લોંગ પર તેનો કેચ ઝડપી લીધો. ખલીલે ધીમી ગતિએ બોલ ફેંક્યો હતો અને તેના કારણે ગિલનો શોટ બાઉન્ડ્રીની બહાર જઈ શક્યો ન હતો.

  • 02 Apr 2022 08:55 PM (IST)

    Gujarat vs Delhi Match : શુભમન ગિલે છગ્ગો ફટકાર્યો

    ગિલે 15મી ઓવરના ચોથા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. અક્ષર પટેલે બોલને થોડો ઝડપી અને પાછળની તરફ ફેંક્યો અને ગિલ તેને મિડવિકેટ તરફ છગ્ગો ફટકાર્યો. ગિલે આ ઓવરના છેલ્લા બોલ પર બીજો છગ્ગો પણ ફટકાર્યો.

  • 02 Apr 2022 08:46 PM (IST)

    Gujarat vs Delhi Match : સુકાની આઉટ

    હાર્દિક પંડ્યા બહાર છે. ખલીલ અહેમદે તેને 14મી ઓવરના છેલ્લા બોલ પર આઉટ કર્યો હતો. પંડ્યાએ છેલ્લા બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લોંગ ઓન પર રોવમેન પોવેલના હાથે કેચ આઉટ થયો હતો.

  • 02 Apr 2022 08:39 PM (IST)

    Gujarat vs Delhi Match : શુભમન ગિલની અડધી સદી

    શુભમન ગીલે પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. ગીલે 13મી ઓવરના ચોથા બોલ પર રન લઈને પોતાની અડધી સદી પૂરી કરી હતી. ગિલે 32 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.

  • 02 Apr 2022 08:28 PM (IST)

    Gujarat vs Delhi Match : હાર્દિકે ચોગ્ગો ફટકાર્યો

    10મી ઓવર ફેંકી રહેલા ખલીલ અહેમદે બીજો બોલ શોર્ટ નાખ્યો હતો. તેના પર હાર્દિક પંડ્યાએ તરત જ હાફ પુલ રમ્યો અને બોલને મિડવિકેટ-મિડોનના મિડલ પર ચાર રન પર મોકલી દીધો.

  • 02 Apr 2022 08:17 PM (IST)

    Gujarat vs Delhi Match : હાર્દિક પંડ્યા આઉટ થતા બચ્યો

    વિજય શંકરના આઉટ થયા બાદ મેદાન પર આવેલ ગુજરાતનો સુકાની હાર્દિક પંડ્યા આઉટ થતા બચી ગયો હતો. પંડ્યા કુલદીપની ગુગલી ઓળખી શક્યો નહીં અને બોલ તેના બેટની કિનારી સાથે સ્લિપમાં ગયો પરંતુ ફિલ્ડરની પહોંચથી દૂર રહ્યો અને ચોગ્ગો લાગ્યો.

  • 02 Apr 2022 08:15 PM (IST)

    Gujarat vs Delhi Match : કુલદીપની પહેલી જ બોલમાં વિકેટ

    સાતમી ઓવર લઈને આવેલા કુલદીપ યાદવે વિજય શંકરને આઉટ કર્યો હતો. કુલદીપની આ પ્રથમ ઓવર હતી. શંકરે તેના પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો અને નીચે બેસીને મિડવિકેટ પર હિટ કરવાનો પ્રયાસ કર્યો. પણ તે ચૂકી ગયો અને બોલ વિકેટ સાથે અથડાયો. વિજય શંકરે 13 રન બનાવ્યા હતા.

  • 02 Apr 2022 07:52 PM (IST)

    Gujarat vs Delhi Match : શંકરે ચોગ્ગા સાથે ખાતુ ખોલ્યું

    વિજય શંકરે પ્રથમ ઓવરના પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. રહેમાનનો બોલ તેના પગ પર હતો અને તેને શંકરે મિડવિકેટ-મિડ-ઓનની મધ્યમાં બાઉન્ડ્રી પાર મોકલ્યો હતો. દિલ્હી માટે તે સારી ઓવર હતી કારણ કે તેણે આ ઓવરમાં વેડની વિકેટ ઝડપી હતી.

  • 02 Apr 2022 07:50 PM (IST)

    Gujarat vs Delhi Match : ગુજરાતને પહેલો ઝટકો લાગ્યો

    મેથ્યુ વેડે મુસ્તાફિઝુર રહેમાનના બોલ પર સ્કૂપ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ચૂકી ગયો. બોલ પંતના ગ્લોવ્સમાં ગયો અને તેણે અપીલ કરી, જેને અમ્પાયરે નકારી કાઢી. દિલ્હીએ રિવ્યુ લીધો જે સફળ રહ્યો અને વેડને 1 રન બનાવીને પેવેલિયન પરત ફરવું પડ્યું.

  • 02 Apr 2022 07:19 PM (IST)

    Gujarat vs Delhi Match : ગુજરાત ટીમની પ્લેઇંગ XI

    ગુજરાત ટાઇટન્સ ટીમની પ્લેઇંગ ઇલેવનઃ હાર્દિક પંડ્યા (સુકાની), શુભમન ગિલ, મેથ્યુ વેડ (વિકેટકીપર), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, રાશિદ ખાન, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ શમી, વરુણ એરોન.

  • 02 Apr 2022 07:17 PM (IST)

    Gujarat vs Delhi Match : દિલ્હી ટીમની પ્લેઇંગ XI

    દિલ્હી ટીમની પ્લેઇંગ ઇલેવનઃ રિષભ પંત (સુકાની-વિકેટકીપર), પૃથ્વી શો, ટિમ સીફર્ટ, સરફરાઝ ખાન, લલિત યાદવ, રોવમેન પોવેલ, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ અને મુસ્તાફિઝુર રહેમાન.

  • 02 Apr 2022 07:07 PM (IST)

    Gujarat vs Delhi Match : દિલ્હી ટીમે ટોસ જીત્યો

    દિલ્હી કેપિટલ્સ ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી.

Published On - Apr 02,2022 7:03 PM

Follow Us:
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
g clip-path="url(#clip0_868_265)">