AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: SRH સામેની પોતાની હોમ મેચમાં GT ની ટીમે કેમ પહેરી લવન્ડર જર્સી? આ છે ખાસ કારણ

ગુજરાત ટાઈટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની પોતાની હોમ મેચમાં લવન્ડર જર્સી પહેરી છે. આ સતત ચોથી સીઝન છે જ્યારે GT લવન્ડર જર્સીમાં રમી રહી છે.

IPL 2026: SRH સામેની પોતાની હોમ મેચમાં GT ની ટીમે કેમ પહેરી લવન્ડર જર્સી? આ છે ખાસ કારણ
| Updated on: May 12, 2026 | 8:34 PM
Share

સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની હોમ મેચમાં ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓએ એક ખાસ લવન્ડર જર્સી પહેરી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાઈ રહી છે અને પ્લેઓફ માટેનો મુકાબલો અત્યાર સુધીનો સૌથી રોમાંચક બનવા જઈ રહ્યો છે. GT અને SRH બંનેના 11 મેચમાં 14 પોઈન્ટ છે. પોઈન્ટ ટેલીમાં SRH બીજા સ્થાને છે જ્યારે ગુજરાત ટાઈટન્સ ત્રીજા સ્થાને છે. જે ટીમ જીતશે તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી જશે અને પ્લેઓફ માટે ક્વોલિફાઈ કરવાની એકદમ નજીક પહોંચી જશે.

GT એ શા માટે પહેરી છે લવન્ડર જર્સી?

ગુજરાત ટાઈટન્સ એ એક ખાસ લવન્ડર જર્સી પહેરી છે. જેનાથી કેન્સર સામેની તેમની લડાઈ શરૂ રાખી શકે. GT એ આ મેચમાં તેના પ્રિવ્યુમાં લખ્યુ, અમારા માટે આ મેચ માત્ર ક્રિકેટથી ક્યાંય વધુ છે. જ્યારે અમે મંગળવારે 12 મે ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં TATA IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદનો સમનો કરવાની તૈયારી કરી રહ્યા છીએ તો અમે ફરી એકવાર કેન્સર વિરુદ્ધનુી લડાઈનું સમર્થન કરવા માટે અમારી ખાસ લવન્ડર જર્સી પહેરીને મેદાનમં ઉતરશુ. આ સતત ચોથી સિઝન છે જેમા ગુજરાત ટાઈન્સ આ ખાસ લવન્ડર જર્સી પહેરીને રમી રહી છે.

કૅન્સર અવેરનેસ માટે પહેરી લવન્ડર જર્સી

Gujarat Titans કૅન્સર વિશે જાગૃતિ ફેલાવવા, કૅન્સર સામે લડનારાઓનું સન્માન કરવા અને અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે એકતા દર્શાવવા માટે IPLની એક ખાસ હોમ મેચમાં લવેન્ડર જર્સી પહેરે છે.

12 મે, 2026 સુધીમાં, ટીમ સતત ચોથી સીઝનમાં આ પહેલ દ્વારા કૅન્સર નિવારણ અને વહેલી તકે નિદાન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવી રહી છે.

SRH એ GT ને પહેલા બેટીંગ કરવા કહ્યુ

SRH ના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીત્યો અને GTને પહેલા બેટીંગ કરવા માટે બોલાવી. કમિંસે ટોસ સમયે કહ્યુ, અમે પહેલા બોલિંગ કરીશુ. અમે અહીં પહેલા નથી રમ્યા આથી અમે બોલિંગ દ્વારા પીચ જોશુ અને પછી જે પણ સ્કોર ચેજ કરવાનો થશે એ આશા છે કે થોડો આસાન રહેશે.

ગુજરાત ટાઈટન્સ પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન , જોસ બટલર (વિકેટકિપર), વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, નિશાંત સિંધુ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ.

ઈમ્પેક્ટ સબ્સ: પ્રસિદ્ધ કૃષ્ણા, સાંઈ કિશોર, અનુજ રાવત, કુમાર કુશાગ્ર, ગ્લેન ફિલિપ્સ.

સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકિપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, નીતીશ કુમાર રેડ્ડી, સ્મરણ રવિચંદ્રન, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, એશાન મલિંગા, સાકિબ હુસૈન, પ્રફુલ હિંગ.

ઈમ્પેક્ટ સબ્સ: ટ્રેવિસ હેડ, લિયામ લિવિંગસ્ટોન, અનિકેત વર્મા, હર્ષલ પટેલ, હર્ષ દુબે.

PM મોદીએ કહ્યું ‘સોનું ન ખરીદો’, નેહરુ સરકારે કહ્યું હતું ‘સોનું દાનમાં આપો’, લોકોએ મંગળસૂત્ર સુદ્ધાના કર્યા હતા દાન- વાંચો સંકટકાળમાં Goldની ભૂમિકા

Follow Us
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
g clip-path="url(#clip0_868_265)">