IPL 2023: ધોનીનો નિર્ણય રહ્યો ચર્ચામાં, અમદાવાદમાં રવિન્દ્ર જાડેજાને બદલે શિવમ પર ભરોસો મુકી કરી દીધી ભૂલ!

Gujarat Titans Vs Chennai Super Kings: ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2023 ની પ્રથમ મેચ રમાઈ છે. આ મેચમાં હાર્દિક પંડ્યાએ ટોસ જીત્યો હતો.

IPL 2023: ધોનીનો નિર્ણય રહ્યો ચર્ચામાં, અમદાવાદમાં રવિન્દ્ર જાડેજાને બદલે શિવમ પર ભરોસો મુકી કરી દીધી ભૂલ!
Ms Dhoni poor decision
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 10:51 PM

IPL 2023 ની ઓપનિંગ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે અમદાવાદમાં રમાઈ છે. આ મેચમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરીને ને 178 રન પર ચેન્નાઈને રોક્યુ હતુ. ચેન્નાઈની ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ નાની પણ આક્રમક અંદાજમાં રમત દર્શાવી હતી. જોકે આ પહેલા ધોનીએ બેટિંગ ઈનીંગ દરમિયાન કરેલી એક ભૂલ ભારે રહી હોય એમ લાગી રહ્યુ છે. ધોનીની ટીમ 200 પ્લસનો પડકાર ગુજરાત સામે ખડકી શકે એવી સ્થિતીમાં હતુ, પરંતુ રવિન્દ્ર જાડેજાને બદલે શિવમને બેટિંગ માટે આગળ મોકલ્યો હતો. જે ભૂલ ધોનીની ટીમને માટે મુશ્કેલ રહી હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર ઋતુરાજ ગાયકવાડે શાનદાર રમત દર્શાવી હતી. તેણે ધુંઆધાર રમત દર્શાવી હતી, જોકે તે સદી ચૂક્યો હતો. ગાયકવાડ અને અંબાતી રાયડૂની ભાગીદારી રમત મોટો સ્કોર ખડકવાનો પાયો રચી રહ્યા હતા. ગાયકવાડે પોતાની અડધી સદી માત્ર 23 બોલનો સામનો કરીને પુરી કરી હતી. આમ બંનેની રમત મોટો સ્કોર ચેન્નાઈ ખડકશે એમ લાગી રહ્યુ હતુ.

આ પણ વાંચોઃ IPL 2023: મોહમ્મદ શમીએ CSK ના ઓપનરના દાંડીયા ઉડાવી હાંસલ કર્યુ ખાસ મુકામ

દુબેએ કરાવ્યુ ચેન્નાઈને નુક્શાન

ગાયકવાડ અને અંબાતી રાયડૂની જોડી 13મી ઓવરમાં તૂટી ગઈ હતી. રાયડૂના બાદ શિવમ દુબે બેટિંગ કરવા માટે આવી હતી. ચેન્નાઈનો સ્કોર 13મી ઓવરમાં 120 રનને પાર હતો. પરંતુ ધોનીએ રવિન્દ્ર જાડેજાને બદલે આ સમયે રાયડૂના પેવેલિયન પરત ફરવા પર દુબેને મેદાનમાં મોકલ્યો હતો. જોકે ધોનીનો ભરોસો અહીં તૂટી ગયો હતો. દુબેની ટાઈમીંગ ઠીક લાગી રહી નહોતી. જેને લઈ સ્કોરબોર્ડની ગતિ પણ ધીમી થઈ ગઈ હતી.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

દુબે 18 બોલનો સામનો કરીને માત્ર 19 રન નોંધાવી શક્યો હતો. દુબે અંતિમ ઓવરમાં વિકેટ ગુમાવી પરત ફર્યો હતો. આ દરમિયાન તે માત્ર 18 બોલની રમત જ રમી શક્યો હતો. આમ ચેન્નાઈને તેની હાજરીના 34 બોલની પાર્ટનરશિપની રમતમાં માત્ર 42 રન જ ચેન્નાઈના ખાતમાં આવ્યા હતા. આમ જાડેજાના બદલે દુબેને મોકલાની ભૂલ મોંધી રહી હોય એમ લાગ્યુ હતુ.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">