GT vs CSK IPL 2023 : રુતુરાજ ગાયકવાડે ફટકાર્યા 92 રન, ગુજરાત ટાઈટન્સને મળ્યો 179 રનનો ટાર્ગેટ

GT vs CSK IPL 2023 Live Score Updates : આજથી આઈપીએલની 16મી સિઝનની શરુઆત થઈ છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ રમાઈ રહી છે.

GT vs CSK IPL 2023 : રુતુરાજ ગાયકવાડે ફટકાર્યા 92 રન, ગુજરાત ટાઈટન્સને મળ્યો 179 રનનો ટાર્ગેટ
GT vs CSK IPL 2023 Live Score Updates
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 10:15 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઈપીએલની 16મી સિઝનની શરુઆત થઈ હતી. ધમાકેદાર ઓપનિંગ સેરેમની બાદ પ્રથમ મેચની શરુઆત થઈ હતી. ગુજરાત ટાઈન્ટસ અને ચેન્નાઈ સુપર કિંગ્સની આ સિઝનની પ્રથમ મેચ રમાઈ રહી છે. હાર્દિક પંડયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. 20 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 7 વિકેટના નુકશાન સાથે 178 રન રહ્યો હતો. ચેન્નાઈ માટે સૌથી વધારે 92 રન રુતુરાજ ગાયકવાડે બનાવ્યા હતા.

પ્રથમ ઈનિંગમાં ચેન્નાઈ તરફથી ડેવોન કોનવેએ 1 રન, રુતુરાજ ગાયકવાડ 92, બેન સ્ટોક્સ 7, અંબાતી રાયડુ 12, મોઈન અલી 23 રન, શિવમ દુબે 19, જાડેજાએ 1 રન, ધોનીએ 14 રન અને સેન્ટનરે 1 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઈટન્સ તરફથી મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ લીધી હતી. હાર્દિક પંડયાએ 3 ઓવરમાં 28 રન આપ્યા હતા. જોસુઆ લિટલે 4 ઓવરમાં 41 રન આપી 1 વિકેટ લીધી હતી. રાશિદ ખાને 4 ઓવરમાં 26 રન આપી 2 વિકેટ, અલઝારી જોસેફે 4 ઓવરમાં 33 રન આપી 2 વિકેટ લીધી હતી. જ્યારે યશ દયાલે 1 ઓવરમાં 14 રન આપ્યા હતા.

Rathyatra 2024 : અમદાવાદમાં જળયાત્રાને લઈને તૈયારીઓ, જાણો શું હશે ખાસ
આજનું રાશિફળ તારીખ : 21-06-2024
ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર વાળા લોકોની લાઈફ કેટલી હોય છે?
ગરમીમાં આ 5 બિયર રૂપિયા 150 સુધીના ભાવમાં મળશે, જાણો નામ
ઘરે કુંડામાં પણ ઉગાડી શકાય છે ચા પત્તીનો છોડ, જાણી લો આ સંપૂર્ણ પ્રોસેસ
ચા પીધા પહેલા પાણી પીવું કેમ જરૂરી છે? જાણી લો

પ્રથમ ઈનિંગની મોટી વાતો

  • પ્રથમ ઈનિંગમાં રુતુરાજ ગાયકવાડે સિઝનનો પ્રથમ ચોગ્ગો, સિક્સર અને ફીફટી ફટકારી હતી.
  • ગાયકવાડે 11મી આઈપીએલ ફિફટી ફટકારી હતી, તે સિઝનની પ્રથમ ફિફટી ફટકારનાર છઠ્ઠો ચેન્નાઈનો ખેલાડી બન્યો છે.
  • મોહમ્મદ શમીએ ગુજરાત તરફથી પ્રથમ વિકેટ લેતા, આઈપીએલમાં 100 વિકેટ પૂરી કરી હતી.
  • આર્યલેન્ડના બોલર જોસુઆ લિટલે પોતાના આઈપીએલની પ્રથમ વિકેટ લીધી હતી, તેણે રાયડુને 12 રન પર આઉટ કર્યો હતો.
  • પ્રથમ ઈનિંગમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કુલ 13 સિકિસર ફટકારી હતી. સૌથી વધારે 9 સિક્સર ગાયકવાડે ફટકારી હતી. ચેન્નાઈની ટીમે કુલ 10 ચોગ્ગા ફટકાર્યા હતા.
  • ધોનીએ છેલ્લી ઓવરમાં એક સિક્સર ફટકારી હતી. તેના પર આખુ સ્ટેડિયમ ઝૂમી ઉઠયું હતું. આ સાથે તે 20મી ઓવરમાં સૌથી વધારે સિક્સર મારનાર ખેલાડી બન્યો છે. તેણે હમણા સુધી 20મી ઓવરમાં 53 સિક્સર ફટકારી છે.
  • કેન વિલિયમસને પ્રથમ ઈનિંગમાં ઈજાગ્રસ્ત થયો હતો.
  • ધોનીએ ચેન્નાઈ માટે આઈપીએલમાં 200 સિક્સર પૂરા કર્યા હતા.

મોહમ્મદ શમીની આઈપીએલમાં 100મી વિકેટ

ગુજરાત ટાઈટન્સના બોલર મોહમ્મદ શમીએ આ સિઝનની પ્રથમ વિકેટ લીધી હતી. આ સાથે તેણે આઈપીએલમાં 100 વિકેટ પૂરી કરી હતી.

રવિ શાસ્ત્રીએ લોચા માર્યા

પ્રથમ મેચમાં ટોસ સમયે એક હાસ્યાસ્પદ ઘટના જોવા મળી હતી. ટોસ સમયે પૂર્વ ભારતીય ક્રિકેટર અને મેચ એન્કર રવિ શાસ્ત્રીએ ગુજરાત ટાઈન્ટસની જગ્યાએ ગુજરાત જાયન્સ બોલી દીધું હતું. આ ઘટના પર કેટલાક ખેલાડીઓ હસ્યા પણ હતા.

બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

 ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન- ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, મોઈન અલી, શિવમ દુબે, એમએસ ધોની (w/c), રવિન્દ્ર જાડેજા, મિશેલ સેન્ટનર, દીપક ચહર, રાજવર્ધન હંગરગેકર

ગુજરાત ટાઈટન્સની પ્લેઈંગ ઈલેવન – રિદ્ધિમાન સાહા(W), શુભમન ગિલ, કેન વિલિયમસન, હાર્દિક પંડ્યા(C), વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જોશુઆ લિટલ, યશ દયાલ, અલઝારી જોસેફ

આઈપીએલ 2023નું સંપૂર્ણ શેડયૂલ

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

IPL 2023માં કુલ 70 લીગ મેચો અને 4 પ્લેઓફ મેચો હશે, જો આપણે લીગ મેચોની વાત કરીએ તો કોઈ દિવસ બે મેચ અને કોઈ દિવસ એક મેચ રમાશે. 59 દિવસમાં  કુલ 18 ડબલ હેડર મેચ રમાશે. જેના માટે તમને જણાવી દઈએ કે IPLમાં કોઈપણ દિવસે બે મેચ હોય તો તે દિવસે પહેલી મેચ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે અને ત્યાર બાદ બીજી મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ તમામ મેચોની ટોસ મેચની બરાબર 30 મિનિટ પહેલા કરવામાં આવશે એટલે કે બપોરની મેચ માટે ટોસ બપોરે 3 વાગ્યે અને સાંજની મેચ માટે ટોસ સાંજે 7 વાગ્યે કરવામાં આવશે.

બે ગ્રુપમાં વિભાજીત થઈ છે બંને ટીમ

ગ્રુપ A : મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ

ગ્રુપ B : રોયલ ચેલેન્જર બેંગ્લોર, ગુજરાત ટાઈટન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ

10 ટીમના  243 ખેલાડીઓ

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

આઇપીએલ 2023ની હરાજી બાદ ચેન્નાઇ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદમાં કુલ 25 ખેલાડીઓ છે. જ્યારે  કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે 22, મુંબઈ ઇન્ડિયન્સમાં 24, પંજાબ કિંગ્સમાં કુલ 22 ખેલાડીઓ છે.

તમામ મેચ 12 શહેરમાં રમાશે

ટૂર્નામેન્ટની 74 મેચ 12 અલગ-અલગ શહેરોમાં રમાશે. IPL ટીમોનાં 10 શહેરો ઉપરાંત ગુવાહાટી અને ધર્મશાલામાં પણ મેચો રમાશે. ગુવાહાટી રાજસ્થાન રોયલ્સ ટીમનું અને ધર્મશાલાનું સ્ટેડિયમ પંજાબનું હોમ ગ્રાઉન્ડ રહેશે. IPL ટીમનાં 10 શહેરો મુંબઈ, ચેન્નઈ, અમદાવાદ, જયપુર, બેંગલુરુ, લખનઉ, હૈદરાબાદ, દિલ્હી, મોહાલી અને કોલકાતા હશે.

આઈપીએલ 2023ના સૌથી મોંઘા ખેલાડીઓ

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

સેમ કરન IPL 2023નો સૌથી મોંઘો ખેલાડી છે, જેને પંજાબ કિંગ્સની ટીમે કુલ 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે ઈંગ્લેન્ડની ટીમ માટે રમે છે અને ઓલરાઉન્ડર છે. સેમ કરન IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે. સેમ કરન બાદ આ લિસ્ટમાં મુંબઈ ઈન્ડિયન ટીમે કેમરૂન ગ્રીનને 17.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, ત્યારબાદ બેન સ્ટોક્સનો નંબર આવે છે જેને ચેન્નાઈની ટીમે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">