AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kohli-Gambhir Special Interview : વિરાટ-ગંભીરના હાઈ વોલ્ટેજ ઈન્ટરવ્યુનું ટ્રેલર રિલીઝ, જુઓ વીડિયો

વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીરનો હાઈવોલ્ટેજ ઈન્ટરવ્યુનું ટ્રેલર સામે આવ્યું છે. ત્યારે હવે ચાહકો બંન્નેનો આ વીડિયો જોવા માટે ખુબ ઉત્સુક છે.

Kohli-Gambhir Special Interview : વિરાટ-ગંભીરના હાઈ વોલ્ટેજ ઈન્ટરવ્યુનું ટ્રેલર રિલીઝ, જુઓ વીડિયો
| Updated on: Sep 18, 2024 | 11:19 AM
Share

ટીમ ઈન્ડિયાના ચાહકો માટે બીસીસીઆઈનું એક એવુ ઈન્ટરવ્યુ સામે આવ્યું છે. જેના વિશે ક્યારેય કોઈએ વિચાર્યું પણ નહિ હોય, એક સમયે 2 ખેલાડીઓનો ઝગડો ખુબ ચર્ચામાં આવ્યો હતો. આજે બંન્ને એકબીજાના વખાણ કરતા જોવા મળ્યા હતા. જે ખેલાડી આઈપીએલના હાઈવોલ્ટેજ મેચ વચ્ચે બંન્ને ગુસ્સામાં જોવા મળ્યા હતા. આજે અમે વાત કરી રહ્યા છીએ. ભારતીય ક્રિકેટના 2 અગ્રેસિવ અને ચર્ચિત ચહેરા વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરની. બંન્ને સાથે મળીને હાઈ વોલ્ટેજ ઈન્ટરવ્યુ પણ આપ્યું છે.

જેનું ટ્રેલર પણ સામે આવ્યું છે. 100 સેકન્ડનો આ વીડિયો ખુબ મસાલેદાર હશે. પરંતુ હજુ આખો ઈન્ટરવ્યુ આવવાનો બાકી છે.

100 સેકન્ડમાં છવાયા સ્ટાર

હાઈવોલ્ટેજ ઈન્ટર્વ્યુનું ટ્રેલર માત્ર 100 સેકન્ડનું

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના હાઈવોલ્ટેજ ઈન્ટર્વ્યુનું ટ્રેલર માત્ર 100 સેકન્ડનું છે. પરંતુ ખુબ રસપ્રદ છે. જેની શરુઆત વર્ષ 2011 વર્લ્ડકપથી થઈ છે. જ્યાં બંન્ને ફાઈનલમાં શ્રીલંકા વિરુદ્ધ એક મહત્વની પાર્ટનરશીપ કરી હતી. ત્યારબાદ ગંભીર શરુઆત કરે છે અને 2014માં ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝને યાદ કરે છે. તે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ નેપિયરમાં રમેલી ઈનિગ્સની તુલના કરી વિરાટના પણ વખાણ કરે છે.

ત્યારબાદ બંન્ને વચ્ચે એગ્રેસિવ અપ્રોચ અને વિરોધી ટીમ સાથે લડાઈને લઈ વાત થાય છે. વિરાટ પુછે છે લડાઈથી તમને મોટિવેશન મળે છે કે પછી નુકસાન થાય છે. ગંભીર તરત જ સ્માઈલ કરે છે. મારા કરતા તમારી લડાઈ વધારે થઈ છે. આનો જવાબ તમે જ આપી શકો છો. ત્યારબાદ બંન્ને હસવા લાગે છે.

થોડા મહિના પહેલા સુધી વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરને એકબીજાના દુશ્મન માનવામાં આવી રહ્યા હતા. ગત વર્ષ આઈપીએલની એક મેચ દરમિયાન બંન્ને ખુલ્લેઆમ ઝગડો કરતા પણ જોવા મળ્યા હતા. બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ પહેલા ચેન્નાઈમાં ટીમ ઈન્ડિયાની ટ્રેનિંગ કેમ્પ થઈ હતી. જે 17 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થયા છે. આ દરમિયાન કેટલાક એવા ફોટો સામે આવ્યા છે. જેમાં ગૌતમ અને વિરાટ ખુબ મજાકના અંદાજમાં જોવા મળ્યા હતા. ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો નવો હેડ કોચ છે.

g clip-path="url(#clip0_868_265)">