IND vs ENG : લોર્ડ્સ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહની એન્ટ્રી, જાણો કેવી છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી. લોર્ડ્સ ટેસ્ટમાં બંને ટીમમાં એક-એક ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયામાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે. જાણો કેવી છે બંને ટીમની પ્લેઈંગ ઈલેવન.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડે પહેલાથી જ તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી હતી. ટોસ પછી ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન જાહેર કરી હતી.
લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયામાં એક ફેરફાર
લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કરવામાં આવ્યો હતો. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી થઈ હતી. પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને જસપ્રીત બુમરાહને ટીમમાં સ્થાન મળ્યું હતું.
ટીમ ઈન્ડિયામાં જસપ્રીત બુમરાહની વાપસી
જસપ્રીત બુમરાહને એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવ્યો હતો અને તે લોર્ડ્સ ટેસ્ટમાં રમસ તે પહેલાથી લગભગ નક્કી હતું. લોર્ડ્સમાં બુમરાહની વાપસીથી ટીમ ઈન્ડિયાની બોલિંગ લાઈનઅપ વધુ મજબૂત બની છે.
Toss and Team Update
England win the toss and elect to bat in the 3rd Test.
Jasprit Bumrah is back in the eleven
Updates ▶️ https://t.co/X4xIDiSmBg#TeamIndia | #ENGvIND pic.twitter.com/uulWRWPOaU
— BCCI (@BCCI) July 10, 2025
ઈંગ્લેન્ડની ટીમમાં જોફ્રા આર્ચરનું કમબેક
બીજી બાજુ, જો આપણે ઈંગ્લેન્ડની વાત કરીએ તો, તેમની ટીમમાં પણ એક ફેરફાર થયો છે. જોફ્રા આર્ચરને લોર્ડ્સ ટેસ્ટ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આર્ચરને પ્લેઈંગ ઈલેવનમાં જોશ ટોંગની જગ્યાએ લેવામાં આવ્યો છે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કેવી છે?
ભારતની પ્લેઈંગ ઈલેવન : શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ.
ઈંગ્લેન્ડ ની પ્લેઈંગ ઈલેવન : જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, શોએબ બશીર.
આ પણ વાંચો: IND vs ENG : લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 કેવી હશે ? મેચના એક દિવસ પહેલા રિષભ પંતે આપ્યો જવાબ
