IND vs ENG: કેપ્ટને બનાવ્યા 35 રન, તો સચિન થયો હેરાન, કહ્યું- આ યુવરાજ છે કે બુમરાહ? 2007 ની યાદ અપાવી

IND vs ENG 5મી ટેસ્ટઃ જસપ્રીત બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો છે. તેણે બ્રોડની એક ઓવરમાં 35 રન બનાવ્યા હતા. 1877 પછી રમાઈ રહેલી ટેસ્ટ ઈતિહાસમાં આ સૌથી મોંઘી ઓવર છે.

IND vs ENG: કેપ્ટને બનાવ્યા 35 રન, તો સચિન થયો હેરાન, કહ્યું- આ યુવરાજ છે કે બુમરાહ? 2007 ની યાદ અપાવી
Jasprit Bumrah and Stuart Broad (PC: BCCI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 6:32 PM

જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) તેની ઘાતક બોલિંગ માટે દુનિયાભરમાં જાણીતો છે. પરંતુ શનિવારે તેણે ઈંગ્લેન્ડમાં પોતાના બેટથી ઈતિહાસ રચ્યો હતો. તેણે ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડ (Stuart Broad) ની એક ઓવરમાં 35 રન બનાવ્યા હતા. 1877 એટલે કે 145 વર્ષથી રમાઈ રહેલા ટેસ્ટ ઈતિહાસમાં આ સૌથી મોંઘી ઓવર છે. આ મેચમાં બ્રોડે તેની કારકિર્દીની 550મી વિકેટ પણ લીધી હતી. પરંતુ આ સાથે તેણે એક શરમજનક રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.

આ પહેલા 2007માં T20 વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે (Yuvraj Singh) સતત 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ પણ ખિતાબ જીત્યો હતો. હવે બુમરાહની આક્રમક બેટિંગ બાદ ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવાની આશા છે. ટીમ હાલમાં શ્રેણીમાં 2-1 થી આગળ છે. ભારતે પ્રથમ દાવમાં 416 રન બનાવ્યા હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જસપ્રિત બુમરાહે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. બ્રોડે એક નોબોલ જ્યારે વાઈડ પર 5 રન આપ્યા. આ રીતે ઓવરમાં કુલ 35 રન થયા હતા. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે બુમરાહની બેટિંગ પર એક ખાસ વાત લખી. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, આ યુવી છે કે બુમરાહ? મને 2007ની યાદ અપાવે છે… સોની સ્પોર્ટ્સ પર કોમેન્ટ્રી કરતી વખતે વિનેન્દ્ર સેહવાગે કહ્યું કે બુમરાહની ઇનિંગ્સ વર્ષો સુધી યાદ રહેશે.

2470 મી ટેસ્ટ મેચ રમાઇ રહી છે

ટેસ્ટ ક્રિકેટની શરૂઆત 1877માં થઈ હતી. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાએ જણાવ્યું હતું કે, અગાઉ એક ઓવરમાં 8 બોલ પણ ફેંકવામાં આવતા હતા. છતાં આ પરાક્રમ થઈ શક્યું ન હતું. આ રીતે જસપ્રીત બુમરાહનો રેકોર્ડ પોતાનામાં ખાસ છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી મેચ 2470મી ટેસ્ટ છે. આ પહેલા રમાયેલી 2469 ટેસ્ટમાં ક્યારેય એક ઓવરમાં 28થી વધુ રન નથી બન્યા. 3 વખત એક ઓવરમાં 28 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારા, ઓસ્ટ્રેલિયાના જ્યોર્જ બેઈલી અને દક્ષિણ આફ્રિકાના કેશવ મહારાજે આ કર્યું.

ઈંગ્લેન્ડનો સ્ટુઅર્ટ બ્રોડ ટેસ્ટ અને T20 ઈન્ટરનેશનલમાં એક ઓવરમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો છે. યુવરાજ સિંહે 2007 T20 વર્લ્ડ કપમાં 6 સિક્સર સહિત 36 રન બનાવ્યા હતા. બુમરાહની આ બેટિંગ એટલા માટે પણ ખાસ છે કારણ કે કેપ્ટન તરીકે આ તેની પ્રથમ મેચ છે. તે ટેસ્ટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરનાર 36મો ખેલાડી છે. નિયમિત કેપ્ટન રોહિત શર્મા કોરોનાને કારણે આ મેચ રમી રહ્યો નથી.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">