AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલીપ ટ્રોફીમાં Cheteshwar Pujaraએ ફટકારી સેન્ચુરી, સિલેક્ટર્સને આપ્યો જડબાતોડ જવાબ

Cheteshwar Pujara: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે પહોંચી છે. આ પ્રવાસમાં ટેસ્ટ સિરીઝ માટે ચેતેશ્વર પુજારાને સ્થાન આપવામાં આવ્યું ના હતુ. પણ આજે ચેતેશ્વર પુજારાએ સિલેક્ટર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

દિલીપ ટ્રોફીમાં Cheteshwar Pujaraએ ફટકારી સેન્ચુરી, સિલેક્ટર્સને આપ્યો જડબાતોડ જવાબ
Duleep Trophy Cheteshwar Pujara hundred
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 8:38 PM
Share

Cheteshwar Pujara Duleep Trophy: ટીમ ઈન્ડિયાના અનુભવી ગુજ્જુ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ (Cheteshwar Pujara) દિલીપ ટ્રોફીમાં શાનદાર સદી ફટકારી હતી. પશ્ચિમ ઝોન તરફથી રમતા આ જમણા હાથના બેટ્સમેને શુક્રવારે સદી ફટકારીને પસંદગીકારોને યોગ્ય જવાબ આપ્યો છે. ગયા અઠવાડિયે તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

ચેતેશ્વર પુજારા સ્વભાવે ખૂબ જ શાંત છે, પરંતુ જ્યારે પણ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે ત્યારે તેણે શાંતિથી તેના બેટથી જવાબ આપ્યો છે. આ વખતે પણ અનુભવી બેટ્સમેને એવું જ કર્યું. દિલીપ ટ્રોફી 2023માં તેણે સેન્ટ્રલ ઝોન સામેની મેચમાં સદી ફટકારી હતી અને કહ્યું હતું કે ‘દીવાલ’ જૂની થઈ ગઈ છે પરંતુ તેમાં તાકાત અકબંધ છે.

આ પણ વાંચો : લેહ પહોંચી વનડે ક્રિકેટ World Cup 2023ની trophy, જુઓ Photos

આ પણ વાંચો : Video : મોહમ્મદ સિરાજે બતાવી ઉદારતા, મદદ કરનારાઓને અમૂલ્ય વસ્તુઓ આપી ભેટમાં

વેસ્ટ ઝોન તરફથી રમતા ચેતેશ્વર પૂજારાએ 278 બોલનો સામનો કરીને 133 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી સેન્ટ્રલ ઝોનને બેકફૂટ પર ધકેલી દીધો.પૂજારા ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 શ્રેણીમાં વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત થયેલા સૂર્યકુમાર યાદવે પણ અડધી સદી ફટકારીને પોતાના ફોર્મનો નમૂનો રજૂ કર્યો હતો. સૂર્યાએ બીજી ઇનિંગમાં 58 બોલમાં 52 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.

આ પણ વાંચો : Dhoni Birthday : માહીના બાળપણના મિત્રએ શીખવ્યો ‘Helicopter Shot’, સમોસા ખવડાવવાની થઈ હતી ડીલ

આ મેચની વાત કરીએ તો વેસ્ટ ઝોને પ્રથમ બેટિંગ કરતા સ્કોરબોર્ડ પર 220 રન બનાવ્યા હતા. આ પછી સેન્ટ્રલ ઝોનની ટીમ માત્ર 128 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં પૂજારાની સદીથી વેસ્ટ ઝોનને મેચમાં પ્રભુત્વ આપવામાં મદદ મળી અને ત્રીજા દિવસે સ્ટમ્પ સુધી 9 વિકેટે 292 રન સુધી પહોંચી ગઈ. વેસ્ટ ઝોને અત્યાર સુધી પ્રથમ દાવના આધારે કુલ 384 રનની લીડ મેળવી લીધી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">