AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Hazare Trophy 2021-22: દિનેશ કાર્તિક અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સ્થાન, ટી નટરાજન થયો બહાર

તમિલનાડુએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી લીધી છે અને હવે વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy) માટે ટીમની જાહેરાત કરી છે.

Vijay Hazare Trophy 2021-22: દિનેશ કાર્તિક અને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સ્થાન, ટી નટરાજન થયો બહાર
Dinesh Karthik
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 11:44 PM
Share

તમિલનાડુએ મંગળવારે વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy) ક્રિકેટ ટુર્નામેન્ટ માટે તેની 20 સભ્યોની ટીમની જાહેરાત કરી. ટીમમાં અનુભવી વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક (Dinesh Karthik) અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર (Washington Sundar) નો સમાવેશ કરવામાં આવ્યો છે. કાર્તિક ઈજાના કારણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શક્યો ન હતો, જેનું ટાઈટલ સોમવારે તમિલનાડુએ જીત્યું હતું. વોશિંગ્ટન સુંદર ઈજાને કારણે આ વર્ષના પ્રથમ હાફમાં ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો. તે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહૈબિલિટેશન માંથી પસાર થઇ રહ્યો હતો.

તમિલનાડુને વિજય હજારે ટ્રોફી માટે એલિટ ગ્રુપ બીમાં રાખવામાં આવ્યું છે અને ટીમ તેની શરૂઆતની મેચ તિરુવનંતપુરમમાં રમશે. ટીમ 8 ડિસેમ્બરે મુંબઈ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનની અખબારી યાદી મુજબ, ટીમનું નેતૃત્વ ઓલરાઉન્ડર વિજય શંકર કરશે જ્યારે ઓપનર એન જગદીસનને ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિજય શંકરના નેતૃત્વમાં ટીમે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી જીતી હતી. ઈજામાંથી પરત ફરતી વખતે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમનાર ટી નટરાજનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

વિજય હજારે ટ્રોફી માટે તમિલનાડુની ટીમ

વિજય શંકર (કેપ્ટન), એન જગદીસન, દિનેશ કાર્તિક, સી હરિ નિશાંત, એમ શાહરૂખ ખાન, આર સાઈ કિશોર, એમ અશ્વિન, સંદીપ વોરિયર, એમએસ વોશિંગ્ટન સુંદર, એમ સિદ્ધાર્થ, બી સાઈ સુદર્શન, વી ગંગા શ્રીધર રાજુ, એમ મોહમ્મદ, જે કૌશિક, પી સરવણા કુમાર, એલ સૂર્યપ્રકાશ, બી ઇન્દ્રજીત, આર સંજય યાદવ, એમ કૌશિક ગાંધી અને આર સિલામ્બરસન.

તમિલનાડુની ટીમ ખિતાબની દાવેદાર છે

તમને જણાવી દઈએ કે હંમેશની જેમ આ વખતે પણ તમિલનાડુની ટીમ ખિતાબની પ્રબળ દાવેદાર છે. તમિલનાડુએ 5 વખત વિજય હજારે ટ્રોફી જીતી છે. તેમાંથી એક વખત તેણે ઉત્તર પ્રદેશ સાથે ટ્રોફી શેર કરી છે. છેલ્લે તમિલનાડુએ 2016માં વિજય હજારે ટ્રોફી પર કબજો કર્યો હતો. 2019-20 સીઝનમાં, ટીમ ફાઇનલમાં પહોંચી હતી પરંતુ કર્ણાટકે તેને હરાવ્યું હતું. પરંતુ તમિલનાડુનું જે પ્રકારનું ફોર્મ છે તે જોતા હવે આ ટીમને રોકવી મુશ્કેલ બની રહી છે. મનીષ પાંડેના નેતૃત્વમાં માત્ર કર્ણાટક પાસે જ આ ટીમને સખત પડકાર આપવાની શક્તિ છે.

આ પણ વાંચોઃ IND VS NZ: કેએલ રાહુલની ઇજાએ ટીમ ઇન્ડિયાની ખોલી દીધી પોલ, આ ખેલાડીને નહી લેવાનુ ભારે પડ્યુ, બેટ્સમેનોની સર્જાઇ ગઇ અછત

આ પણ વાંચોઃ  IND VS NZ: ટીમ ઇન્ડિયાના આ ખેલાડીમાં ટેકનિક નહી ‘જીગર’ થી રમતમાં થયો સુધારો, કહ્યુ ક્રિઝ પરના ડરથી થવાતુ હતુ આઉટ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">