ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમનો આ નવો વીડિયો તમે જોયો ? અક્ષરે પેડ નહોતા કાઢ્યા, શમી-કુલદિપ પેડ બાંધીને તૈયાર હતા
ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમના આ વીડિયોમાં અક્ષર પટેલ પેડ બાંધેલ સ્થિતિમાં માથે હાથ મૂકેલો જોવા મળે છે, તો મહંમદ શમી નિસાસો નાખતો દેખાય છે. આઉટ થઈને પેવેલિયમનમાં ડ્રેસિંગ રૂમમાં આવેલા શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ પણ ચિંતાતૂર ચહેરે જોવા મળે છે.

દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ અનેક ચડાવ ઉતાર વાળી રહી હતી. શુભમન ગિલ અને વિરાટ કોહલી આઉટ થયા, પરંતુ રોહીત શર્મા મેદાનમાં હતો ત્યાં સુધી ભારતીય ટીમના ડ્રેસિગ રૂમમાં વાતાવરણ હળવાશભર્યું હતું. પરંતુ એક તબક્કે રોહીત, અક્ષર, શ્રેયસ, હાર્દીક આઉટ થતા ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં રહેલા ભારતીય ખેલાડીઓના ચહેરા ઉપર તણાવ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ, ગઈકાલ 9મી માર્ચના રોજ દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. ટોસ જીતીને પહેલા બેટિંગમાં ઉતરનાર ન્યૂઝીલેન્ડ ઉપર એક સમયે ભારત સંપૂર્ણપણે હાવી થઈ ચૂક્યું હતું. ક્રિકેટ રસિકોને લાગતું હતું કે, ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડને 230 રન પણ નહીં કરવા દે. પરંતુ ન્યૂઝીલેન્ડે ભારતને જીત માટે 252 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. રોહિત શર્મા અને શુભમન ગિલે, ભારતીય ટીમ તરફથી પ્રથમ વિકેટ માટે સમગ્ર ટુર્નામેન્ટની સૌથી મોટી ભાગીદારી કહી શકાય તે મુજબ રમત રમીને 105 રન કર્યા.
શુભમન ગિલનો શાનદાર શોટને, ન્યૂઝીલેન્ડના ઉત્કૃષ્ટ ફિલ્ડર ફિલિપ્સે આકર્ષક કેચમાં પરિવર્તીત કરીને પેવેલિયન ભેગો કર્યો. ત્યાર બાદ મેદાનમાં ઉતરેલા વિરાટ કોહલી લોકોની અપેક્ષા મુજબ દમ ના દાખવી શક્યો અને સસ્તામાં પેવેલિયન પરત ફર્યો. આમ ગિલ અને કોહલી ઝડપથી પેવેલિયનમાં પરત ફરતા ન્યૂઝીલેન્ડની ટીમ ફોર્મમાં આવી અને ભારતીય ટીમ દબાણમાં. આ સમયે રોહીત શર્મા પણ એક ખોટો શોટ રમવા જતા સ્ટમ્પ આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો. આ સમયે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓના ચહેરા પર દબાણ સ્પષ્ટપણે દેખાતુ હતું.
રોહિત બાદ, શ્રેયસ ઐયર અને અક્ષય પટેલે બાજી સંભાળી. પરંતુ શ્રેયસ ઐયર પણ આઉટ થયા બાદ હાર્દિક પટેલ પણ આઉટ થયો પછી કે એલ રાહુલ મેદાનમા ઉતર્યો પરંતુ અક્ષય આઉટ થઈ ગયો. જીતના લક્ષ્યાંકની નજીક આવતા જ એક પછી એક વિકેટ પડતા ભારતીય ટીમના ખેલાડીઓના ચહેરા ચિંતાગ્રસ્ત દેખાતા હતા.
ઈન્ડિયન ક્રિકેટ ટીમ નામના એકાઉન્ટથી સોશિયલ મીડિયા એકસ પર એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમના આ વીડિયોમાં અક્ષર પટેલ પેડ બાંધેલ સ્થિતિમાં માથે હાથ મૂકેલો જોવા મળે છે, તો મહંમદ શમી નિસાસો નાખતો દેખાય છે. આઉટ થઈને પેવેલિયમનમાં ડ્રેસિંગ રૂમમાં આવેલા શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ પણ ચિંતાતૂર ચહેરે જોવા મળે છે.
– ! ❤️
Inside the dressing room of #TeamIndia, onto the field, and into the wild celebrations—we bring you every moment!
WATCH it all unfold! #INDvsNZ | #ChampionsTrophy2025 pic.twitter.com/6WYIXBMazb
— Indian Cricket Team (@incricketteam) March 10, 2025
પરંતુ રવિન્દ્ર જાડેજા અને કે એલ રાહુલે ભારતને જીત અપાવતા, ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમનું વાતાવરણ એકદમ જીવંત થયુ ગયું ખેલાડીઓ ઉછળીને આનંદ વ્યક્ત કરતા એક બીજાને ભેટીને અભિનંદન આપતા આ વીડિયોમાં નજરે પડયા હતા.