DC vs SRH Live Score Highlights, IPL 2022: દિલ્હીએ હૈદરાબાદ સામે મેળવી જીત, 21 રને દિલ્હીનો વિજય
Delhi Capitals vs Sunrisers Hyderabad Live Score Highlights In Gujarati: સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને છેલ્લી બે મેચમાં સતત બે હાર મળી છે. આજે તેને દિલ્હી સામે કોઈપણ ભોગે જીતની જરૂર છે

IPL 2022 માં આજે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો સનરાઇઝર્સ સામે થશે. દિલ્હીએ નવમાંથી પાંચ મેચ ગુમાવી છે, જેના કારણે તેના પ્રદર્શન અને ટીમની રચના પર સવાલો ઉભા થયા છે. સનરાઇઝર્સના બોલરોએ અત્યાર સુધી તેમની ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને તેઓ તેમની ટીમના પોઈન્ટ 10 થી 12 સુધી લઈ જવામાં કોઈ કસર છોડશે નહીં. દિલ્હીમાં કુલદીપ યાદવ (17 વિકેટ) અને ખલીલ અહેમદ (11) વિકેટ સિવાય બોલરો કોઈ ખાસ અસર છોડી શક્યા નથી. મુસ્તાફિઝુર રહેમાન ટુકડે ટુકડે પણ સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યો છે.
DC vs SRH: બંનેની પ્લેઇંગ XI
સનરાઇઝર્સ હૈદરાબાદ: કેન વિલિયમસન (કેપ્ટન), અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન (વિકેટકીપર), શશાંક સિંહ, શ્રેયસ ગોપાલ, ભુવનેશ્વર કુમાર, કાર્તિક ત્યાગી, શોન એબોટ, ઉમરાન મલિક
દિલ્હી કેપિટલ્સ: ઋષભ પંત (કેપ્ટન-વિકેટકીપર), મનદીપ સિંહ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, લલિત યાદવ, રોવમેન પોવેલ, રિપલ પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ, એનરિક નોરખિયા
LIVE Cricket Score & Updates
-
Delhi vs Hyderabad, LIVE Score: પૂરન આઉટ
18મી ઓવરના પાંચમા બોલ પર નિકોલસ પૂરનને પેવેલિયન પરત ફરવું પડ્યું, જે હૈદરાબાદની છેલ્લી આશા હતી. ઓવરના પાંચમા બોલ પર પૂરને લોંગ ઓન પર બોલ રમ્યો પણ કેચ થઈ ગયો. અમ્પાયરે બોલ થર્ડ મેનને રેફર કર્યો પરંતુ નિર્ણય દિલ્હીની તરફેણમાં આવ્યો. પૂરને 34 બોલમાં 62 રન બનાવીને પરત ફરવું પડ્યું હતું.
-
Delhi vs Hyderabad, LIVE Score: પૂરનનો 108 મીટર લાંબી સિક્સ
એનરિક નોરખિયાએ 16મી ઓવરમાં 12 રન આપ્યા હતા. ઓવરના ત્રીજા બોલ પર પૂરને ડીપ મિડ-વિકેટ પર સિક્સર ફટકારી. તે 108 મીટર લાંબી સિક્સ હતી. હૈદરાબાદે હવે જીતવા માટે 24 બોલમાં 62 રન બનાવવાના છે.
-
-
Delhi vs Hyderabad, LIVE Score: શશાંક સિંહ આઉટ
શાર્દૂલ ઠાકુરે નોરખિયાના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. શશાંક 10 રન નોંધાવીને આઉટ થયો હતો.
-
Delhi vs Hyderabad, LIVE Score: પૂરનની વધુ એક સિક્સર
15મી ઓવરના બીજા બોલ પર નિકોલસ પૂરને છગ્ગો ડીપ સ્કેયર લેગ પર ફટકાર્યો હતો. જે લાંબો અને સુંદર હતો. ઓવરના ચોથા બોલ પર શશાંક સિંહે પણ બાઉન્ડરી ફટકારી હતી. શાર્દૂલ ઠાકુર આ ઓવર લઈને આવ્યો હતો.
-
Delhi vs Hyderabad, LIVE Score: પૂરને બે છગ્ગા ફટકાર્યા
14મી ઓવરની શરુઆત નિકોલસ પૂરને શાનદાર છગ્ગા વડે કરી હતી. તેણે એનરિક નોરખિયાના બોલ પર શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. ત્યાર બાદ ઓવરના અંતિમ બોલ પર પણ લોંગ ઓફ પર છગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 16 રન આવ્યા હતા.
-
-
Delhi vs Hyderabad, LIVE Score: માર્કરમની તોફાની ઈનીંગનો અંત
ખલિલ અહેમદ મહત્વની વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે. તેણે તોફાની ઈનીંગ રમી રહેલા એઈડન માર્કરમની વિકેટ ઝડપી છે. કુલદીપ યાદવના હાથમાં તેનો કેચ ઝડપાવીને દિલ્હીને રાહત અપાવી છે. માર્કરમે 25 બોલમાં 42 રનની ઈનીંગ રમી હતી. જેમાં તેણે 3 છગ્ગા ફટકાર્યા હતા.
-
Delhi vs Hyderabad, LIVE Score: માર્કરમના બેક ટુ બેક છગ્ગા
હૈદરાબાદને માટે ફરીએકવાર સારી ઓવર આવી છે. એઈડન માર્કરમે બેક ટુ બેક છગ્ગા 12 મી ઓવરના અંતિમ બંને બોલ પર ફટકાર્યા હતા. કુલદીપ યાદવ ઓવર લઈને આવ્યો હતો અને તેના પાંચમા બોલ પર ફટકારતા સાઈટસ્ક્રિન પર પહેલો છગ્ગો જઈને પડ્યો હતો. જ્યારે અંતિમ બોલ પર ડીપ મીડ વિકેટ પર છગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 13 રન આવ્યા હતા.
-
Delhi vs Hyderabad, LIVE Score: માર્કરમની બાઉન્ડરી
11મી ઓવરમાં માર્કરમે એક બાદ એક 3 બાઉન્ડરી ફટકારી હતી. પ્રથમ બાઉન્ડરી ત્રીજા બોલ પર એક્સ્ટ્રા કવર પર વન બાઉન્સ, બીજી બાઉન્ડરી ચોથા બોલ પર સ્કેવર લેગ પર અને ત્રીજી બાઉન્ડરી અંતિમ બોલ પર મીડ ઓફ પર થઈને ફટકારી હતી. ઓવરમાં 14 રન મળ્યા હતા.
-
Delhi vs Hyderabad, LIVE Score: માર્કરમની શાનદાર સિક્સ
10મી ઓવરના બીજા બોલ પર માર્કરમે 102 મીટર લાંબો છગ્ગો ફટકાર્યો હતો. ત્યાર બાદ પૂરને પણ ડીપ એક્સ્ટ્રા કવર પર 92 મીટર લાંબી સિક્સ ફટકારી હતી. ઓવરમાં 15 રન મળ્યા હતા.
-
Delhi vs Hyderabad, LIVE Score: એઈડન માર્કરમે ચોગ્ગો ફટકાર્યો
8મી ઓવર લઈને કુલદીપ યાદવ આવ્યો હતો. તેના બીજા બોલ પર જ માર્કરમે ચોગ્ગો ફટકાર્યો હતો. તેણે થર્ડ મેન તરફ બોલને તેણે બાઉન્ડરી માટે મોકલ્યો હતો. ઓવરમાં 7 રન મળ્યા હતા.
-
Delhi vs Hyderabad, LIVE Score: રાહુલ ત્રિપાઠી આઉટ
રાહુલ ત્રિપાઠી ફરી એકવાર તેની રમતને મોટી ઈનીંગમા બદલી શક્યો નથી. તે આક્રમક અંદાજમાં રમવાનુ જાણે છે પરંતુ ઝડપથી વિકેટ ગુમાવી દે છે. આ વખતે પણ મિશેન માર્શે તેને શાર્દૂલ ઠાકુરના હાથમાં સપડાવી દીધો હતો. તે 22 રન 18 બોલમાં નોંધાવીને આઉટ થયો હતો.
-
Delhi vs Hyderabad, LIVE Score: રાહુલ ત્રિપાઠીની સળંગ બાઉન્ડરી
છઠ્ઠી ઓવર શાર્દૂલ ઠાકુર લઈને આવ્યો હતો. ઓવરના ચોથા અને પાંચમા બોલ પર રાહુલ ત્રિપાઠીએ બે સળંગ બાઉન્ડરી ફટકારી હતી. ઓવરમાં હૈદરાબાદને 11 રન મળ્યા હતા.
-
Delhi vs Hyderabad, LIVE Score: વિલિયમસન આઉટ
એનરિક નોરખિયા પાંચમી ઓવર લઈને આવ્યો હતો. તેણે કેન વિલિયમસનની મહત્વની વિકેટ ઝડપી હતી.વિલિયસન વિકેટકીપર ઋષભ પંતના હાથમાં કેચ ઝડપાયો હતો.
-
Delhi vs Hyderabad, LIVE Score: ત્રિપાઠીએ છગ્ગો ફટકાર્યો
4થી ઓવર લઈને આવેલા ખલિલ અહેમદના ત્રીજા બોલ પર રાહુલ ત્રિપાઠીએ શાનદાર છગ્ગો જમાવ્યો હતો. તેણે બેકવર્ડ સ્કવેર લેગ પર તેણે આ છગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં હૈદરાબાદને 7 રન મળ્યા હતા.
-
Delhi vs Hyderabad, LIVE Score: વિલિયમસનની બાઉન્ડરી
દિલ્હીએ આપેલા વિશાળ સ્કોર સામે હૈદરાબાદની રમત ધીમી લાગી રહી છે. ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર જ બાઉન્ડરી ફટકારી હતી. તેણે ફાઈન લેગ પર આ ચોગ્ગો મેળવ્યો હતો. ઓવરમાં હૈદરાબાદે 7 રન મેળવ્યા હતા.
-
Delhi vs Hyderabad, LIVE Score: અભિષેક શર્મા આઉટ
ખલિલ અહેમદે પહેલા બાઉન્ડરીનો માર સહન કર્યો પરંતુ આગળના બોલ પર જ અભિષેકની વિકેટ ઝડપી લીધી. તેણે કુલદીપ યાદવના હાથમાં અભિષેકનો કેચ ઝડપાવ્યો હતો. તે માત્રણ 7 રન નોંધાવીને જ પરત ફર્યો છે.
-
Delhi vs Hyderabad, LIVE Score: અભિષેક શર્માએ બાઉન્ડરી ફટકારી
બીજી ઓવર લઈને ખલિલ અહેમદ આવ્યો હતો. તેના બોલ પર સુપર્બ ટાઈમીંગ સાથે અભિષેક શર્માએ બાઉન્ડરી ફટકારી હતી.
-
Delhi vs Hyderabad, LIVE Score: હૈદરાબાદની ઈનીંગ શરુ
દિલ્હી કેપિટલ્સની ટીમે 3 વિકેટ ગુમાવીને 208 રનનુ લક્ષ્ય હૈદરાબાદને આપ્યુ છે. જેનો પિછો કરવાની શરુઆત હૈદરાબાદે કરી છે. કેન વિલિયમસન અને અભિષેક શર્માની ઓપનીંગ જોડી ક્રિઝ પર આવી હતી. પ્રથમ ઓવર શાર્દૂલ ઠાકુર લઈને આવ્યો હતો. પ્રથમ ઓવરમાં હૈદરાબાદને 4 રન મળ્યા હતા.
-
Delhi vs Hyderabad, LIVE Score: દિલ્હીએ 207 રનનો સ્કોર ખડક્યો
ડેવિડ વોર્નરે રોવમેન પોવેલ સાથે મળીને હૈદરાબાદના બોલરોને થકવી દીધા હતા. 20 ઓવરના અંતે દિલ્હીએ 3 વિકેટ ગુમાવીને 207 રનનો સ્કોર ખડક્યો હતો. બંને ઓપનરોએ અણનમ અડધી સદી ફટકારી હતી.
-
Delhi vs Hyderabad, LIVE Score: પોવેલે છેલ્લી ઓવરમાં 19 રન બનાવ્યા હતા
ઉમરાન મલિકે 20મી ઓવરમાં 19 રન આપ્યા હતા. પોવેલે ઓવરમાં ચોગ્ગાની હેટ્રિક ફટકારી હતી. એ જ ઓવરના પહેલા બોલ પર પોવેલે લોંગ ઓફ પર સિક્સર ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી.
-
Delhi vs Hyderabad, LIVE Score: પોવેલે જમાવ્યા સળંગ છગ્ગા
17મી ઓવરના બીજા અને ત્રીજા બોલ પર સળંગ બે છગ્ગા રોવમેન પોવેલે જમાવી દીધા હતા. એબોટ આ ઓવર લઈને આવ્યો હતો અને તેના બોલ પર ગગનચૂંબી છગ્ગા ઉડતા જ તે દંગ રહી ગયો હતો. વોર્નરે પણ તેના બોલ પર પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 18 રન આવ્યા હતા.
-
Delhi vs Hyderabad, LIVE Score: ભુવનેશ્વર કુમારે 10 રન આપ્યા
ભુવનેશ્વર કુમારે તેની ત્રીજી ઓવરમાં 10 રન આપ્યા, જે તેની અત્યાર સુધીની સૌથી મોંઘી ઓવર હતી. પોવેલે ઓવરના ચોથા બોલ પર 95 મીટર લાંબી સિક્સર ફટકારી હતી.
-
Delhi vs Hyderabad, LIVE Score: ઉમરાનની ગતીએ કરકસર દર્શાવી
15મી ઓવરમાં ઉમરાન મલિકે માત્ર 2 જ રન ગુમાવ્યા હતા, તેણે માત્ર 2 સિંગલ રન જ લેવાનો મોકો વોર્નર અને પોવેલને આપ્યો હતો. તેની ગતીએ બેટને ખોલવા માટે કોઈ જ જગ્યા આપી નહોતી.
-
Delhi vs Hyderabad, LIVE Score: એબોટના બોલ પર બાઉન્ડરી
14 મી ઓવર લઈને આવેલા એબોટે 12 રન ગુમાવ્યા હતા, ડેવિડ વોર્નર અને રોવમેન પોવેલે સિંગલ અને ડબલ લીધા બાદમાં અંતમાં બાઉન્ડરી ફટકારી હતી.
-
Delhi vs Hyderabad, LIVE Score: વોર્નરે છગ્ગો ફટકાર્યો
કાર્તિક ત્યાગીના બોલ પર ડેવિડ વોર્નરે છગ્ગો ફટકારી દીધો હતો. કાર્તિક 13મી ઓવર લઈને આવ્યો હતો. તેણે પહેલા પાંચ બોલ પર ત્રણ સિંગલ અને એક ડબલ આપ્યા હતા પરંતુ અંતમાં તેણે છગ્ગો સહન કરવો પડ્યો હતો. ઓવરમાં દિલ્હીને 11 રન મળ્યા હતા.
-
Delhi vs Hyderabad, LIVE Score: વોર્નરની અડધી સદી
12 મી ઓવર લઈને ઉમરાન મલિક આવ્યો હતો. તેના બોલ ના તો ધીમા આવી રહ્યા છે કે ના તો તેના રનનો ખર્ચનો આંકડો પણ ધીમો થઈ રહ્યો છે. તેની ગતી પર વોર્નર રન મેળવી રહ્યો છે. વોર્નરે 12મી ઓવરનુ સ્વાગત જ બાઉન્ડરી વડે કર્યુ હતુ. તેણે મીડ વિકેટ પર થઈને બાઉન્ડરી ફટકારી હતી. આ સાથે જ વોર્નરે સિઝનની ચોથી બાઉન્ડરી ફટકારી હતી. ઓવરમાં દિલ્હીને 11 રન મળ્યા હતા.
-
Delhi vs Hyderabad, LIVE Score: રોવમેન પોવેલે છગ્ગો જમાવ્યો
11મી ઓવર લઈને શ્રેયસ ગોપાલ આવ્યો હતો. તેની ઓવરના અંતિમ બોલ પર રોવમેન પોવેલે શાનદાર છગ્ગો જમાવી દીધો હતો. તેણે લોંગ ઓફ પર લાંબો છગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં દિલ્હીને 10 રન મળ્યા હતા.
-
Delhi vs Hyderabad, LIVE Score: વોર્નરની બાઉન્ડરી
10મી ઓવર પૂર્ણ થઈ છે. ઓવર કાર્તિક ત્યાગી લઈને આવ્યો હતો અને તેણે સારો પ્રયાસ નિયંત્રીત બોલીંગ કરવાનો કર્યો હતો. પરંતુ ડેવિડ વોર્નરે ઓવરના ત્રીજા બોલ પર બાઉન્ડરી ફટકારી હતી. તેણે મીડ વિકેટ પર આ બાઉન્ડરી ફટકારી હતી. ઓવરમાં 6 રન દિલ્હીને મળ્યા હતા.
-
Delhi vs Hyderabad, LIVE Score: પંતની તોફાની ઇનિંગ્સનો અંત આવ્યો
શ્રેયસ ગોપાલની ઓવરમાં રનનો વરસાદ થતાં ઋષભ પંત પેવેલિયન પરત ફર્યો હતો. પંતે ઓવરના બીજા, ત્રીજા અને ચોથા બોલ પર સતત ત્રણ સિક્સર ફટકારી હતી. આ પછી પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. જોકે, તે છેલ્લા બોલ પર બોલ્ડ થયો હતો. તેણે 16 બોલમાં 26 રન બનાવીને પરત ફરવું પડ્યું હતું.
-
Delhi vs Hyderabad, LIVE Score: ટી20માં વોર્નરનો 400મો છગ્ગો
એડન માર્કરામની મોંઘી ઓવર જેમાં 11 રન લૂંટાવ્યા હતા તેણે. ઓવરના પાંચમા બોલ પર વોર્નરે લોંગ ઓન પર શાનદાર સિક્સર ફટકારી હતી. ટી20 ફોર્મેટમાં આ તેનો 400મો સિક્સર હતો. આ સિવાય ઓવરમાં પાંચ સિંગલ રન આવ્યા.
-
Delhi vs Hyderabad, LIVE Score: ડેવિડ વોર્નરની સળંગ બાઉન્ડરી
ડેવિડ વોર્નર રંગમાં જોવા મળી રહ્યો છે. તેણે એક બાદ એક બાઉન્ડરી મેળવવાનુ કાર્ય જારી રાખ્યુ છે. છઠ્ઠી ઓવર કાર્તિક ત્યાગી લઈને આવ્યો હતો. તેણે ત્રીજા અને ચોથા બોલ પર બાઉન્ડરી ફટકારી હતી. ઓવરમાં દિલ્હીને 11 રન મળ્યા હતા અને ટીમે 50 રનનો સ્કોર પણ ઓવરમાં પૂરો કર્યો હતો.
-
Delhi vs Hyderabad, LIVE Score: મિશેલ માર્શ આઉટ
શોન એબોટે મિશેલ માર્શને તેની બીજી ઓવરમાં બાઉન્ડ્રી સહન કર્યા બાદ તેને આઉટ કર્યો હતો. માર્શે ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો પરંતુ બીજા બોલ પર તે તેના હાથે કેચ આઉટ થયો હતો. તે માત્ર 10 બોલમાં સાત રન બનાવીને પરત ફર્યો હતો.
-
Delhi vs Hyderabad, LIVE Score: કાશ્મિર એક્સ્પ્રેસની ઝડપ મોંઘી રહી
ઉમરાન મલિકની ઝડપી હતીની ઓવર વધુ એક વાર મોઘી સાબિત થઈ છે. તેની સરેરાશ 145 પ્રતિકીલોમીટરની ઝડપની બોલ પર ડેવિડ વોર્નરે 2 ચોગ્ગા અને 1 છગ્ગો જમાવ્યો હતો. આ પહેલા ઓવરનો પ્રથમ બોલ 144ની ગતીએ હતો અને એ વાઈડ રહેતા 5 રન વધારાના મળ્યા હતા. ઓવરમાં દિલ્હીને 21 રન મળ્યા હતા.
-
Delhi vs Hyderabad, LIVE Score: ભુવનેશ્વર કુમારની બીજી કરકસરભરી ઓવર
ભુવનેશ્વર કુમારની બીજી સારી ઓવર, આ વખતે તેણે માત્ર એક રન આપ્યો. તેણે બે ઓવરમાં માત્ર એક રન આપ્યો. દિલ્હીએ ત્રણ ઓવરમાં માત્ર 12 રન બનાવ્યા છે અને એક મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી છે.
-
Delhi vs Hyderabad, LIVE Score: શોન એબોટ તરફથી ખર્ચાળ ઓવર
આઈપીએલમાં ડેબ્યૂ કરી રહેલા શોન એબોટે તેની પ્રથમ ઓવર નાંખી જેમાં તેણે 11 રન આપ્યા. ઓવરના પહેલા બોલ પર, એબોટે કવર પર બોલ રમ્યો જે બાઉન્ડ્રી પાર કરી ગયો. આ પછી, માર્શે ઓવરના ત્રીજા બોલ પર પુલ કર્યો અને મિડ-ઓફ પર ચોગ્ગો ફટકાર્યો. દિલ્હી માટે સારું ઓવર
-
Delhi vs Hyderabad, LIVE Score: મનદીપ સિંહ આઉટ
ભુવનેશ્વર કુમારની પ્રથમ ઓવરની વિકેટ મેડન રહી હતી. ઓવરના ચોથા બોલ પર તેણે મનદીપ સિંહને પેવેલિયન મોકલી દીધો. દિલ્હીની ટીમ ખાતું પણ ખોલાવી શકી ન હતી. ભુવનેશ્વરે મનદીપને મૂંઝવ્યો. બોલ બેટની કિનારે વિકેટકીપર નિકોલસ પૂરનના હાથે કેચ થયો હતો.
-
Delhi vs Hyderabad, LIVE Score: દિલ્હીની બેટિંગ શરૂ
દિલ્હી કેપિટલ્સની બેટિંગ શરૂ થઈ ગઈ છે. મનદીપ સિંહ અને ડેવિડ વોર્નર ઓપનિંગ કરવા મેદાનમાં ઉતર્યા છે. તે જ સમયે, ભુવનેશ્વર હૈદરાબાદ માટે બોલિંગની શરૂઆત કરી રહ્યો છે.
-
Delhi vs Hyderabad, LIVE Score: નડીયાદના રીપલ પટેલનો દિલ્હીની 11 માં સમાવેશ
નડિયાદનો રિપલ પટેલ આઇપીએલમાં અગાઉ 2 મેચ રમ્યો છે અને જેમાં તેણે 25 રન કર્યા હતા. આ દરમિયાન તેણે 3 બાઉન્ડરી લગાવી હતી. તેનો સ્ટ્રાઇક રેટ 92.6 નો રહ્યો છે. જ્યારે બોલીંગમાં તેણે 3 ઓવર કરીને 22 રન આપ્યા હતા. જોકે તેને વિકેટ મળી શકી નહોતી.
સામાન્ય પરિવારમાંથી આવતા રિપલ પટેલેને દિલ્હી કેપિટલ્સની ટીમે 20 લાખ રુપિયામાં હરાજી દરમિયાન ખરીદી પોતાની સાથે બનાવી રાખ્યો હતો. તેના પરીવારને પણ આ દીવસની આશા હતી જે આજે પૂરી થઈ રહી છે.
રિપલ લિસ્ટ એ 14 મેચ રમી છે અને જેમાં તેણે 13 ઇનીગમાં 185 રન કર્યા હતા. જ્યારે T20 ફોર્મેટની 19 ઘરેલુ મેચ રમીને 16 ઇનીંગમાં 299 રન નોંધાવ્યા છે. જેમાં તેની એવરેજ 29.9ની રહી છે. જ્યારે સ્ટ્રાઇક રેટ 154.9 ની રહી છે.
-
Delhi vs Hyderabad, LIVE Score: દિલ્હીની પ્લેયીંગ 11
દિલ્હી કેપિટલ્સની ટીમમાં પણ આજે ચાર ફેરફાર કરવામાં આવ્યા છે. પૃથ્વી શૉ, અક્ષર પટેલ, મુસ્તાફિઝુર રહેમાન અને સાકરિયાના સ્થાને એનરિક નોરખિયા, રિપલ પટેલ, મનદીપ સિંહ અને ખલીલ અહેમદનો સમાવેશ કરવામાં આવ્યો છે.
દિલ્હી કેપિટલ્સ: ઋષભ પંત (કેપ્ટન-વિકેટકીપર), મનદીપ સિંહ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, લલિત યાદવ, રોવમેન પોવેલ, રિપલ પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ, એનરિક નોરખિયા
-
Delhi vs Hyderabad, LIVE Score: હૈદરાબાદની પ્લેયીંગ 11
સનરાઇઝર્સ હૈદરાબાદ: કેન વિલિયમસન (કેપ્ટન), અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન (વિકેટકીપર), શશાંક સિંહ, શ્રેયસ ગોપાલ, ભુવનેશ્વર કુમાર, કાર્તિક ત્યાગી, શોન એબોટ, ઉમરાન મલિક
-
Delhi vs Hyderabad, LIVE Score: હૈદરબાદે જીત્યો ટોસ, પહેલા ફિલ્ડીંગ પસંદ કરી
ટોસ થઈ ચુક્યો છે અને સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીત્યો છે. વિલિયમસને પહેલા ફિલ્ડીંગ પસંદ કરી છે. આમ દિલ્હી કેપિટલ્સ પહેલા બેટીંગ કરવા માટે ઉતરશે.
🚨 Toss Update 🚨@SunRisers have elected to bowl against @DelhiCapitals.
Follow the match ▶️ https://t.co/0T96z8GzHj #TATAIPL | #DCvSRH pic.twitter.com/11uq5iR8Gv
— IndianPremierLeague (@IPL) May 5, 2022
-
Delhi vs Hyderabad, LIVE Score: દિલ્હીનો સામનો હૈદરાબાદના બોલરો સામે
જોકે, ભુવનેશ્વર કુમાર, ઉમરાન, ટી નટરાજન અને માર્કો યાનસન સામે દિલ્હીના બેટ્સમેનો માટે આ કામ સરળ નહીં હોય. તે જ સમયે, કુલદીપ યાદવ (17 વિકેટ) અને ખલીલ અહેમદ (11) વિકેટ સિવાય દિલ્હીના બોલરો કોઈ ખાસ અસર છોડી શક્યા નથી.
-
Delhi vs Hyderabad, LIVE Score: આજે દિલ્હી માટે જીત જરૂરી
દિલ્હીએ નવમાંથી પાંચ મેચ ગુમાવી છે, જેના કારણે તેના પ્રદર્શન અને ટીમની રચના પર સવાલો ઉભા થયા છે. મુખ્ય કોચ રિકી પોન્ટિંગનો મનપસંદ ખેલાડી લલિત યાદવ હજુ અપેક્ષાઓ પર ખરો ઉતર્યો નથી
-
Delhi vs Hyderabad, LIVE Score: દિલ્હીનો સામનો હૈદરાબાદ
પોતાના પ્રદર્શનમાં સાતત્ય જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહેલા દિલ્હી કેપિટલ્સના બેટ્સમેનો આજે સનરાઈઝર્સ હૈદરાબાદના ઝડપી બોલરો સામે ટકરાશે. દિલ્હીએ પોતાની આશા જીવંત રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવા પડશે.
Published On - May 05,2022 6:48 PM