DC vs RCB Live Score, WPL 2023 Highlights: દિલ્હી કેપિટલ્સનો 6 વિકેટે વિજય, બેંગ્લોરની પાંચમી હાર
Delhi Capitals vs Royal Challengers Bangalore Live Score in Gujarati Highlights: સોમવારે 13 ફેબ્રુઆરીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે WPL 2023 ની 11મી મેચ રમાઈ

નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં આજે સોમવારે 13 ફેબ્રુઆરીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે WPL 2023 ની 11મી મેચ રમાઈ રહી છે. બેંગ્લોરની ટીમ હજુ સુધી ટુર્નામેન્ટમાં એકપણ મેચ જીતી શક્યુ નથી. પોતાની પ્રથમ જીત માટે બેંગ્લોરની ટીમ બેતાબ છે. આજે જીત માટે પૂરો દમ લગાવી દેશે. બેંગ્લોર માટે પ્રથમ સિઝન ખૂબ જ નિરાશાજનક રહી છે. દિલ્હી કેપિટલ્સ ચારમાંથી 3 મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં બીજુ સ્થાન ધરાવે છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન
દિલ્હી કેપિટલ્સ: મેગ લેનિંગ (કેપ્ટન), શફાલી વર્મા, મેરિઝાન કેપ, જેમિમા રોડ્રિગ્સ, એલિસ કેપ્સી, જેસ જોન્સન, તાનિયા ભાટિયા, અરુંધતી રેડ્ડી, શિખા પાંડે, રાધા યાદવ, તારા નોરિસ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ સ્મૃતિ મંધાના (કેપ્ટન), સોફી ડિવાઇન, એલિસ પેરી, હીથર નાઈટ, રિચા ઘોષ (વિકેટકીપર), શ્રેયંકા પાટિલ, દિશા કસાટ, મેગન શુટ, આશા શોબાના, રેણુકા ઠાકુર સિંહ, પ્રીતિ બોઝ
LIVE Cricket Score & Updates
-
WPL 2023, DC vs RCB Live Score: જોનાસને ચોગ્ગો ફટકાર્યો
19મી ઓવર લઈને શ્રેયંકા પાટિલ આવી હતી. ઓવરના ચોથા બોલ પર જોનાસને ચોગ્ગો ફટકારતા જ મેચ વધુ દિલધડક બન્યો હતો. સ્વીપ કરીને તેણે આ બાઉન્ડરી મેળવી હતી.
-
DC vs RCB Live Score, WPL 2023: મેરિઝાને છગ્ગો ફટકાર્યો
એલિસ પેરી પોતાની અંતિમ ઓવર મેચમાં લઈને આવી છે. ઈનીંગની 18મી ઓવરમાં મેરિઝાન કેપ્પે સ્ક્વેર લેગની ઉપરથી લેગ સ્ટંપ બોલને પુલ કરીને છ રન માટે હવાઈ યાત્રા કરાવી હતી. ઓવરમાં 8 રન આવ્યા હતા. આમ 12 બોલમાં 16 રનની જરુર દિલ્હીને રહી છે.
-
-
DC vs RCB Live Score, WPL 2023: મેરિઝાને રાહ જોઈ ચોગ્ગો ફટકાર્યો
17મી ઓવર લઈને મેગન શુટ આવી હતી. ઓવરના શરુઆતના ચાર બોલ ડોટ રહ્યા હતા. પરંતુ પાંચમા બોલ પર કેપ્પે બેકફુટ પર જઈને પોઈન્ટની પાસેથી બાઉન્ડરી માટે બોલને મોકલ્યો હતો. ઓવરમાં 5 રન મળ્યા હતા.
-
WPL 2023, DC vs RCB Live Score: જોનાસને પાટિલના બોલ પર ચોગ્ગો જમાવ્યો
16મી ઓવર લઈને શ્રેયંકા પાટિલ આવી હતી. ઓવરના પાંચમા બોલ પર ચોગ્ગો જમાવ્યો હતો. બેકવર્ડ પોઈન્ટની બાજુમાંથી બોલને સીધો જ ચોગ્ગો જમાવ્યો હતો.
-
WPL 2023, DC vs RCB Live Score: જોનાસને ચોગ્ગો ફટકાર્યો
15મી ઓવરમાં આશાના બોલ પર જેસ જોનાસને ચોગ્ગો ફટકાર્યો હતો. ડિપ મિડવિકેટ તરફ ચોગ્ગો જમાવતા ઓવરમાં દિલ્હીને 7 રન ખાતામાં આવ્યા હતા.
-
-
WPL 2023, DC vs RCB Live Score: જેમિમા રોડ્રિગ્ઝ આઉટ
રિચા ઘોષે મોટી વિકેટનો કેટ ઝડપ્યો છે. જેમિમા રોડ્રિગ્ઝ મેચને દિલ્હી તરફ આસાન બનાવી શકતી હતી. એવા સમયે જ તેનો કેચ ઝડપીને પરત મોકલી છે. બેંગ્લોરે સમયાંતરે વિકેટ મેળવી મેચમાં રોમાંચ જાળવી રાખ્યો છે.
-
WPL 2023, DC vs RCB Live Score: જેમિમાની વધુ એક બાઉન્ડરી
14 ઓવર લઈને એલિસ પેરી આવી હતી. ઓવરના ચોથા બોલ પર જેમિમા રોડ્રિગ્ઝે શરીરથી ખૂબ દૂર રાખીને બોલને થર્ડમેન તરફ મોકલ્યો હતો. જ્યા ચાર રન મળ્યા હતા. ઓવરમાં 11 રન દિલ્હીના ખાતામાં આવ્યા હતા.
-
WPL 2023, DC vs RCB Live Score: જેમિમાએ ચોગ્ગો જમાવ્યો
શ્રેયંકા પાટિલ ઈનીંગની 13મી ઓવર લઈને આવી હતી. ઓવરના બીજા બોલ પર બેકફુટ રહીને જેમિમાએ થર્ડ મેન તરફ ચોગ્ગો જમાવ્યો હતો. 17 બોલ બાદ દિલ્હી તરફથી ચોગ્ગો આવ્યો હતો.
-
WPL 2023, DC vs RCB Live Score: મેરિઝાન કેપ્પની બાઉન્ડરી
10મી ઓવરના બીજા બોલ પર કેપ્પે ચોગ્ગો ફટકાર્યો હતો.બેકફુટ પર જઈને પંચ કરીને પોઈન્ટ પાસે ચોગ્ગો મેળવ્યો હતો. ઓવરમાં 9 રન મેળવ્યા હતા.
-
WPL 2023, DC vs RCB Live Score: મેરિઝાન કેપ્પની બાઉન્ડરી
આશાએ ઓવરના ચોથા બોલ પર મોટી વિકેટ મેળવી હતી. ઓવરના અંતિમ બોલ પર મેરિઝાને ચોગ્ગો જમાવીને પોતાનુ ખાતુ ખોલ્યુ હતુ.
-
DC vs RCB Live Score, WPL 2023: લેનિંગે ગુમાવી વિકેટ
શોભના આશાએ મોટી સફળતા મેળવી છે. આશાએ મેગ લેનિંગની વિકેટ ઝડપી છે. બેંગ્લોરને માટે આ મોટી રાહત છે. આગળ આવીને ઓવર પિચ બોલ બનાવીને રમવા જતા સીધી જ હેથર નાઈટના હાથમાં લોંગ ઓન પર કેચ આપી દીધો હતો. 15 રન નોંધાવીને પરત ફરી હતી.
-
WPL 2023, DC vs RCB Live Score: જેમિમાએ બાઉન્ડરી ફટકારી
8મી ઓવર લઈને શ્રેયંકા પાટિલ આવી હતી. ઓવરના ત્રીજા બોલ પર લેનિંગે ચોગ્ગો ફટકાર્યો હતો. પુલ કરીને ડીપ સ્ક્વેર લેગ પર બાઉન્ડરી ફટકારી હતી.
-
WPL 2023, DC vs RCB Live Score: જેમિમાએ બાઉન્ડરી ફટકારી
આશા 7મી ઓવર લઈને આવી હતી. ઓવરના ત્રીજા બોલ પર જેમિમા રોડ્રિગ્ઝે ચોગ્ગો ફટકાર્યો હતો. બેક ફુટ પર જઈને શોર્ટ બોલને ડીપ બેકવર્ડ પર ફટકાર્યો હતો.
-
DC vs RCB Live Score, WPL 2023: એલિસ કેપ્સી આઉટ
પ્રીતિ બોઝે પાંચમી ઓવરમાં મહત્વની સફળતા મેળવી છે. ચોગ્ગા વાળી રમત રમી રહેલી એલિસ કેપ્સીને બોઝે સ્લોગ સ્વીપ રમવાના પ્રયાસમાં પેરીના હાથમાં કેટ ઝડપાઈ છે.
-
WPL 2023, DC vs RCB Live Score: કેપ્સીની બેક ટુ બેક બાઉન્ડરી
એલિસ કેપ્સી રંગમાં જોવા મળી રહી છે. તેણે પાંચમી ઓવરના પ્રથમ બંને બોલ પર ચોગ્ગા જમાવ્યા છે. ઓવરના ચોથા બોલે પણ ચોગ્ગો જમાવ્યો હચોય. ઓવર લઇને પ્રીતિ ઘોષ આવી હતી.
-
WPL 2023, DC vs RCB Live Score: કેપ્સીની ચોગ્ગા વાળી રમત
ત્રીજી ઓવરમાં ચાર રન આવ્યા હતા. પરંતુ ચોથી ઓવરમાં 13 રન દિલ્હીના ખાતામાં આવ્યા હતા. કેપ્સીએ રેણુકા સિંહ લઈને આવેલી આ ઓવરના બીજા, ત્રીજા અને પાંચંમાં બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
-
WPL 2023, DC vs RCB Live Score: કેપ્સીએ ચોગ્ગો જમાવ્યો
બીજી ઓવર લઈને રેણુકા સિંહ આવી હતી. ઓવરના પાંચમા બોલ પર મિડઓન પર કેપ્સીએ બાઉન્ડરી ફટકારી હતી. ઓવરમાં 6 રન દિલ્હીના ખાતામાં આવ્યા હતા.
-
WPL 2023, DC vs RCB Live Score: દિલ્હીની બેટિંગ શરુ, શેફાલી વર્માએ ગુમાવી વિકેટ
બેંગ્લોર તરફથી પ્રથમ ઓવર લઈને મેગન શુટ આવી હતી. તેણે ઓવરના બીજો બોલ મોટી વિકેટ હાંસલ કરી હતી. શેફાલી વર્મા શૂન્ય રને ક્લીન બોલ્ડ થઈને પરત ફરી છે.
-
WPL 2023, DC vs RCB Live Score: પેરીએ છગ્ગો જમાવ્યો
અંતિમ ઓવરના પ્રથમ બોલ પર એલિસ પેરીએ છગ્ગો જમાવ્યો હતો. બેંગ્લોરે 150 રનનો સ્કોર નિર્ધારીત ઓવરમાં નોંધાવ્યો હતો.
-
WPL 2023, DC vs RCB Live Score: રિચા ઘોષ આઉટ
16 બોલનો સામનો કરીને રીચા ઘોષે 37 રન ફટકાર્યા હતા. તેની રમતે ટીમના સ્કોર બોર્ડને ઝડપથી ફેરવ્યુ હતુ અને રાહત સર્જાઈ હતી. જોકે શિખાએ આરસીબીની રાહત દીલ્હીના પક્ષમાં કરી દીધી હતી.
-
DC vs RCB Live Score, WPL 2023: ઘોષ-પેરીની છગ્ગા વાળી
18મી ઓવરમાં વધુ બે છગ્ગા આવ્યા હતા. ઓવરના બીજા બોલ પર પેરીએ છગ્ગો ફટકાર્યો હતો. બાદમાં ચોથા બોલ પર ઘોષે ચોગ્ગો ફટકાર્યો હતો. પાંચમાં બોલે રિચાએ લોંગ ઓન પર છગ્ગો ફટકાર્યો હતો. ઓવર લઈને રાધા યાદવ આવી હતી.
-
DC vs RCB Live Score, WPL 2023: રિચાની ધમાલ, ઓવરમાં ત્રણ છગ્ગા
17મી ઓવર તારા નોરિસ લઈને આવી હતી. રિચા ઘોષે રમતનો ગીયર બદલ્યો છે. બેંગ્લોરનુ ધીમી સ્કોર બોર્ડ ઝડપથી ફરવા લાગ્યુ છે. રિચાએ ઓવરના પ્રથમ, ત્રીજા બોલે બે છગ્ગા ફટકાર્યા હતા.અંતિમ બોલ પર પેરીએ છગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 20 રન આવ્યા હતા.
-
WPL 2023, DC vs RCB Live Score: રિચા ઘોષે છગ્ગો જમાવ્યો
16મી ઓવર લઈને કેપ્સી આવી હતી. ઓવરના પ્રથમ બોલ પર ઘોષે ચોગ્ગો ફટકાર્યો હતો.ઓવરના ચોથા બોલ પર રિચાએ છગ્ગો જમાવ્ચો હતો. આ બોલ ફુલર હતો. જેની પર લોંગ ઓનમાં છગ્ગો જમાવ્યો હતો. ઓવરના અંતિમ બોલ પર ચોગ્ગો આવતા બેંગ્લોર માટે સારી ઓવર નિવડી હતી.
-
WPL 2023, DC vs RCB Live Score: પેરીએ છગ્ગો ફટકાર્યો
શિખા પાંડે 15મી ઓવર લઈને આવી હતી. ઓવરના પ્રથમ બોલ પર જ એલિસ પેરીએ ચોગ્ગો ફટકાર્યો હતો. પાંડેના બોલ પર સ્ટેપ આઉટ કરી મિડલ વિકેટ પર પુલ કરી દઈ બાઉન્ડરી મેળવી હતી. ઓવરના અંતિમ બોલ પર છગ્ગો પેરીએ જમાવ્યો હતો.
-
WPL 2023, DC vs RCB Live Score: નાઈટે ગુમાવી વિકેટ
તારા નોરીસે 13 મીઓવરમાં મહત્વની વિકેટ ઝડપી છે. હિથર નાઈટને શિખા પાંડેના હાથમાં કેચ ઝડપાવી હતી. નાઈટ 11 રન નોંધાવીને પરત ફરી હતી.
-
WPL 2023, DC vs RCB Live Score: હેથર નાઈટે ચોગ્ગો જમાવ્યો
રાધા યાદવની ઓવરમાં હેથર નાઈટે શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો. તેમે રિવર્સ સ્વીપ કરીને થર્ડમેનની દીશામાં ચોગ્ગો ફટકાર્યો હતો.
-
WPL 2023, DC vs RCB Live Score: પેરીએ ચોગ્ગો ફટકાર્યો
10મી ઓવર લઈને જોનાસન આવી હતી. ઓવરના પાંચમાં બોલે ચોગ્ગો ફટકાર્યો હતો. ગેપ શોધીને પેરીએ ચોગ્ગો બેકફુટ પર શોટ રમીને મેળવ્યો હતો.
-
WPL 2023, DC vs RCB Live Score: સોફી ડિવાઈન આઉટ
8મી ઓવરમાં માત્ર 2 રન નિકળ્યા બાદ બેંગ્લોર પર દબાણની સ્થિતી વધતી જઈ રહી હતી. આ દરમિયાન 9મી ઓવરમાં શિખા પાંડેએ ઓપનર સોફી ડિવાઈનની વિકેટ ઝડપી હતી.શિખાએ બોલ્ડ કરી દીધી હતી. સોફીએ 21 રન નોંધાવ્યા હતા.
-
WPL 2023, DC vs RCB Live Score: એલિસ પેરીએ ચોગ્ગો જમાવ્યો
7મી ઓવર લઈને રાધા યાદવ આવી હતી. ઓવરના ત્રીજા બોલ પર એલિસ પેરીએ ચોગ્ગો ફટકાર્યો હતો. બેકફુટ પર જઈને શોર્ટ બોલને કવર તરફ ફટકારીને ચાર રન મેળવ્યા હતા.
-
DC vs RCB Live Score, WPL 2023: પાવર પ્લેમાં બેંગ્લોરનો સ્કોર 29/1
મંધાનાની વિકેટ બાદ બેંગ્લોરની રનની ગતિ વધુ ધીમી પડી છે. જોકે આમ પણ રમત ધીમી જ હતી પરંતુ હવે વધુ ધીમી થઈ રહી છે. પાવર પ્લેમાં બેંગ્લોરની ટીમે 1 વિકેટ ગુમાવીને 29 રન નોંધાવ્યા હતા. મંધાનાની વિકેટ સસ્તામાં ગુમાવી હતી.
-
WPL 2023, DC vs RCB Live Score: સ્મૃતિ મંધાના આઉટ
કમાલ કરી દીધો શિખા પાંડેએ. મેચમાં પોતાના પ્રથમ બોલ પર બેંગ્લોરની કેપ્ટનની ઈનીંગનો અંતિમ બોલ બનાવી દીધો. મંધાનાએ ખરાબ ટાઈમીંગ સાથે શોટ લગાવતા જેમિમાના હાથમાં કેચ ઝડપાઈ હતી. માત્ર 8 રન નોંધાવી મંધાના પરત ફરી
-
DC vs RCB Live Score, WPL 2023: ડિવાઈનની બાઉન્ડરી
ચોથી ઓવર લઈને કેપ્સી આવી હતી. ઓવરના ત્રીજા બોલ પર શક્તિશાળી શોટ વાઈડ મિડ ઓફ તરફ ફટકાર્યો હતો. ઓવરમાં 7 રન બેંગ્લોરના ખાતામા આવ્યા હતા.
-
DC vs RCB Live Score, WPL 2023: મંધાનાએ ચોગ્ગો જમાવ્યો
ત્રીજી ઓવર લઈને મેરિઝાન કેપ્પ આવી હતી. જેની ઓવરમાં બેંગ્લોરે 10 રન મેળવ્યા હતા. સ્મૃતિ મંધાના એ ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો જમાવ્યો હતો. એક્સ્ટ્રા કવર તરફ શાનદાર ડ્રાઈવ મંધાનાએ જમાવી હતી. મંધાનાની આ પ્રથમ બાઉન્ડરી ઈનીંગમાં હતીય ઓવરના બીજા બોલે ડિવાઈને જોરથી કટ લગાવીને કવર પોઈન્ટમાં બાઉન્ડરી મેળવી હતી.
-
WPL 2023, DC vs RCB Live Score: ડિવાઈને ચોગ્ગો ફટકાર્યો
બીજી ઓવર લઈને કેપ્સી આવી હતી. ઓવરના પ્રથમ બોલ પર સોફી ડિવાઈને ચોગ્ગો ફટકાર્યો હતો. બેકફુટ પર જઈને પોઈન્ટની પાસેથી ચોગ્ગો ફટકાર્યો હતો. આ સાથે જ બેંગ્લોરની ટીમનુ ખાતુ ખુલ્યુ હતુ.
-
WPL 2023, DC vs RCB Live Score: બેંગ્લોરની બેટિંગ શરુ, પ્રથમ ઓવર મેડન
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સ્મૃતિ મંધાના અને સોફી ડિવાઈનની ઓપનીંગ જોડી ક્રિઝ પર આવી પહોંચી છે. મેચની પ્રથમ ઓવર મેરિઝાન કેપ્પ લઈને આવી છે. પ્રથમ ઓવરમાં એક પણ રન મેરિઝાને આપ્યો નહોતો. આમ મેડન ઓવર કરી હતી.
-
WPL 2023, DC vs RCB Live Score: બેંગ્લોરની Playing 11
આરસીબીની ખેલાડી કણિકા બિમાર છે. કસાટ, મેગન શુટ અને પ્રીતિ ટીમમાં પરત ફરી છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ સ્મૃતિ મંધાના (કેપ્ટન), સોફી ડિવાઇન, એલિસ પેરી, હીથર નાઈટ, રિચા ઘોષ (વિકેટકીપર), શ્રેયંકા પાટિલ, દિશા કસાટ, મેગન શુટ, આશા શોબાના, રેણુકા ઠાકુર સિંહ, પ્રીતિ બોઝ
DC have won the toss, and we’ll be batting first. 🏏
🗣️ Captain Smriti: “the change of venue has brought some freshness, and hopefully change of fortunes.”
4️⃣ changes in our XI: Megan 🔁 Erin Preeti 🔁 Sahana Disha 🔁 Kanika Asha 🔁 Komal#PlayBold #DCvRCB @KajariaCeramic pic.twitter.com/z4JBTjk2GA
— Royal Challengers Bangalore (@RCBTweets) March 13, 2023
-
WPL 2023, DC vs RCB Live Score: દિલ્હીની Playing 11
દિલ્હી કેપિટલ્સની ટીમમાં આજે બે ફેરફાર કરવામાં આવ્યા છે. એલિસ કેપ્સી અને અરુંધતી રેડ્ડી ટીમમાં પરત ફરી છે. લૌરા હેરીસ અને મીનુ મણી આજે બેન્ચ પર બેસશે.
દિલ્હી કેપિટલ્સ: મેગ લેનિંગ (કેપ્ટન), શફાલી વર્મા, મેરિઝાન કેપ, જેમિમાહ રોડ્રિગ્સ, એલિસ કેપ્સી, જેસ જોન્સન, તાનિયા ભાટિયા, અરુંધતી રેડ્ડી, શિખા પાંડે, રાધા યાદવ, તારા નોરિસ
2⃣ changes to our playing XI against RCB!
Let’s make this happen, girls ❤💙#YehHaiNayiDilli #CapitalsUniverse #DCvRCB #TATAWPL @sportsbuzz_11 pic.twitter.com/oCLs7CqkSw
— Delhi Capitals (@DelhiCapitals) March 13, 2023
-
DC vs RCB Live Score: દિલ્હીએ ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી છે. આમ બેંગ્લોરની ટીમ પ્રથમ બેટિંગ કરશે. બેંગ્લોર માટે હવે કરો યા મરોની સ્થિતીએ રમત દર્શાવવી જરુરી છે.
🚨 Toss Update 🚨@DelhiCapitals win the toss and elect to bowl first against @RCBTweets.
Follow the match ▶️ https://t.co/E13BL45tYr #TATAWPL | #DCvRCB pic.twitter.com/2K5Y80czLw
— Women’s Premier League (WPL) (@wplt20) March 13, 2023
Published On - Mar 13,2023 7:01 PM