DC vs PBKS Live Score, IPL 2022 : પંજાબની કંગાળ રમત, PBKS 17 રને હાર્યુ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2022 | 11:38 PM

Punjab Kings vs Delhi Capitals Live Score in In Gujarati: આ બંને ટીમો વચ્ચે આ સિઝનની આ બીજી મેચ છે. અગાઉ રમાયેલી મેચમાં દિલ્હીનો વિજય થયો હતો.

DC vs PBKS Live Score, IPL 2022 : પંજાબની કંગાળ રમત, PBKS 17 રને હાર્યુ
DC vs PBKS: ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ટક્કર થઈ રહી છે

PBKS vs DC, IPL 2022: IPL-2022 માં, પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો આજે નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં સામસામે છે. આ બંને ટીમો આ સિઝનમાં પ્લેઓફની રેસમાં છે અને તેથી જ આ મેચ બંને માટે મહત્વપૂર્ણ છે. છ જીત અને છ હાર બાદ દિલ્હીના 12 મેચમાં 12 પોઈન્ટ છે. જો તે આ મેચમાં હારી જશે તો તે વધુમાં વધુ 14 પોઈન્ટ સુધી પહોંચવામાં સફળ રહેશે, તો પ્લેઓફમાં જવાનો રસ્તો અન્ય ટીમો પર નિર્ભર રહેશે. બીજી તરફ જો પંજાબની વાત કરીએ તો આ ટીમની સ્થિતિ પણ દિલ્હી જેવી જ છે, પરંતુ નેટ રન રેટના મામલે પંજાબ દિલ્હીથી પાછળ છે.

DC vs PBKS Playing XI

દિલ્હી કેપિટલ્સ: ઋષભ પંત (કેપ્ટન-વિકેટકીપર), ડેવિડ વોર્નર, સરફરાઝ ખાન, મિશેલ માર્શ, રોવમેન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ, એનરિક નોરખિયા.

પંજાબ કિંગ્સ: મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, જોની બેરસ્ટો, ભાનુકા રાજપક્ષે, લિયામ લિવિંગ્સ્ટન, જીતેશ શર્મા (વિકેટકીપર), ઋષિ ધવન, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 16 May 2022 11:11 PM (IST)

    Punjab vs Delhi: રબાડા આઉટ

    કાગિસો રબાડા છગ્ગો ફટકાર્યાના આગળના બોલ પર જ શાર્દૂલનો શિકાર થઈ ગયો હતો. તે રોવમેન પોવેલના હાથમાં કેચ ઝડપાયો હતો.

  • 16 May 2022 11:10 PM (IST)

    Punjab vs Delhi: રબાડાની સિક્સર

    રબાડાએ 18મી ઓવરના પાંચમા બોલ પર 84 મીટરનો લાંબો મીડ વિકેટ પર ચોગ્ગો ફટકાર્યો હતો

  • 16 May 2022 11:08 PM (IST)

    Punjab vs Delhi: જિતેશ શર્માની વિકેટ સાથે પંજાબ ફરી મુશ્કેલીમાં

    શાર્દુલ ઠાકુરે જિતેશ શર્માની મહત્વની વિકેટ ઝડપી હતી. તે વિકેટ મેચનુ પાસુ પલટનાર બેટ્સમેનની માની શકાય. તેણે 44 રન બનાવ્યા હતા.

  • 16 May 2022 11:07 PM (IST)

    Punjab vs Delhi: રાહુલ ચાહરની સિક્સર

    રાહુલ ચાહરે પણ એક ચોગ્ગો અને છગ્ગો જમાવી દીધો છે. 17મી ઓવરના ચોથા બોલ પહેલા ચોગ્ગો અને બાદમાં પાંચમા બોલને છગ્ગા માટે ફટકારી દીધો હતો. ઓવરમાંથી 12 રન મળ્યા હતા.

  • 16 May 2022 11:06 PM (IST)

    Punjab vs Delhi: જીતેશે સિક્સ ફટકારી

    જીતેશે 16મી ઓવરના બીજા બોલમાં શાનદાર સિક્સર ફટકારી હતી. ઠાકુરની બોલ લેન્થ બોલ હતી અને તેને જીતેશે આસાનીથી લોંગ ઓન પર છ રનમાં મોકલી દીધો હતો.

  • 16 May 2022 10:52 PM (IST)

    Punjab vs Delhi: જીતેશે સિક્સ ફટકારી

    જીતેશે શાનદાર સિક્સ ફટકારી. 15મી ઓવર ફેંકી રહેલા ખલીલ અહેમદે ચોથો બોલ બાઉન્સર નાખ્યો અને તેના પર જિતેશે જોરદાર શોટ રમતા બોલને છ રનમાં ડીપ સ્ક્વેર લેગમાં મોકલી દીધો.

  • 16 May 2022 10:50 PM (IST)

    Punjab vs Delhi: ઋષિ ધવન આઉટ

    ઋષિ ધવન આઉટ અને આ સાથે પંજાબની પાંચમી વિકેટ પડી છે. 13મી ઓવરના ચોથા બોલ પર અક્ષર પટેલે તેને આઉટ કર્યો હતો. ધવને સ્વીપ રમવા માંગતો હતો પરંતુ ઉતાવળમાં બેસી ગયો અને બોલ્ડ થયો.

  • 16 May 2022 10:32 PM (IST)

    Punjab vs Delhi: જીતેશના ચાર રન

    12મી ઓવરના ત્રીજા બોલ પર જીતેશે ચોગ્ગો ફટકાર્યો. કુલદીપે બોલ ફેંક્યો અને જીતેશે તેના માથા પર થઇને ફટકાર્યો. લોંગ ઓન પર ઉભેલા રોવમેન પોવેલને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ચારને રોકી શક્યો નહીં.

  • 16 May 2022 10:32 PM (IST)

    Punjab vs Delhi: ઋષિ ધવનનો કેચ છૂટ્યો

    10મી ઓવરના ચોથા બોલ પર ઋષિ ધવનનો કેચ ચુકી ગયો હતો. ધવને કુલદીપનો બોલ કવર્સ પર રમ્યો હતો પરંતુ વોર્નર તેની જમણી તરફ ડાઇવ કરીને પણ આ કેચ પકડી શક્યો નહોતો.

  • 16 May 2022 10:29 PM (IST)

    Punjab vs Delhi: કુલદીપ તરફથી શાનદાર બોલ, હરપ્રીત બોલ્ડ

    નવમી ઓવર ફેંકી રહેલા કુલદીપે ત્રીજા બોલ પર હરપ્રીત બ્રારને આઉટ કરતા પંજાબની છઠ્ઠી વિકેટ પડી હતી. કુલદીપે આ બોલને ઉપર ફેંક્યો, જેને હરપ્રીત વાંચી ન શક્યો અને બોલ તેના બેટ-પેડની વચ્ચેથી બહાર આવીને સ્ટમ્પ સાથે અથડાયો.

  • 16 May 2022 10:17 PM (IST)

    Punjab vs Delhi: લિવિંગસ્ટોન આઉટ

    કુલદીપ યાદવે 8મી ઓવરમાં લિયામ લિવિંગસ્ટોનની વિકેટ ઝડપી હતી. લિવિંગસ્ટોન 3 રન નોંધાવીને જ પરત ફર્યો હતો.

  • 16 May 2022 10:12 PM (IST)

    Punjab vs Delhi: મયંક અગ્રવાલ શૂન્ય પર આઉટ

    પંજાબનો કેપ્ટન મયંક અગ્રવાલ પણ આઉટ. સાતમી ઓવર ફેંકતા અક્ષર પટેલનો ત્રીજો બોલ ઉપર અને સીધો હતો, પરંતુ મયંક મૂંઝવણમાં હતો કે આગળ જવું કે પાછળ જવું અને આ મૂંઝવણમાં તે સીધો જ બોલ્ડ થઈ ગયો હતો.

  • 16 May 2022 10:11 PM (IST)

    Punjab vs Delhi: પાવરપ્લે સમાપ્ત

    પાવરપ્લે સમાપ્ત. દિલ્હીએ આ પાવરપ્લેમાં તાકાત બતાવી અને પંજાબની ત્રણ મોટી વિકેટ પોતાના નામે કરી. પંજાબે પણ 54 રન બનાવ્યા હતા.

  • 16 May 2022 10:08 PM (IST)

    Punjab vs Delhi: શિખર ધવન આઉટ

    ઠાકુરે છઠ્ઠી ઓવરના છેલ્લા બોલ પર શિખર ધવનને પણ આઉટ કર્યો હતો. ઠાકુરના આ બોલે એક વધારે ઉછાળ લીધો જેના પર ધવન થાપ ખાઈ ગયો અને બોલ તેના બેટને સ્પર્શીને પંતના ગ્લોવ્સમાં પહોંચી ગયો હતો.

  • 16 May 2022 10:07 PM (IST)

    Punjab vs Delhi: પંજાબને બીજો ઝટકો

    પંજાબને વધુ એક ઝટકો લાગ્યો છે. ભાનુકા રાજપક્ષે આઉટ થયો છે. છઠ્ઠી ઓવર નાંખી રહેલા ઠાકુરે ચોથો બોલ થોડો શોર્ટ નાખ્યો, જેના પર રાજપક્ષેએ પુલ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના બેટની કિનારી લઈને પોઈન્ટમાં ઉભેલા નોરખિયાના હાથમાં ગયો.

  • 16 May 2022 10:06 PM (IST)

    Punjab vs Delhi: ધવનની બાઉન્ડરી

    ધવને શાર્દુલ ઠાકુરને ચોગ્ગા સાથે આવકાર્યો. છઠ્ઠી ઓવરનો પહેલો બોલ ઠાકુરે ઑફ-સ્ટમ્પ પર શૉર્ટ ફેંક્યો હતો અને ધવને તેને ચાર રન પર શૉર્ટ થર્ડમેન પર મોકલ્યો હતો.

  • 16 May 2022 10:04 PM (IST)

    Punjab vs Delhi: લલિત રન આઉટ કરવાથી ચૂકી ગયો

    લલિત યાદવ પાંચમી ઓવરના ચોથા બોલ પર રન આઉટ કરવાનું ચૂકી ગયો. ધવને મિડ-ઓન પર તેનો બોલ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ તેની ડાબી તરફ દોડી રહેલા લલિતે ડાઈવ મારીને બોલને પકડી લીધો. અહીં ધવન સ્ટ્રાઈકર છેડે ક્રીઝની બહાર હતો અને ભાનુકા રાજપક્ષે પણ નોન-સ્ટ્રાઈકર છેડાની બહાર હતો. પરંતુ લલિતે બરાબર બોલને ફેંકવાને બદલે તેણે ઉતાવળમાં બોલ બીજે ફેંકી દીધો.

  • 16 May 2022 10:04 PM (IST)

    Punjab vs Delhi: ધવનના ચાર રન

    લલિત યાદવે પાંચમી ઓવરનો બીજો બોલ ખૂબ જ ટૂંકો ફેંક્યો હતો. ધવને આ તક જવા ન દીધી અને પુલ કરતી વખતે બોલને બાઉન્ડ્રી લાઇનની પાર મિડવિકેટ પર મોકલી દીધો.

  • 16 May 2022 10:03 PM (IST)

    Punjab vs Delhi: ધવન બચી ગયો

    દિલ્હીએ પાંચમી ઓવરના પહેલા જ બોલ પર શિખર ધવન સામે રિવ્યુ લીધો હતો. ધવન લલિત યાદવના બોલને પાછળના પગ પર રમવા માંગતો હતો પરંતુ તે ચૂકી ગયો અને બોલ પેડ સાથે અથડાયો. દિલ્હીએ ખૂબ જ જોરથી અપીલ કરી પરંતુ અમ્પાયરે આઉટ ન આપ્યો. પંતે રિવ્યુ લીધો પરંતુ આમાં અમ્પાયરનો નિર્ણય આવ્યો અને દિલ્હી નિરાશ થઈ ગયું.

  • 16 May 2022 09:53 PM (IST)

    Punjab vs Delhi: બેયરિસ્ટો આઉટ

    બેયરિસ્ટો ચોથી ઓવરના પાંચમા બોલ પર આઉટ થયો હતો. નોરખિયાએ આ બોલ શોર્ટ નાખ્યો અને બેયરિસ્ટોએ પુલ કર્યો. પરંતુ બોલ સીધો ડીપ મિડવિકેટ પર ઉભેલા ફિલ્ડર અક્ષર પટેલના હાથમાં ગયો.

    બેયરસ્ટો - 28 રન, 15 બોલમાં 4x4 1x6

  • 16 May 2022 09:51 PM (IST)

    Punjab vs Delhi: બેરિસ્ટોની બાઉન્ડરી

    બેયરિસ્ટો પોતાના રંગમાં છે અને સતત ચોગ્ગા અને છગ્ગા ફટકારી રહ્યો છે. ચોથી ઓવરના પહેલા બોલ પર તેણે નોરખિયા પર ચોગ્ગો ફટકાર્યો. નોરખિયાની બોલ પર બેયરિસ્ટોએ લેગ-સ્ટમ્પ પર ચાર રન બનાવ્યા હતા.

  • 16 May 2022 09:50 PM (IST)

    Punjab vs Delhi: ધવને ઓવરનો અંત ફોર સાથે કર્યો

    શિખર ધવને ત્રીજી ઓવરનો અંત ફોર સાથે કર્યો. ખલીલે તેને મિડલ સ્ટમ્પ પર ઊંચો ફેંક્યો અને ધવને તેને ચાર રન માટે મિડ-ઓનની નજીક મોકલ્યો.

  • 16 May 2022 09:49 PM (IST)

    Punjab vs Delhi: ખલીલનુ સ્વાગત છગ્ગા વડે

    ત્રીજી ઓવર લાવનાર ખલીલ અહેમદના પહેલા જ બોલ પર બેયરિસ્ટોએ સિક્સર ફટકારી હતી. બેયરિસ્ટોએ ખલીલની ઓવર અને ઓફ-સ્ટમ્પ બોલને ક્રોસ બેટ વડે મિડવિકેટ પર સિક્સર ફટકારી હતી.

  • 16 May 2022 09:48 PM (IST)

    Punjab vs Delhi: બેયરિસ્ટો તરફથી વધુ ચાર રન

    બીજી ઓવરના બીજા બોલ પર બેયરિસ્ટોએ બીજો ચોગ્ગો ફટકાર્યો. એનરિક નોરખિયાએ બોલને શોર્ટ ઓફ લેન્થ ફેંક્યો અને બેયરિસ્ટોએ ઝડપથી લેન્થ સમજીને બોલને ડીપ સ્ક્વેર લેગ પાસે ચાર રનમાટે મોકલ્યો હતો.

  • 16 May 2022 09:46 PM (IST)

    Punjab vs Delhi: ખલીલ તરફથી સારી ઓવર

    ખલીલે પ્રથમ ઓવર શાનદાર રીતે ફેંકી હતી. તેણે આ ઓવરમાં કુલ છ રન આપ્યા હતા. આ ઓવરમાં તેણે માત્ર એક જ બાઉન્ડ્રી સહન કરી હતી. બીજા બોલ પર ચોગ્ગો ફટકારીને તેણે સારી વાપસી કરી હતી.

  • 16 May 2022 09:35 PM (IST)

    Punjab vs Delhi: બેરસ્ટોની બાઉન્ડરી

    બેયરસ્ટોએ પ્રથમ ઓવરના બીજા બોલ પર ચોગ્ગો મોકલ્યો. ખલીલનો બોલ ઓફ-સ્ટમ્પની બહાર હતો અને તેને બેયરિસ્ટો ઓવર કવર દ્વારા ચાર રન માટે મોકલ્યો હતો.

  • 16 May 2022 09:34 PM (IST)

    Punjab vs Delhi: પંજાબની ઇનિંગ્સ શરૂ

    પંજાબની ઈનિંગ્સ શરૂ થઈ ગઈ છે. જોની બેરસ્ટો અને શિખર ધવન ઇનિંગ્સની શરૂઆત કરવા આવ્યા છે. તેની સામે ખલીલ અહેમદ બોલીંગ કરી રહ્યો છે.

  • 16 May 2022 09:15 PM (IST)

    Punjab vs Delhi: પંજાબને 160 રનનો ટાર્ગેટ

    પંજાબે દિલ્હીને 159 રન પર રોકી દીધું હતું. દિલ્હી તરફથી મિચેલ માર્શે સૌથી વધુ રન બનાવ્યા હતા. માર્શે 63 રન બનાવ્યા હતા. લલિત યાદવે 24 અને સરફરાઝે 32 રનનું યોગદાન આપ્યું હતું. પંજાબ તરફથી લિવિંગસ્ટન અને અર્શદીપે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.

  • 16 May 2022 09:14 PM (IST)

    Punjab vs Delhi: ઠાકુર આઉટ

    શાર્દુલ ઠાકુર આઉટ. છેલ્લી ઓવરના ત્રીજા બોલ પર તેણે લોગ ઓન કરતાં અર્શદીપને છ રન ફટકારવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ સીધો હરપ્રીત બ્રારના હાથમાં ગયો.

  • 16 May 2022 09:13 PM (IST)

    Punjab vs Delhi: મિશેલ માર્શ આઉટ

    મિશેલ માર્શ આઉટ થયો છે. માર્શે રબાડાના બીજા બોલને ફટકારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બોલને બેટ પર યોગ્ય રીતે લઈ શક્યો નહીં અને બોલ મિડવિકેટના હાથમાં ગયો જ્યાં ઋશી ધવને તેનો શાનદાર કેચ લીધો.

  • 16 May 2022 09:03 PM (IST)

    Punjab vs Delhi: માર્શનો કેચ ડ્રોપ થયો

    માર્શનો કેચ ચૂકી ગયો. શિખર ધવને 18મી ઓવરના પાંચમા બોલ પર તેનો કેચ છોડ્યો હતો. અર્શદીપનો બોલ માર્શે લોગ ઓફ પર રમ્યો હતો અને ધવને ભાગીને કેચ લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ધવને શરુઆતમાં વિલંબ કર્યો હતો અને તે બોલ સુધી પહોંચી શક્યો નહોતો. બોલ ચાર રન માટે ગયો હતો.

  • 16 May 2022 09:00 PM (IST)

    Punjab vs Delhi: અર્શદીપનું ચોગ્ગાથી સ્વાગત કર્યુ હતુ

    અર્શદીપે 18મી ઓવર લાવી અને મિશેલ માર્શે પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો. આ બોલ લેગ-સ્ટમ્પ પર શોર્ટ હતો, જેને માર્શે ફાઇન લેગ પર ખેંચ્યો અને ચાર રન લીધા.

  • 16 May 2022 08:59 PM (IST)

    Punjab vs Delhi: માર્શની અડધી સદી પૂરી

    17મી ઓવરના ચોથા બોલ પર મિશેલ માર્શે ચોગ્ગો ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી છે. માર્શની આ સિઝનની બીજી અડધી સદી છે. હરપ્રીતની ઓવર ચોગ્ગા સાથે પૂરી થઈ. અક્ષર પટેલે આ ચોગ્ગો ફટકાર્યો છે.

  • 16 May 2022 08:51 PM (IST)

    PBKS vs DC, IPL 2022: અક્ષર પટેલે ચોગ્ગો ફટકાર્યો

    અક્ષર પટેલે 16મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. લિવિંગ્સ્ટને ઑફ-સ્ટમ્પ પર બોલને પૂર્ણ લેન્થ આપી, જેને પટેલે ડ્રાઇવ કરીને ડીપ કવરમાંથી ચાર રન મોકલ્યા. આ ચોગ્ગો 20 બોલ પછી આવ્યો છે.

  • 16 May 2022 08:40 PM (IST)

    PBKS vs DC, IPL 2022: પોવેલ સસ્તામાં પરત ફર્યો

    લિયામલિવિંગ સ્ટોને આજે ધાક જમાવી દીધી છે. તેણે ત્રીજી વિકેટ પોતાના નામે કરી લીધી છે. રોવમેન પોવેલને તેણે સસ્તામાં જ પરત કરી દીધો હતો. શિખર ધવનના હાથમાં કેચ ઝડપાયો હતો.

  • 16 May 2022 08:34 PM (IST)

    PBKS vs DC, IPL 2022: ઋષભ પંત આઉટ

    લિયામલિવિંગ સ્ટોને છગ્ગાનો માર ખાધા બાદ આગળના બોલે જ પંતને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો. લિયામલિવિંગ સ્ટોને ચતુરાઈપૂર્વક બોલ નાંખ્યો હતો અને જિતેશ શર્માઆ ચતુરાઈને પામી જઈને શોટ ફટકારવા આગળ ગયેલા પંતને સ્ટંમ્પિગ કરી આઉટ કરી હતો.

  • 16 May 2022 08:33 PM (IST)

    PBKS vs DC, IPL 2022: ઋષભ પંતે જમાવી દીધો છગ્ગો

    12મીઓ ઓવર લઈને લિયામલિવિંગ સ્ટોન આવ્યો છે. ઓવરના પાંચમાં બોલમાં પંત સ્ટ્રાઈક પર હતો અને તેણે લોંગ ઓન પર વિશાળ છગ્ગો ફટકાર્યો હતો.

  • 16 May 2022 08:27 PM (IST)

    PBKS vs DC, IPL 2022: લલિત યાદવ આઉટ

    અર્શદીપે ભલે છગ્ગો સહન કર્યો પરંતુ આક્રમક અંદાજ અપનાવાનો પ્રયાસ કરી રહેલા લલિત યાદવની વિકેટ તેણે ઝડપી હતી. તે રાજપક્ષેના હાથમાં કેચ ઝડપાયો હતો. 24 રન તેણે 21 બોલમાં કર્યા હતા.

  • 16 May 2022 08:26 PM (IST)

    PBKS vs DC, IPL 2022: મિશેલ માર્શે છગ્ગો ફટકાર્યો

    મિશલ માર્શે 11મી ઓવરના ત્રીજા બોલને બાઉન્ડરીની પાર હવાઈ માર્ગે મોકલ્યો હતો. અર્શદીપ આ ઓવર લઈને આવ્યો હતો અને તેના બોલ પર લોંગ ઓન પર છગ્ગો જમાવી દીધો હતો.

  • 16 May 2022 08:24 PM (IST)

    PBKS vs DC, IPL 2022: હરપ્રીતની કસીને બોલીંગ

    હરપ્રીત બ્રાર 10મી ઓવર લઈને આવ્યો હતો. તેણે ઓવરનો પ્રથમ અને અંતિમ બોલ કોઈ પણ રન વિના પસાર કરવામાં સફળ રહ્યો હતો. જોકે તેણે ઓવરમાં ચાર સિંગલ રન આપ્યા હતા. આમ તેણે કોઈ જ મોટો શોટ રમવા માટે બેટ્સમેનોને છૂટ આપી નહોતી.

  • 16 May 2022 08:21 PM (IST)

    PBKS vs DC, IPL 2022: લલિતએ શાનદાર સિક્સ જમાવી

    લલિત યાદવે નવમી ઓવરના બીજા બોલમાં શાનદાર સિક્સર ફટકારી હતી. રાહુલે મિડલ સ્ટમ્પ પર બોલ માર્યો, જેને લલિતે સ્વીપ ગેમ મિડવિકેટ પર છ રનમાં મોકલ દીધો હતો. ઓવરમાં 8 રન આવ્યા હતા

  • 16 May 2022 08:08 PM (IST)

    PBKS vs DC, IPL 2022: મિશેલ માર્શે ચોગ્ગો ફટકાર્યો

    7મી ઓવર લઈને રાહુલ ચાહર આવ્યો હતો. તેણે પણ દિલ્હી પર દબાણ સર્જવા માટેનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મિશેલ માર્શે ઓવરના ચોથા બોલ પર બાઉન્ડરી ફટકારી હતી. ઓવરમાં 8 રન આવ્યા હતા.

  • 16 May 2022 08:02 PM (IST)

    PBKS vs DC, IPL 2022: લલિતની બાઉન્ડરી

    કાગિસો રબાડા પાવર પ્લેની અંતિમ ઓવર લઈને આવ્યો હતો. ઓવરમાં તેણે માત્ર 6 રન જ આપ્યા હતા. જોકે આ દરમિયાન લલિત યાદવે પાંચમા બોલ પર બાઉન્ડરી ફટકારી હતી.

  • 16 May 2022 08:00 PM (IST)

    PBKS vs DC, IPL 2022: લલિત યાદવને જીવતદાન, નો બોલ પર કેચ ઝડપાયો

    સરફરાઝે પાંચમી ઓવરના છેલ્લા બોલ પર લલિત યાદવને આઉટ કર્યો હતો. જોની બેયરસ્ટોએ તેનો શાનદાર કેચ લીધો હતો. પંજાબની ટીમ જ્યારે જશ્ન મનાવી રહી હતી ત્યારે હૂટર વાગ્યું એટલે કે બોલ નો બોલ છે અને આ રીતે લલિત યાદવ આઉટ થતા બચી ગયો.

  • 16 May 2022 07:54 PM (IST)

    PBKS vs DC, IPL 2022: સરફરાઝ ખાન આઉટ

    સરફરાઝ પાંચમી ઓવરના પાંચમા બોલ પર આઉટ થયો હતો. અર્શદીપના બોલ પર સરફરાઝે મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ વખતે રાહુલ ચહરે કેચ લેવામાં કોઈ ભૂલ કરી ન હતી.

    સરફરાઝ - 32 રન, 16 બોલમાં 5x4 1x6

  • 16 May 2022 07:54 PM (IST)

    PBKS vs DC, IPL 2022: અર્શદીપનું ચોગ્ગાથી સ્વાગત કરવામાં આવ્યું હતું

    સરફરાઝે પાંચમી ઓવર લાવનાર અર્શદીપના પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. બોલ ફુલ ટોસ હતો, જેને સરફરાઝે ફટકાર્યો અને મિડવિકેટ પર ફોર માટે મોકલ્યો.

  • 16 May 2022 07:45 PM (IST)

    PBKS vs DC, IPL 2022: સરફરાઝ ખાનની બાઉન્ડરી

    સરફરાઝે ચોથી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. સરફરાઝે સ્ટ્રીટ એન્ડ પોઈન્ટની વચ્ચેથી ચાર રન માટે ઋષિ ધવનના ઓફ-સ્ટમ્પની બહાર બોલ મોકલ્યો હતો. ચોથા બોલ પર પણ સરફરાઝે તેના માથા પર સ્કૂપ રમી ચાર રન લીધા હતા.

  • 16 May 2022 07:43 PM (IST)

    PBKS vs DC, IPL 2022: સરફરાઝ ખાને હરપ્રીતની ધોલાઈ કરી

    ત્રીજી ઓવર લઈને હરપ્રીત બ્રાર આવ્યો હતો. સરફરાઝ ખાન તેની સામે હતો અને તેણે ઓવરમાં ચોથા બોલ પર એક છગ્ગો જમાવી દીધો હતો અને બાકીના પાંચમાં અને છઠ્ઠા બોલ પર બે સળંગ ચોગ્ગા ફટકાર્યા હતા. આમ વધુ એક ઓવરમાં 15 રન મળ્યા હતા.

  • 16 May 2022 07:42 PM (IST)

    PBKS vs DC, IPL 2022: માર્શે સળંગ 2 છગ્ગા જમાવ્યા

    બીજી ઓવરના બીજા બોલ પર મિચેલ માર્શે કાગિસો રબાડા પર સિક્સર ફટકારી હતી. રબાડાએ બોલને ઉપર ફેંક્યો અને માર્શે છ રન માટે સીધો શોટ રમ્યો. આ પછી બીજા જ બોલ પર માર્શે બીજો છગ્ગો પણ ફટકારી. આ વખતે તેણે કાંડાની શક્તિ બતાવી અને લોંગ ઓન પર સિક્સર ફટકારી હતી. ઓવરમાં 15 રન મળ્યા હતા.

  • 16 May 2022 07:41 PM (IST)

    PBKS vs DC, IPL 2022: લિવિંગસ્ટન તરફથી સારી ઓવર

    પંજાબ માટે પ્રથમ ઓવર ફેંકનાર લિવિંગસ્ટને સારી બોલિંગ કરી છે. તેણે મેચના પહેલા જ બોલ પર વોર્નરને આઉટ કર્યો અને રન પણ રોક્યા. આ ઓવરમાં પાંચ રન આવ્યા.

  • 16 May 2022 07:37 PM (IST)

    PBKS vs DC, IPL 2022: દિલ્હીને પ્રથમ બોલે જ લાગ્યો મોટો ઝટકો

    દિલ્હીને પહેલા જ બોલ પર ઝટકો લાગ્યો છે. ડેવિડ વોર્નર આઉટ થયો છે. વોર્નરે લિવિંગસ્ટનની બહાર બોલ રમ્યો પરંતુ બોલ સીધો પોઈન્ટ પર ઉભેલા ફિલ્ડર રાહુલ ચહરના હાથમાં ગયો.

  • 16 May 2022 07:35 PM (IST)

    PBKS vs DC, IPL 2022: મેચ શરૂ

    દિલ્હીનો દાવ શરૂ થઈ ગયો છે. દિલ્હી તરફથી ડેવિડ વોર્નર અને સરફરાઝ ખાન ઇનિંગની શરૂઆત કરવા આવ્યા છે. લિયામ લિવિંગ્સ્ટન બોલિંગની શરૂઆત કરી છે.

  • 16 May 2022 07:15 PM (IST)

    PBKS vs DC, IPL 2022: પંજાબની પેલેઈંગ-11

    પંજાબ કિંગ્સ: મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, જોની બેરસ્ટો, ભાનુકા રાજપક્ષે, લિયામ લિવિંગ્સ્ટન, જીતેશ શર્મા (વિકેટકીપર), ઋષિ ધવન, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.

  • 16 May 2022 07:15 PM (IST)

    PBKS vs DC, IPL 2022: દિલ્હીની પ્લેઈંગ-11

    દિલ્હી કેપિટલ્સ: ઋષભ પંત (કેપ્ટન-વિકેટકીપર), ડેવિડ વોર્નર, સરફરાઝ ખાન, મિશેલ માર્શ, રોવમેન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ, એનરિક નોરખિયા.

  • 16 May 2022 07:05 PM (IST)

    PBKS vs DC, IPL 2022: પંજાબે ટોસ જીત્યો

    પંજાબ કિંગ્સના કેપ્ટન મયંક અગ્રવાલે દિલ્હી સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબે તેના પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી. દિલ્હીએ બે ફેરફાર કર્યા છે. ખલીલ અહેમદ પાછો ફર્યો. તેઓ ચેતન સાકરિયાના સ્થાને આવ્યા છે. કેએસ ભરતની જગ્યાએ સરફરાઝ ખાન આવ્યો છે.

  • 16 May 2022 07:00 PM (IST)

    PBKS vs DC, IPL 2022: પીચ રિપોર્ટ

    પીચના અહેવાલમાં દીપ દાસગુપ્તાએ કહ્યું, "આ પીચ પર 170 રન તો હોવા જોઈએ કારણ કે પીચ પર ઘાસ છે અને તિરાડો પણ છે. બોલ રોકાઈને આવી શકે છે. જો તમે પ્રથમ બેટિંગ કરતી વખતે 165 બનાવો છો, તો તમે મેચ જીતી શકો છો."

  • 16 May 2022 06:58 PM (IST)

    PBKS vs DC, IPL 2022: બીજી વખત આમને-સામને

    આ સિઝનમાં આ બંને ટીમોની આ બીજી મેચ છે. આ પહેલા 20 એપ્રિલે બંને ટીમો સામ-સામે આવી હતી, જેમાં દિલ્હીની ટીમ જીતવામાં સફળ રહી હતી.

  • 16 May 2022 06:58 PM (IST)

    PBKS vs DC, IPL 2022: હેડ ટુ હેડ

    આ બંને ટીમો વચ્ચે કુલ 29 મેચ રમાઈ છે જેમાં પંજાબે 15 મેચ જીતી છે જ્યારે દિલ્હીએ 14 મેચ જીતી છે. એટલે કે પંજાબ માત્ર એક મેચના માર્જિનથી પ્રભુત્વ ધરાવે છે.

  • 16 May 2022 06:57 PM (IST)

    PBKS vs DC, IPL 2022: બંનેને જીતની જરૂર છે

    IPL-2022માં આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો સામ-સામે છે. આ મેચમાં જીત મેળવવી બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે કારણ કે હારથી બંનેને પ્લેઓફમાં જવા માટે અન્ય ટીમો પર નિર્ભર રહેશે. પોઈન્ટ ટેબલમાં બંને ટીમના પોઈન્ટ સમાન છે પરંતુ નેટ રન રેટના મામલે પંજાબની ટીમ પાછળ છે.

Published On - May 16,2022 6:55 PM

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">