DC vs PBKS : પ્રભસિમરન સિંહે ફટકારી પ્રથમ સેન્ચુરી, દિલ્હી કેપિટલ્સને મળ્યો 168 રનનો ટાર્ગેટ
Punjab Kings vs Delhi Capitals IPL 2023 : આઈપીએલની 59મી મેચ આજે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આજે આઈપીએલ 2023ની 59મી મેચ રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. આ મેચની પ્રથમ ઈનિંગમાં બંને ટીમના ખેલાડીઓ શાનદાર રમત રમી હતી. 20 ઓવર બાદ પંજાબ કિંગ્સની ટીમે 7 વિકેટના નુકશાન સાથે 167 રનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો.
આઈપીએલમાં પંજાબ માટે સેન્ચુરી મારનાર પ્રભસિમરન સિંહ 12મો ખેલાડી બન્યો છે. આઈપીએલ 2023માં સેન્ચુરી મારનાર યશસ્વી જયસ્વાલ બાદ તે બીજો અનકેપ્ડ ખેલાડી બન્યો છે. આઈપીએલ ઈતિહાસમાં તેણે પ્રથમ સેન્ચુરી ફટકારી હતી. પંજાબ કિંગ્સ તરફથી પ્રભસિમરન સિંહે 65 બોલમાં 103 રન ફટકાર્યા હતા. તેણે 10 ચોગ્ગા અને 6 સિક્સર ફટકાર્યા હતા. શિખર ધવને 7 રન, લિવિંગસ્ટોને 4 રન, જીતેશ શર્મા એ 5 રન, સેમ કરણે 20 રન, હરપ્રીત બ્રારે 2 રન, શાહરુખ ખાને 11 રન અને શિંકનદર રઝાએ 2 રન બનાવ્યા હતા.
દિલ્હી કેપિટલ્સ તરફથી ઈશાંત શર્માએ 3 ઓવરમાં 27 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે અક્ષર પટે, પ્રવિન દૂબે, કુલદીપ યાદવ અને મુકેશ શર્માએ 1-1 વિકેટ લીધી હતી. પ્રથમ ઈનિંગમાં 8 સિક્સર અને 13 ચોગ્ગા જોવા મળ્યા હતા. ઈશાંત શર્મા આજે પોતાની 100મી આઈપીએલ મેચ રમી રહ્યો છે.
મેચની રોમાંચક ક્ષણો
TIMBER!
Ishant Sharma at his very best 🔥🔥@ImIshant continues to shine on his special occasion 💪🏻#TATAIPL | #DCvPBKS pic.twitter.com/CaKCkuvsJU
— IndianPremierLeague (@IPL) May 13, 2023
📸📸#TATAIPL | #DCvPBKS pic.twitter.com/8lt7yQQpB9
— IndianPremierLeague (@IPL) May 13, 2023
Relive that special 💯 moment here 🔽#TATAIPL | #DCvPBKS https://t.co/eBGUL8gkVh pic.twitter.com/uWI2uW8vB8
— IndianPremierLeague (@IPL) May 13, 2023
દિલ્હી કેપિટલ્સે જીત્યો હતો ટોસ
The Playing XIs are IN!
What do you make of the two sides?
Follow the match ▶️ https://t.co/bCb6q4b1nP #TATAIPL | #DCvPBKS pic.twitter.com/2CwFtEOK71
— IndianPremierLeague (@IPL) May 13, 2023
દિલ્હી કેપિટલ્સ : ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), મિશેલ માર્શ, રિલી રોસો, અમન હાકિમ ખાન, અક્ષર પટેલ, પ્રવીણ દુબે, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ, મુકેશ કુમાર
દિલ્હી કેપિટલ્સ સબ્સ: મનીષ પાંડે, રિપલ પટેલ, લલિત યાદવ, ચેતન સાકરિયા, અભિષેક પોરેલ
પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંઘ, શિખર ધવન (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), સેમ કુરાન, સિકંદર રઝા, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, ઋષિ ધવન, રાહુલ ચહર, અર્શદીપ સિંહ
પંજાબ કિંગ્સ સબ્સ: નાથન એલિસ, અથર્વ તાઈડે, મેથ્યુ શોર્ટ, હરપ્રીત સિંહ ભાટિયા, મોહિત રાઠી