CSK vs RR Live Score, IPL 2023 Highlights : ધોની અને જાડેજાનો પ્રયાસ એળે, ચેન્નાઈ સુપર કિંગ્સનો રોમાંચક મેચમાં 3 રને રાજસ્થાન સામે પરાજય
Chennai Super Kings vs Rajasthan Royals Live Score in Gujarati Highlights: ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે ચેપોકમાં ટક્કર થઈ રહી છે. રાજસ્થાન પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને છે.

IPL 2023 ની 17મી મેચ આજે રમાઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ચેપોક સ્ટેડિયમમાં ટક્કર થઈ રહી છે. ચેપોક ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનુ હોમ ગ્રાઉન્ડ છે. રાજસ્થાન અને ચેન્નાઈ વચ્ચે ચેપોકમાં અગાઉ 7 મેચ રમાઈ ચુકી છે. જેમાંથી 6 મેચ ચેન્નાઈએ અને 1 મેચ રાજસ્થાને જીતી છે. આમ રાજસ્થાનને આ મેદાનમાં ચેન્નાઈ સામે અત્યાર સુધી સફળતા ઓછી મળી છે. રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ્સ ટેબલમાં બીજુ સ્થાન ધરાવે છે.સિઝનમાં પોતાની 3 મેચ રમીને 2 મેચમાં જીત મેળવી છે. જ્યારે ચેન્નાઈએ 3 મેચ રમીને 2 મેચ જીતીને ટેબલમાં પાંચમાં ક્રમે છે. આમ ચેન્નાઈ આડજની મેચ જીતી પોતાનુ સ્થાન પોઈન્ટ્સ ટેબલમાં સુધારવા માટે પ્રયાસ કરશે. જ્યારે રાજસ્થાન નંબર 1 બનવા માટે ઈરાદા રાખશે.
ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ 11
ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવનઃ ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, શિવમ દુબે, મોઈન અલી, મહિષ તિક્ષાના, સિસાંડા મગાલા, તુષાર દેશપાંડે, આકાશ સિંહ.
રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવનઃ જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, દેવદત્ત પડિકલ, શિમરન હેટમાયર, ધ્રુવ જુરેલ, આર અશ્વિન, જેસન હોલ્ડર, કુલદીપ સેન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.
LIVE Cricket Score & Updates
-
CSK vs RR today: ધોનીએ સળંગ બે છગ્ગા ફટકાર્યા
અંતિમ ઓવરમાં 21 રનની જરુર હતી. આવા સમયે જ સંદીપ શર્માએ શરુઆતના બંને બોલ વાઈડ કર્યા હતા. બાદમાં બીજા બોલ પર ધોનીએ છગ્ગો ફટકાર્યો હતો. આગળના બોલ પર વધુ એક છગ્ગો ફટકાર્યો હતો. આમ રોમાંચક મેચમાં ધોનીએ ચેન્નાઈને લક્ષ્યની નજીક પહોંચાડ્યુ હતુ.
-
CSK vs RR today: જાડેજાએ 2 છગ્ગા ફટકાર્યા
જેસન હોલ્ડર 19મી ઓવર લઈને આવ્યો છે. પ્રથમ બંને બોલ પર સિંગલ રન આવ્યા બાદ ત્રીજા બોલ પર રવિન્દ્ર જાડેજાએ ચોગ્ગો ફટકાર્યો હતો. સીધો જ ડ્રાઈવ કરીને લોંગ ઓન પર ચાર રન મેળવ્યા હતા. ચોથા બોલ પર જાડેજાએ છગ્ગો ફટકાર્યો હતો. ઓવરના અંતિમ બોલ પર ફરી છગ્ગો ફટકાર્યો હતો. આમ અંતિમ ઓવરમાં 21 રન બાકી રહ્યા હતા.
-
-
CSK vs RR score updates: ધોનીએ છગ્ગો ફટકાર્યો
18મી ઓવર લઈને એડમ જમ્પા લઈને આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર ધોનીએ ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરના ચોથા બોલ પર ધોનીએ છગ્ગો ફટકાર્યો હતો. ઓવર ચેન્નાઈ માટે સારી રહી હતી અને હવે 2 ઓવરમાં 40 રન જરુર છે.
-
CSK vs RR score now: ડેવોન કોન્વે OUT
15 મી ઓવરના અંતિમ બોલ પર ડેવોન કોન્વેએ વિકેટ ગુમાવી છે. તે પોતાની અડધી સદી નોંધાવીને પરત ફર્યો છે. ચહલે તેને જયસ્વાલના હાથમાં એક્સ્ટ્રા કવર થી થોડાક પાછળ તે કેચ ઝડપાયો હતો.
-
CSK vs RR score: કોન્વેની અડધી સદી
ઓવરની શરુઆતે વિકેટ યુઝવેન્દ્ર ચહલે ઝડપી હતી પરંતુ ત્રીજા બોલ પર વાઈડ લોંગ પર કોન્વેએ ચોગ્ગો ફટકાર્યો હતો. ચોથા બોલ પર ત્રણ રન દોડીને કોન્વેએ અડધી સદી નોંધાવી હતી.
-
-
CSK vs RR IPL score now: અંબાતી રાયડૂ OUT
15 મી ઓવર લઈને યુઝવેન્દ્ર ચહલ આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર જ ચહલે અંબાતી રાયડૂને પોતાનો શિકાર બનાવ્યો હતો. ઇમ્પેક્ટ પ્લેયરના રુપમાં રાયડૂ આવ્યો હતો અને તે 1 જ રન નોંધાવીને તે પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો.
-
CSK vs RR IPL today: મોઈન અલી OUT
એડમ જમ્પાએ મોઈન અલીનો શિકાર કર્યો છે. જમ્પાએ ડીપ સ્ક્વેર લેગ પર સંદીપના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. ફુલ બોલ પર સ્લોગ સ્વીપ કરવા જતા મોઈને વિકેટ ગુમાવી હતી. તેણે 7 રન નોંધાવ્યા હતા.
-
CSK vs RR today: શિવમ દુબે OUT
રવિચંદ્રન અશ્વિને વધુ એક વિકેટ ઝડપી છે. આ વખતે શિવમ દુબેને પોતાનો શિકાર બનાવ્યો છે. દુબે 8 રન નોંધાવીને પરત ફર્યો છે. તે લેગ બિફોર વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો.
-
CSK vs RR score updates: શિવમે દુબેએ ફટકારી બાઉન્ડરી
અશ્વિન 12મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર શિવમ દુબેએ આડા બેટ વડે સિધો પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લોંગ ઓફ માટેનો શોટ સિધો જ બાઉન્ડરીને પાર થયો હતો.
-
CSK vs RR IPL score: રહાણે OUT
રવિચંદ્રન અશ્વિને મહત્વની વિકેટ ઝડપી છે. રહાણેને સ્વિપ કરવાના પ્રયાસ દરમિયાન લેગબિફોર આઉટ કર્યો હતો. રહાણેએ રિવ્યૂ માટે કોન્વેની સલાહ મેળવી હતી. પરંતુ રિવ્યૂ વિના જ તે પરત ફર્યો હતો. કેણે 31 રન નોંધાવ્યા હતા.
-
CSK vs RR IPL score: રહાણેની બાઉન્ડરી
એડમ જમ્પા ના બોલ પર અજિંક્ય રહાણેએ બાઉન્ડરી માટે એક્સ્ટ્રા કવર પર બોલને ફટકાર્યો હતો. ઈનસાઈડ આઉટ રમીને ચાર રન મેળવ્યા હતા.
-
CSK vs RR score now: પાવર પ્લેમાં ચેન્નાઈના 45 રન
અશ્વિન પાવર પ્લેની અંતિમ ઓવર લઈને આવ્યો હતો. અજિંકય રહાણેએ ઓવરના ત્રીજા બોલને છ રન માટે વાઈડ મિડ ઓફ પર ફટકાર્યો હતો. રહાણેએ આગળ આવીને આ છગ્ગો ફટકાર્યો હતો.
-
IPL score today, CSK vs RR: કોન્વેની બે બાઉન્ડરી
એડમ જમ્પા પાંચમી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ચોથા અને અંતિમ બોલ પર ડેવોન કોન્વેએ બાઉન્ડરી મેળવી હતી. ચોથા બોલ પર ફાઈન લેગ અને અંતિમ બોલ પર બેકવર્ડ ફાઈન લેગ પર ચોગ્ગા ફટકાર્યા હતા.
-
CSK vs RR score updates: રહાણે અને કોન્વેની બાઉન્ડરી
ચોથી ઓવર લઈને જેસન હોલ્ડર આવ્યો હતો. ઓવરના ચોથા અને અંતિમ બોલ પર હોલ્ડરે બે ચોગ્ગાનો માર સહન કર્યો હતો. રહાણે એ ચોથા બોલ પર ગેપ નિકાળીને ચાર રન મેળવ્યા હતા. જ્યારે રોન્વેએ શોર્ટ ફાઈન લેગ નજીકથી ચાર રન મેળવ્યા હતા.
-
CSK vs RR IPL today: ગાયકવાડે ગુમાવી વિકેટ
સંદીપ શર્માએ વિકેટ ઝડપી છે. ઋતુરાજ ગાયકવાડે ત્રીજી ઓવરમાં વિકેટ ગુમાવી છે. સ્લો બોલ પર થાપ ખાઈ જતા ગાયકવાડે વિકેટ ગુમાવતા જયસ્વાલના હાથમાં કેચ આપ્યો હતોય. તે 8 રન નોંધાવીને પરત ફર્યો હતો.
-
CSK vs RR IPL today: ચેન્નાઈની બેટિંગ શરુ
ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોન્વેએ ચેન્નાઈની બેટિંગની શરુઆત કરી છે. સંદીપ શર્મા પ્રથમ ઓવર લઈને આવ્યો હતો. ઓવરમાં 7 રન આવ્યા હતા.
-
CSK vs RR IPL score now: અંતિમ બંને બોલ પર વિકેટ
રાજસ્થાનની બેટિંગ ઈનીંગની અંતિમ ઓવરમાં એટલે કે 20 મી ઓવરના અંતિમ બંને બોલ પર તુષારે 2 વિકેટ ઝડપી છે. જેસન હોલ્ડર અને એડમ જમ્પાએ વિકેટ ગુમાવી હતી.
-
CSK vs RR IPL score: જૂરેલ આઉટ
ધ્રૂવ જૂરેલ શિવમના હાથમાં કેટ ઝડપાયો હતો. માત્ર 4 રન નોંધાવીને તે વિકેટ ગુમાવી પરત ફર્યો હતો. ફુલટોસ બોલ હતો અને જેની પર તે વિકેટ ગુમાવી બેઠો હતો.
-
CSK vs RR IPL today: હેટમાયરની સિકસ
19મી ઓવર લઈને આકાશ સિંહ આવ્યો હતો. હેટમાયરે ચોથા બોલ પર લોંગ ઓન પર છગ્ગો ફટકાર્યો હચો. જબરદસ્ત છગ્ગો હેટમાયરે ફટકાર્યો હતો.
-
CSK vs RR score now: હેટમાયરે છગ્ગો ફટકાર્યો
18મી ઓવરમાં હેટમાયરે છગ્ગો ફટકાર્યો હતો. તુષાર આ ઓવર લઈને આવ્યો હતો અને તેમે વાઈડ યોર્કર કર્યો હતો. જેની પર લોંગ ઓન પર છગ્ગો ફટકાર્યો હતો.
-
cricket score online: બટલર આઉટ
મોઈન અલીએ જોસ બટલરની વિકેટ ઝડપી છે. મોઈન અલી અને ચેન્નાઈ માટે આ મોટી વિકેટ છે. સ્વીપ કરવાના પ્રયાસમાં બટલર આઉટ થયો હતો. તેણે અડધી સદી નોંધાવી હતી.
-
CSK vs RR IPL score: અશ્વિન આઉટ
આકાશ સિંહે બે છગ્ગા સહન કર્યા બાદ અશ્વિનની વિકેટ ઝડપી છે. કવરમાં ઉભેલા મગાલાના હાથમાં અશ્વિન કેચ ઝડપાઈ જતા પરત ફર્યો છે. અશ્વિને 30 રન નોંધાવ્યા છે.
-
CSK vs RR IPL today: અશ્વિનને 2 છગ્ગા
અશ્વિને સળંગ બે છગ્ગા બેક ટુ બેક ફટકાર્યા હતા. આકાશ સિંહ 15મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના બીજા અને ત્રીજા બોલ પર અશ્વિને બે છગ્ગા જમાવ્યા હતા. આમ રાજસ્થાનની ધીમી રમતમાં એકા એક જ ગતિ આવી હતી.
-
CSK vs RR score now: અશ્વિને ચોગ્ગો ફટકાર્યો
રવિચંદ્રન અશ્વિને ચોગ્ગો ફટકાર્યો છે. 14મી ઓવરમાં રુમ બનાવીને અશ્વિને બેટ ખોલીને બેકવર્ડ પોઈન્ટ અને થર્ડમેન વચ્ચેથી ગેપ નિકાળીને ચોગ્ગો ફટકાર્યો હતો.
-
CSK vs RR IPL score: જાડેજાનો સ્પેલ ખતમ
રવિન્દ્ર જાડેજાનો 4 ઓવરનો સ્પેલ ખતમ થયો છે. રાજસ્થાનની રમત આ દરમિયાન ધીમી થઈ ચૂકી છે. જાડેજાએ આ દરમિયાન 21 રન ગુુમાવીને 2 વિકેટ ઝડપી હતી.
-
CSK vs RR IPL score now: સંજૂ સેમસન આઉટ
રવિન્દ્ર જાડેજાએ ઓવરમાં બીજી વિકેટ ઝડપી છે. શૂન્ય રને જ સંજૂ સેમસન પરત ફર્યો છે. સંજૂ બોલને બેકફુટ પર જઈને રોકવાનો પ્રયાસ કરવા જઈ રહ્યો હતો ત્યાં જ તે થાપ ખાઈ ગયો અને બોલ સ્ટંપ ઉડાવી ગયો હતો.
-
CSK vs RR score now: પડિકલ પરત ફર્યો
મહત્વની ભાગીદારી રમત રવિન્દ્ર જાડેજાએ તોડી દીધી છે. જાડેજાના બોલ પર પડિકલ સ્વીપ કરવાનો પ્રયાસ કરવા ગયો હતો અને તે વિકેટ ગુમાવી બેઠો હતો. 38 રન નોંધાવીને પડિકલ પરત ફર્યો હતો.
-
CSK vs RR IPL score now: બટલરે સળંગ 2 છગ્ગા ફટકાર્યા
8મી ઓવર લઈને મોઈન અલી આવ્યો હતો. ઓવરના અંતિમ બંને બોલ પર જોસ બટલરે સળંગ બે છગ્ગા ફટકાર્યા હતા. ઓવરના પાંચમા બોલ પર મિડ વિકેટ પર અને અંતિમ બોલ પર પુલ કરીને જબરદસ્ત વિકેટ મેળવી હતી.
-
live cricket score: રવિન્દ્ર જાડેજા એટેક પર
-
today match score: પડિકલની સળંગ 2 બાઉન્ડરી
તુષાર દેશપાંડે પાવર પ્લેની અંતિમ ઓવર લઈને આવ્યો હતો. ઓવરની શરુઆત પડિકલે ચોગ્ગા સાથે કરી હતી. પ્રથમ બોલ પર જ ચોગ્ગો લોંગ ઓફની દિશામાં મેળવ્યો હતો. આગળના બોલ પર ફાઈન લેગમાં ફ્લિક કરીને ચોગ્ગો કર્યો હતો. આમ પાવર પ્લેમાં 57 રન એક વિકેટના નુક્શાન પર રાજસ્થાને નોંધાવ્યા હતા.
-
cricket score online: બટલરે છગ્ગો જમાવ્યો
મહિશે આ વખતે છગ્ગાનો માર સહન કર્યો છે. પાંચમી ઓવરના બીજા બોલ પર જોસ બટલરે સીધા બેટ વડે જબરદસ્ત છગ્ગો ફટકાર્યો હતો. ઓવરના ચોથા બોલ પર પડિકલે રુમ બનાવીને ચોગ્ગો ફટકારયો હતો. ઓવરના અંતિમ બોલ પર બટલરે બેકફુટ પર જઈને ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 17 રન રાજસ્થાનના ખાતામાં આવ્યા હતા.
-
CSK vs RR IPL today: પડિકલની બાઉન્ડરી
મહિશ થિક્ષણા ત્રીજી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર પડિકલે કમાલનો ડ્રાઈવ કરીને લોંગ ઓફ પર ચાર રન મેળવ્યા હતા. આગળના બોલ વધુ એક ચોગ્ગો મેળવ્યો હતો. ડ્રાઈવ કરવાના પ્રયાસમાં બોલ બેટની કિનારી લઈને થર્ડમેન તરફ પહોંચ્યો હતો. આમ ઓવરમાં બે બાઉન્ડરી મેળવી હતી.
-
CSK vs RR IPL score now: યશસ્વી જયસ્વાલ આઉટ
બીજી ઓવર લઈને તુષાર દેશપાંડે આવ્યો હતો. તુષારે મોટી વિકેટ ઝડપી છે. યશસ્વી જયસ્વાલને પોતાનો શિકાર બનાવ્યો છે. જયસ્વાલ રાજસ્થાનને સારી શરુઆત અપાવી શકવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ તુષારે તેને શિવમના હાથમાં મિડ ઓફ પર કેચ ઝડપાવ્યો છે. આમ જયસ્વાલ 10 રન નોંધાવીને પરત ફર્યો છે.
-
CSK vs RR score now: રાજસ્થાનની બેટિંગ શરુ
જોસ બટલર અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ જોડીના રુપમાં આવ્યા છે. રાજસ્થાન રોયલ્સની બેટિંગ શરુ થઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી પ્રથમ ઓવર લઈને આકાશ સિંહ આવ્યો છે. પ્રથમ ઓવરમાં જયસ્વાલે બે સળંગ ચોગ્ગા ફટકાર્યા હતા.
-
CSK vs RR score now: રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન
રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવનઃ જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, દેવદત્ત પડિકલ, શિમરન હેટમાયર, ધ્રુવ જુરેલ, આર અશ્વિન, જેસન હોલ્ડર, કુલદીપ સેન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.
-
CSK vs RR score updates: ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવનઃ
ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવનઃ ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, શિવમ દુબે, મોઈન અલી, મહિષ તિક્ષાના, સિસાંડા મગાલા, તુષાર દેશપાંડે, આકાશ સિંહ.
-
CSK vs RR score updates: ચેન્નાઈ સુપર કિંગ્સે જીત્યો ટોસ
200 મી મેચમાં કેપ્ટનશીપ કરી રહેલા ધોનીએ ટોસને જીત્યો છે. ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. આમ રાજસ્થાન રોયલ્સ ટોસ હારીને બેટિંગ કરવા માટે પ્રથમ મેદાને ઉતરશે.
Toss Update
In his 2⃣0⃣0⃣th IPL game as @ChennaiIPL captain, @msdhoni wins the toss & #CSK elect to bowl against the @IamSanjuSamson-led @rajasthanroyals.
Follow the match ▶️ https://t.co/IgV0ZtiJJA#TATAIPL | #CSKvRR
..: The crowd erupts as MSD wins the toss pic.twitter.com/7Y1b4EDKq6
— IndianPremierLeague (@IPL) April 12, 2023
-
CSK vs RR score updates: ધોનીનુ વિશેષ સન્માન
ચેપોક સ્ટેડિયમમાં ધોનીનુ ખાસ સન્માન કરવામાં આવ્યુ હતુ. ધોની પોતાની 200મી આઇપીએએલ મેચ રમી રહ્યો છે. ધોનીએ 200 મી મેચમાં કેપ્ટનશિપ કરી રહ્યો છે. ચેન્નાઈની ટીમના માલિક અને પૂર્વ બીસીસીઆઈ અધ્યક્ષ એન શ્રીનિવાસને મોમેન્ટો આપીને ધોનીને સન્માનીત કર્યો હતો.
Mr N Srinivasan, former Chairman of the ICC, former President of BCCI and TNCA, Mrs. Chitra Srinivasan and Mrs Rupa Gurunath present @msdhoni with a special memento commemorating the very special 200th 👏#TATAIPL | #CSKvRR | @ChennaiIPL pic.twitter.com/nixs6qsq2P
— IndianPremierLeague (@IPL) April 12, 2023
Published On - Apr 12,2023 6:48 PM