CSK vs GT Qualifier 1 Live Score, IPL 2023 Highlights: ગુજરાત ટાઈટન્સ 157 રનમાં સમેટાયુ, ચેન્નાઈ પહોંચ્યુ ફાઈનલમાં

TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2023 | 11:31 PM

Chennai Super Kings vs Gujarat Titans IPL 2023 Qualifier 1 Live Score in Gujarati : ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ચેપોકમાં ટક્કર થઈ રહી છે. અહીં જીતનારી ટીમ સીધી ફાઈનલમાં એન્ટ્રી મેળવશે.

CSK vs GT Qualifier 1 Live Score, IPL 2023 Highlights: ગુજરાત ટાઈટન્સ 157 રનમાં સમેટાયુ, ચેન્નાઈ પહોંચ્યુ ફાઈનલમાં
IPL 2023 CSK vs GT Qualifier 1 Live Score

IPL 2023 ની ક્વોલિફાયર-1 મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થઈ રહી છે. ગુજરાત ટાઈટન્સ હાર્દિક પંડ્યાની આગેવાનીમાં શાનદાર દેખાવ સિઝનમાં લીગ તબક્કા દરમિયાન કરી ચુકી છે. ગુજરાતે સિઝનમાં 14 માંથી 10 મેચમાં જીત મેળવી છે. પ્લેઓફમાં પ્રથમ પ્રવેશ કરનારી ગુજરાત ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર છે. ફાઈનલ માટે ગુજરાતને પ્રબળ દાવેદાર ટીમ તરીકે જોવામાં આવે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સિઝન શાનદાર રહી છે, 8 મેચ જીતીને ટીમ પ્લેઓફમાં પહોંચનારી બીજી ટીમ છે. જોકે ધોની આઈપીએલમાં હાર્દિક પંડ્યા સામે એક પણ વાર જીત મેળવી શક્યો નથી.

ચેન્નાઈ અને ગુજરાતની પ્લેઈંગ 11

ચેન્નાઈ સુપર કિંગ્સ: એમએસ ધોની (કેપ્ટન-વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, દીપક ચહર, તુષાર દેશપાંડે, મહિષ તીક્ષાના.

ગુજરાત ટાઇટન્સ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), દાસુન શનાકા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, દર્શન નલકંડે, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 23 May 2023 11:29 PM (IST)

    IPL 2023 Qualifier 1 Live score: ગુજરાત 157 રનમાં સમેટાયુ

    અંતિમ વિકેટ પણ ગુજરાતે અંતિમ સમયે ગુમાવી દેતા આખરે ગુજરાતનો દાવ સમેટાઈ ગયો છે. આ સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સે ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. ગુજરાત સામે 173 રનનુ લક્ષ્ય હતુ અને 157 રનમાં જ ટીમ ધરાશાયી થઈ ગઈ હતી.

  • 23 May 2023 11:16 PM (IST)

    IPL 2023 Qualifier 1 Live score: રાશિદ ખાન OUT

    ગુજરાત ટાઈટન્સ પર હારનો ખતરો તોળાઈ ગયો છે. ગુજરાતે 9મી વિકેટ ગુમાવી દીધી છે. રાશિદ ખાનના રુપમાં નવમી વિકેટ ગુમાવતા હવે અંતિમ વિકેટની રમત રહી છે. રાશિદે 30 રન નોંધાવ્યા હતા.

  • 23 May 2023 11:09 PM (IST)

    Qualifier 1 Live score: દર્શન નાલકંડે રન આઉટ

    ચેન્નાઈ હોમ ગ્રાઉન્ડ પર ફાઈનલની ટિકિટ મેળવી લેવાની સંભાવના વધારે જોવા મળી છે. વધુ એક વિકેટ હાથ લાગતા જ ચેપોકમાં યલો જર્સીના ચાહકો ખુશીઓથી ઝૂમવા લાગ્યા છે. દર્શન નાલકંડે રન આઉટ થઈને પરત ફર્યો છે.

  • 23 May 2023 11:08 PM (IST)

    CSK vs GT Score Update: શંકર વિજય OUT

    શંકર વિજય ગુજરાત ટાઈટન્સ માટે આશા રુપ હતો. પરંતુ તે ઋતુરાજ ગાયકવાડના શાનદાર કેચ ઝડપાતા પરત ફર્યો હતો. તેને પથિરાણાએ પોતાની જાળમાં ફસાવ્યો હતો. વિજયે 14 રન નોંધાવ્યા હતા.

  • 23 May 2023 10:46 PM (IST)

    CSK vs GT Match Updates: રાહુલ તેવટિયા ક્લીન બોલ્ડ

    15મી ઓવરમાં ગુજરાત ટાઈટન્સે રાહુલ તેવટિયાની વિકેટ ગુમાવી હતી. ગુજરાતની આ છઠ્ઠી વિકેટ હતી. આ સાથે જ હવે ગુજરાત સામે મુશ્કેલીના વાદળો વધારે ઘેરાઈ ગયા હતા. તેવટિયા 3 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 23 May 2023 10:37 PM (IST)

    CSK vs GT Live Score: શુભમન ગિલ OUT

    દીપક ચાહરે મોટી વિકેટ પોતાને નામ કરી છે. ગુજરાતનો ઓપનર શુભમન ગિલ ચેન્નાઈ માટે ખતરા રુપ હતો અને તે મોટી ઈનીંગ તરફ આગળ વધી રહ્યો હતો ત્યાં જ ચહરે તેને ડેવોન કોનવેના હાથમાં કેચ ઝડપાવતા 42 રન નોંધાવી પરત ફર્યો છે.

  • 23 May 2023 10:33 PM (IST)

    CSK vs GT Live Update: ડેવિડ મિલર OUT

    ડેવિડ મિલરને સસ્તામાં જ રવિન્દ્ર જાડેજાએ પેવેલિયન પરત મોકલ્યો છે. મિલર માત્ર 4 જ રન નોંધાવીને પરત ફર્યો હતો. લેગ સાઈડ રમવાના પ્રયાસમાં ટર્ન બોલ પર બીટ થતા પેડને અથડાઈને બોલ સ્ટંપમાં વાગ્યો હતો અને તે બોલ્ડ થયો હતો.

  • 23 May 2023 10:20 PM (IST)

    CSK vs GT Live score IPL 2023: દાસુન શનાકા OUT, જાડેજાએ કર્યો શિકાર

    11મી ઓવરના ત્રીજા બોલ પર રવિન્દ્ર જાડેજાએ દાસુન શનાકાને આઉટ કરીને પેવેલિયન પરત મોકલ્યો હતો. જાડેજાએ તેને થિક્ષનાના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. રિવર્સ શોટ રમવાના પ્રયાસમાં તે વિકેટ ગુમાવી બેઠો હતો.

  • 23 May 2023 10:04 PM (IST)

    CSK vs GT Match Updates: પાવર પ્લે સમાપ્ત, ગુજરાતનો સ્કોર-41/2

    પાવર પ્લે સમાપ્ત થઈ ચુક્યો છે. ગુજરાતે આ દરમિયાન 2 વિકેટ ગુમાવી દીધી છે. રિદ્ધમાન સાહા અને હાર્દિક પંડ્યાની વિકેટ ગુમાવીને 41 રન ગુજરાતે 6 ઓવરમાં નોંધાવ્યા છે.

  • 23 May 2023 10:02 PM (IST)

    CSK vs GT IPL 2023 Qualifier 1: હાર્દિક પંડ્યા OUT

    પાવર પ્લેમાં જ ગુજરાતે બીજી વિકેટ ગુમાવી દીધી છે. આ વખતે મોટી વિકેટ ગુમાવી છે. હાર્દિક પંડ્યા ડબલ ડિઝિટમાં પહોંચે એ પહેલા જ વિકેટ ગુમાવીને પરત ફર્યો છે. 8 રન નોંધાવીને મહિષ તિક્ષનાનો શિકાર થયો છે. કેચ રવિન્દ્ર જાડેજાએ ઝડપ્યો હતો.

  • 23 May 2023 09:49 PM (IST)

    CSK vs GT Score Update: રિદ્ધીમાન સાહા OUT

    ત્રીજી ઓવરના અંતિમ બોલ પર ગુજરાતને ઝટકો લાગ્યો છે. ઓપનર રિદ્ધીમાન સાહા પથિરાનાના હાથમાં કેચ ઝડપાયો છે. સાહાએ બેકવર્ડ સ્ક્વેર લેગ તરફ શોર્ટ બોલને પુલ કર્યો હતો અને તે કેચ ઝડપાતા 12 રન નોંધાવી પરત ફર્યો હતો.

  • 23 May 2023 09:34 PM (IST)

    CSK vs GT Live Score: ગુજરાતની બેટિંગ શરુ

    ગુજરાત ટાઈટન્સના ઓપનર શુભન ગિલ અને રિદ્ધીમાન સાહા મેદાનમાં ઉતર્યા છે. ચેન્નાઈ તરફથી પ્રથમ ઓવર લઈને દીપક ચાહર આવ્યો છે. 173 રનનુ લક્ષ્ય પાર કરીને ફાઈનલમાં પહોંચવા માટે બેટિંગથી દમ બતાવશે.

  • 23 May 2023 09:28 PM (IST)

    IPL 2023 Qualifier 1 Live score: ગુજરાત સામે 173 રનનુ લક્ષ્ય

    ચેન્નાઈની ટીમ પ્રથમ બેટિંગ કરવા માટે ટોસ હારીને મેદાને ઉતરી હતી. ચેન્નાઈ માટે ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ સારી શરુઆત કરાવી હતી. ચેન્નાઈએ નિર્ધારીત 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવીને 172 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

  • 23 May 2023 09:24 PM (IST)

    CSK vs GT Live Update: અંતિમ બોલ પર જાડેજા ક્લીન બોલ્ડ

    ચેન્નાઈની બેટિંગ ઈનીંગના અંતિમ બોલ પર રવિન્દ્ર જાડેજા ક્લીન બોલ્ડ થયો હતો. શમીએ આ સાથે જ બીજી વિકેટ ઈનીંગમાં મેળવી હતી. જાડેજાએ 16 બોલનો સામનો કરીને 22 રન નોંધાવ્યા હતા.

  • 23 May 2023 09:12 PM (IST)

    CSK vs GT Live Update: ધોની OUT

    ધોનીની ખૂબ રાહ ચેપોકમાં બેટિંગ કરતો જોવાની જોવાઈ રહી હતી. પરંતુ નિરાશા વ્યાપી ગઈ ચેપોકમાં પીન ડ્રોપ શાંતી છવાઈ ગઈ. કારણ કે ધોનીનો કેચ હાર્દિક પંડ્યાના હાથમાં ઝડપાયો છે. એક્સ્ટ્રા કવર પર હાર્દિકે કેચ ઝડપ્યો હતો. મોહિત શર્માએ વિકેટની સફળતા મેળવી હતી ધોની માત્ર 1 જ રન નોંધાવીને પરત ફર્યો છે.

  • 23 May 2023 09:06 PM (IST)

    CSK vs GT Match Updates: ધોની બેટિંગ કરવા માટે ઉતર્યો

    જેની રાહ જોવાઈ રહી હતી. એ મહેન્દ્રસિંહ ધોની મેદાને બેટિંગ કરવા માટે ઉતર્યો છે. અંબાતી રાયડૂની વિકેટ બાદ ધોની મેદાનમાં આવ્યો છે અને હવે ચેન્નાઈ માટે બેટિંગ માટે 2 ઓવરની રમત બાકી રહી છે. તો રાશિદ ખાનનો સ્પેલ પણ સમાપ્ત થઈ ચુક્યો છે.

  • 23 May 2023 09:05 PM (IST)

    CSK vs GT IPL 2023 Qualifier 1: અંબાતી રાયડૂ OUT

    રાશિદ ખાને મેચમાં પોતાની અંતિમ ઓવરમાં અંતિમ બોલ પર વિકેટ ઝડપી છે. અંબાતી રાયડૂએ છગ્ગો ફટકાર્યા બાદ આગળના બોલ પર ડીપ મિડ વિકેટ પર દાશુન શનાકાના હાથમાં કેચ ઝડપાયો હતો. તે 17 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 23 May 2023 08:52 PM (IST)

    Qualifier 1 Live score: ડેવોન કોનવે OUT

    ડેવોન કોનવે પરત ફર્યો છે. મોહમ્મદ શમીએ તેનો પોતાનો શિકાર બનાવ્યો છે. ડેવોન કોનવે ગાયકવાડ સાથે મળીને સારી શરુઆત કરાવી હતી. કોનવે 40 રન નોંધાવીને રાશિદન ખાનના હાથમાં ડીપ મિડ વિકેટ પર કેચ ઝડપાયો હતો.

  • 23 May 2023 08:50 PM (IST)

    CSK vs GT Live Score: અજિંક્ય રહાણે OUT

    દર્શન નાલકંડે ઈનીંગમાં પોતાની અંતિમ ઓવર લઈને આવ્યો હતો અને આ વખતે તેણે શિકાર પોતાને નામ કરી લીધો છે. દર્શને અજિંક્ય રહાણેને શુભમન ગિલના હાથમાં બેકવર્ડ પોઈન્ટ પર કેચ ઝડપાવ્યો હતો. રહાણેએ 17 રન નોંધાવ્યા હતા.

  • 23 May 2023 08:32 PM (IST)

    CSK vs GT Score Update: શિવમ દુબે ક્લીન બોલ્ડ

    નૂર અહેમદે ગુગલી બોલ પર શિવમ દુબેને બીટ કરાવીને ક્લીન બોલ્ડ કરી દીધો છે. માત્ર 1 જ રન 3 બોલનો સામનો કરીને દુબે પેવેલિયન પરત ફર્યો છે. ચેન્નાઈને બીજો ઝટકો લાગ્યો છે.

  • 23 May 2023 08:24 PM (IST)

    CSK vs GT Live score IPL 2023: ગાયકવાડ OUT

    ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાની પ્રથમ વિકેટ ગુમાવી છે. ઓપનર જોડાની 87 રનની ભાગીદારી રમતનો અંત આવ્યો હતો. મોહિત શર્માએ ગુજરાતને પ્રથમ સફળતા અપાવતા ઓપનર જોડીને તોડી દીધી હતી. સ્લોઅર બોલ પર બીટ થતા ગાયકવાડ પુલ કરવા જતા લોંગ ઓનમાં ડેવિડ મિલરના હાથમાં કેચ ઝડપાયો હતો. ગાયકવાડે 60 રન નોંધાવ્યા હતા.

  • 23 May 2023 08:22 PM (IST)

    Gujarat News Live : એસટી નિગમમાં, ચાલુ વર્ષે ડ્રાઈવર-કન્ડકટર સહીતની 3400 જગ્યા ભરાશે

    ચાલુ નાણાકીય વર્ષ 2023 - 24 માં એસ. ટી નિગમ દ્વારા ડ્રાઈવરની કક્ષા માટે અંદાજિત 2100, કંડક્ટર કક્ષા માટે અંદાજિત 1300 તથા મિકેનિકની કક્ષા માટે ઉમેદવારોની ભરતી કરવા જઈ રહેલ છે. જેની જાહેરાત ટૂંક સમયમાં બહાર પાડવામાં આવનાર છે. ગૃહ તથા ટ્રાન્સપોર્ટ મંત્રી હર્ષ સંઘવી એ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

  • 23 May 2023 08:19 PM (IST)

    Gujarat News Live : ઉમરગામ મામલતદાર 5 લાખની લાંચ લેતા ઝડપાયા

    ઉમરગામ મામલતદાર અમિત ઝડફિયાને રૂપિયા 5 લાખની લાંચ લેતા સુરત ACB એ ઝડપ્યા છે. સુરત ACB એ મામલતદાર ઓફિસમાં જ છટકું ગોઠવી મામલતદારને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા છે. જમીનના દાવાની કેસમાં, તરફેણમાં ઓર્ડર કરવા માટે રૂપિયા 7.50 લાખ માંગ કરી હતી.

  • 23 May 2023 08:14 PM (IST)

    CSK vs GT Score: ઋતુરાજ ગાયકવાડની અડધી સદી

    9મી ઓવર લઈને મોહિત શર્મા આવ્યો હતો. મોહિતના બોલ પર ગાયકવાડે પોઈન્ટની દિશામાં શોટ જમાવ્યો હતો અને તે બાઉન્ડરી માટેનો શોટ હતો. આ સાથે જ ગાયકવાડે પોતાની અડધી સદી પુરી કરી હતી.

  • 23 May 2023 08:07 PM (IST)

    IPL 2023 Qualifier 1 Live score: પાવર પ્લે સમાપ્ત, વિના વિકેટે 49 રન

    પાવર પ્લે સમાપ્ત થઈ ચુક્યો છે અને તેની અંતિમ ઓવરમાં ગુજરાત ટાઈટન્સને 2 ચોગ્ગા મળ્યા હતા. ગાયકવાડ અને કોનવેએ નૂર અહેમદ પર બાઉન્ડરી જમાવી હતી. પાવર પ્લેના અંત સાથે ગુજરાતનો સ્કોર 49 રન નોંધાયો હતો. આ દરમિયાન એક પણ વિકેટ ગુજરાતે ગુમાવી નથી.

  • 23 May 2023 07:40 PM (IST)

    CSK vs GT Match Updates: નો-બોલે ગાયકવાડને આપ્યુ જીવતદાન

    દર્શન નાલકંડે બીજી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલે ચેન્નાઈના ઓપનર ઋતુરાજ ગાયકવાડને મિડ વિકેટ પર શુભમન ગિલના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. ગુજરાતના ખેલાડીઓમાં જશ્ન શરુ થઈ ગયો હતો. પરંતુ નો-બોલ જાહેર થતા જ ઉત્સાહ નિરાશામાં ફેરવાઈ ગયો હતો. ગાયકવાડને જીવતદાન મળ્યુ હતુ.

  • 23 May 2023 07:31 PM (IST)

    CSK vs GT Score Update: ચેન્નાઈની બેટિંગ શરુ

    ચેન્નાઈના ઓપનર્સના રુપમાં ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે મેદાનમાં આવ્યા છે. આ સાથે જ રમતની શરુઆત થઈ ચુકી છે. ગુજરાત તરફથી પ્રથમ ઓવર લઈને મોહમ્મદ શમી આવ્યો છે.

  • 23 May 2023 07:23 PM (IST)

    Gujarat News Live : અમદાવાદમાં નોંધાઈ સૌથી વઘુ ગરમી, પારો પહોચ્યો 42 ડીગ્રીને પાર

    ગુજરાતમાં ગરમીનું પ્રમાણ યથાવત રહ્યું છે. આજે મંગળવારે સૌથી વઘુ ગરમી અમદાવાદમાં નોંધાઈ છે. અમદાવાદમાં ગરમીનો પારો 42 ડીગ્રીને પાર થઈ ગયો છે. અમદાવાદમાં 42.3 ડીગ્રી જ્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે 42.8 ડીગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમરેલીમાં 40.6 ડીગ્રી, વડોદરામાં 39.6 ડીગ્રી, ભાવનગરમાં 37.6 ડીગ્રી, ડીસામાં 40.1 ડીગ્રી ગરમી નોંધાઈ છે. જુનાગઢમાં 37.5 ડીગ્રી, પાટણમાં 41.3 ડીગ્રી, રાજકોટમાં 41 ડીગ્રી, ,સુરતમાં 34 ડીગ્રી ગરમી નોંધાઈ છે.

  • 23 May 2023 07:16 PM (IST)

    CSK vs GT Live Update: ગુજરાત ટાઈટન્સની પ્લેઈંગ 11

    ગુજરાત ટાઇટન્સ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), દાસુન શનાકા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, દર્શન નલકંડે, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી.

  • 23 May 2023 07:13 PM (IST)

    CSK vs GT Live Update: ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ 11

    ચેન્નાઈ સુપર કિંગ્સ: એમએસ ધોની (કેપ્ટન-વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, દીપક ચહર, તુષાર દેશપાંડે, મહિષ તીક્ષાના

  • 23 May 2023 07:07 PM (IST)

    CSK vs GT IPL 2023 Qualifier 1: ગુજરાતની ટીમમાં એક ફેરફાર

    ગુજરાત ટાઈટન્સ ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. યશ દયાળ બહાર થયો છે અને દર્શન નાલકંડેને અંતિમ 11માં સ્થાન આપવામાં આવ્યુ છે. હાર્દિક પંડ્યાએ ટોસ વેળા આ જાણકારી આપી હતી. ચેન્નાઈની ટીમમાં કોઈ જ ફેરફાર રહ્યો નથી.

  • 23 May 2023 07:01 PM (IST)

    CSK vs GT IPL 2023 Qualifier 1: હાર્દિક પંડ્યાએ જીત્યો ટોસ

    ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી છે.  આમ ચેન્નાઈ સુપર કિંગ્સ પ્રથમ  બેટિંગ કરવા માટે હોમ ગ્રાઉન્ડ પર ઉતરશે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચ પીચ નંબર-5 પર રમાઈ રહી છે. આ પીચ બેટર્સ માટે ખૂબ જ અનુકૂળ છે.

  • 23 May 2023 06:46 PM (IST)

    CSK vs GT IPL 2023 Qualifier 1: 7 વાગ્યે થશે ટોસ

    ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે રમાનારી ક્વોલિફાયર-1 મેચ માટે થોડી વારમાં ટોસ થશે. વર્તમાન ચેમ્પિયન અને ચાર વારની આઈપીએલ ચેમ્પિયન ટીમ વચ્ચે ટક્કર ફાઈનલમાં સીધી એન્ટ્રી માટે થઈ રહી છે. બંને ટીમની પ્લેઈંગ 11 કેવી હશે તે પણ મહત્વનુ હશે. આજે ચેપોકમાં પીચ નંબર-5 પર મેચ રમાશે, બેટરો માટે સ્વર્ગ સમાન માનવામાં આવે છે.

  • 23 May 2023 06:35 PM (IST)

    CSK vs GT IPL 2023 Qualifier 1: ફાઈનલમાં એન્ટ્રી માટે ટક્કર

    IPL 2023 ક્વોલિફાયર-1 મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થઈ રહી છે. આજે ચેપોકમાં જીત મેળવનારી ટીમ સીધી જ ફાઈનલમાં એન્ટ્રી કરી લેશે. જ્યારે હારનારી ટીમે ક્વોલિફાયર-2 મેચ રમવી પડશે.

  • 23 May 2023 06:34 PM (IST)

    Gujarat News Live : IPS ઓફિસરની કાર તોડવા બદલ તેલુગુ એક્ટ્રેસ સામે કેસ દાખલ

    મંગળવારે, પોલીસે માહિતી આપી હતી કે ટોલીવુડ અભિનેત્રી ડિમ્પલ હયાથી અને તેના પાર્ટનર વિરુદ્ધ એક IPS અધિકારીના વાહનને ઈરાદાપૂર્વક નુકસાન પહોંચાડવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. ડીસીપીના ડ્રાઈવરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

  • 23 May 2023 06:34 PM (IST)

    Gujarat News Live : છત્તીસગઢ-તેલંગાણા બોર્ડર પર 10 નક્સલવાદી ઝડપાયા

    તેલંગાણાની ભદ્રડી કોટ્ટાગુડેમ પોલીસે છત્તીસગઢ-તેલંગાણા બોર્ડર પર 10 માઓવાદીઓની ધરપકડ કરી છે. જેમાંથી 5 નક્સલવાદી બીજાપુર જિલ્લાના રહેવાસી છે. પોલીસે માઓવાદીઓ પાસેથી એક ટ્રેક્ટર કાર્ડેક્સ વાયર અને લગભગ 500 ડિટોનેટર કબજે કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આટલી મોટી માત્રામાં વિસ્ફોટક મોટા નક્સલવાદી નેતાઓ માટે લઈ જવામાં આવી રહ્યા હતા.

Published On - May 23,2023 6:20 PM

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">