Video : ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને એમએસ ધોનીની નકલ કરવાનું ભારે પડ્યું

ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2024માં ઋતુરાજ ગાયકવાડને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની પાછળ હટી ગયો અને ઋતુરાજને ટીમની કમાન સોંપી દીધી અને આખી સિઝન દરમિયાન તેને ટ્રેનિંગ આપતો રહ્યો. હવે મહારાષ્ટ્ર પ્રીમિયર લીગમાં ધોની બનવાના ચક્કરમાં ઋતુરાજે પોતની જ ટીમને હરાવી દીધી હતી.

Video : ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને એમએસ ધોનીની નકલ કરવાનું ભારે પડ્યું
MS Dhoni & Ruturaj Gaikwad
Follow Us:
| Updated on: Jun 28, 2024 | 5:24 PM

IPL 2024માં ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની મળી હતી. આ સિઝન તેના માટે એવરેજ રહ્યું હતું. તેની કપ્તાની હેઠળ CSKએ સારી શરૂઆત કરી હતી, પરંતુ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકી ન હતી. ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હારીને CSK ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. હવે ગાયકવાડ મહારાષ્ટ્ર પ્રીમિયર લીગમાં પુનેરી બાપ્પાની કેપ્ટનશીપ કરી રહ્યો છે. રત્નાગીરી જેટ્સ સામેની મેચમાં તેણે ધોનીની સ્ટાઈલની નકલ કરવાનો પ્રયાસ કર્યો અને તેના કારણે તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો.

ધોનીની નકલ કરવાનો પ્રયાસ

મહારાષ્ટ્ર પ્રીમિયર લીગમાં 27 જૂને પુનેરી બાપ્પા અને રત્નાગીરી જેટ્સ વચ્ચે મેચ હતી. આ સિઝનમાં તે પુનેરી બાપ્પાની ટીમ માટે રમી રહ્યો છે અને તે આ મેચમાં પણ ટીમમાં હતો. તેની ટીમને 179 રનનો ટાર્ગેટ મળ્યો હતો. રનચેઝ કરતા પુનેરી બાપ્પાએ 13મી ઓવર સુધી 6 વિકેટ ગુમાવીને 110 રન બનાવ્યા હતા અને તેને 6 ઓવરમાં 69 રનની જરૂર હતી. આ પછી ધોનીની જેમ તે આઠમા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

4 બોલમાં 7 રન બનાવી શક્યો નહીં

આ પછી ગાયકવાડ 18 બોલમાં 23 રન જ બનાવી શક્યો હતો. તેને છેલ્લી ઓવરમાં 10 રન બનાવવાના હતા, જ્યારે 4 બોલમાં 7 રનની જરૂર હતી, ત્યારબાદ તેણે સિંગલ છોડી દીધી. ધોની પણ છેલ્લી ઓવરમાં ઘણી વખત આવું કરે છે. આ પછી, તે 3 બોલમાં સ્ટ્રાઈક પર રહ્યો, પરંતુ ધોનીની જેમ તે એક પણ સિક્સર મારી શક્યો નહીં કે કોઈ રન બનાવી શક્યો નહીં. આ રીતે તેની ટીમ 6 રનથી હારી ગઈ હતી.

ઝિમ્બાબ્વે પ્રવાસની તક

સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં ઋતુરાજ ગાયકવાડને ટીમમાં સામેલ કરવામાં આવે છે. તેણે એશિયન ગેમ્સમાં ટીમ માટે ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. આ પછી તેણે IPLમાં 14 મેચમાં 141ના સ્ટ્રાઈક રેટથી 583 રન બનાવ્યા. હવે તેને T20 વર્લ્ડ કપ બાદ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે 5 T20 મેચની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની 15 સભ્યોની ટીમનો ભાગ હશે.

આ પણ વાંચો: શું તમે જાણો છો એક મેચ માટે કેટલો પગાર લે છે અમ્પાયર, સાથે વધારાના પૈસા પણ મળે છે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">