Cricket: દિગ્ગજ પૂર્વ બોલર ગ્લેન મેકગ્રાને, ચેતન સાકરિયા અને વોરિયર પર છે ગર્વ, ટ્વીટ કરી કહ્યુ આમ

ચેતન સાકરિયા (Chetan Sakariya) એ IPL 2021 ની સિઝનમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વતી ડેબ્યૂ કર્યુ હતુ. ત્યાર બાદ તે વન ડે અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો મોકો મેળવી ચુક્યો છે.

Cricket: દિગ્ગજ પૂર્વ બોલર ગ્લેન મેકગ્રાને, ચેતન સાકરિયા અને વોરિયર પર છે ગર્વ, ટ્વીટ કરી કહ્યુ આમ
Glenn McGrath-Chetan Sakariya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 4:28 PM

ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ બોલર ગ્લેન મેકગ્રા (Glenn McGrath) એ, ચેતન સાકરીયા (Chetan Sakariya) અને સંદિપ વોરિયર (Sandeep Warrior) પર ગર્વ વ્યક્ત કર્યુ છે. ભાવનગરના ચેતન સાકરીયાએ IPL અને ત્યાર બાદ ભારતીય ટીમ (Team India) માં ડેબ્યૂ કરવાની તક મેળવી હતી. સાકરીયા ની સાથે સંદિપ વોરિયરને પણ શ્રીલંકા પ્રવાસ (Sri Lanka Tour) વખતે ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. જેને લઇને દિગ્ગજ ઝડપી બોલર મેકગ્રાએ આ અંગે ટ્વીટ કર્યુ હતુ.

ચેતન સાકરિયા એ વન ડે સિરીઝની અંતિમ મેચમાં ડેબ્યૂ કર્યુ અને જેમાં 2 વિકેટ ઝડપી હતી. જ્યારે T20 મેચમાં તેને એક વિકટ મળી હતી. સંદિપને શ્રીલંકા સામેની સિરીઝની અંતિમ T20 મેચમાં ડેબ્યૂની તક મળી હતી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ગ્લેન મેકગ્રા ચેતન સાકરીયા અને સંદિપ વોરિયરના ડેબ્યૂ ને લઇને ખૂશ જણાયો છે. મેક ગ્રાએ તેના ટ્વીટર હેન્ડલ દ્વારા બંને ને લઇને ટ્વીટ કર્યુ હતુ. તેણે ટ્વીટ કરતા લખ્યુ હતુ કે, ભારત માટે ડેબ્યૂ કરવાને લઇ ચેતન સાકરીયા અને સંદિપ વોરિયરને ખૂબ શુભેચ્છા. તમારા બંને પર ગર્વ છે.

T20 સિરીઝની વાત કરવામાં આવે તો હાલમાં ભારતનુ પ્રદર્શન ખૂબ નિરાશાજનક રહ્યુ હતુ. ભારતીય ટીમે પ્રથમ વાર શ્રીલંકા સામે T20 સિરીઝ ગુમાવવી પડી હતી. આ પહેલા ભારતીય ટીમે વન ડે શ્રેણી પોતાના નામે કરી લઇને શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. પ્રથમ T20 મેચમાં પણ શાનદાર રમત રમી હતી. પરંતુ બીજી T20 મેચ પહેલા ભારતીય ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને કોરોના સંક્રમણ જણાયુ હતુ. જેને લઇ 8 ખેલાડીઓ આઇસોલેશનમાં રહ્યા હતા. જેથી તેની અસર બીજી અને ત્રીજી T20 મેચ દરમ્યાન મેદાનમાં જોવા મળી હતી.

IPL 2021 માં રાજસ્થાન વતી સાકરીયાએ ડેબ્યૂ કર્યુ

વર્ષ 2021 ચેતન સાકરીયાને ક્રિકેટ કરિયર માટે ફળ્યુ હતુ. સાકરીયાએ આ વર્ષે IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફ થી ડેબ્યૂ કર્યુ હતુ. રાજસ્થાન રોયલ્સ માટે તેણે IPLમાં શાનદાર દેખાવ કર્યો હતો. તેના આધારે જ તે ટીમ ઇન્ડીયામાં સામેલ થઇ શકયો હતો. જ્યારે સંદિપ વોરિયરે T20 મેચમાં 3 ઓવર માં વિના વિકેટે 23 રન ગુમાવ્યા હતા. તે IPLમાં કલકત્તા નાઇટ રાઇડર્સ નો હિસ્સો છે.

આ પણ વાંચોઃ Tokyo Olympics: ઇતિહાસ રચનારી કમલપ્રીત કૌર ક્રિકેટના મેદાનમાં ઉતરવા ઇચ્છુક છે, સહેવાગ અને ધોનીની છે જબરદસ્ત ફેન

આ પણ વાંચોઃ Cricket: POK માં T20 લીગમાં હિસ્સો લેતા રોકવા માટે BCCI ધમકીઓ આપી રહ્યાનો ગીબ્સનો આક્ષેપ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">