Cricket: POK માં T20 લીગમાં હિસ્સો લેતા રોકવા માટે BCCI ધમકીઓ આપી રહ્યાનો ગીબ્સનો આક્ષેપ
POK માં T20 લીગ આધારે મેલી મુરાદની રમત રમવાનો પ્રયાસ કરી રહ્યુ છે. આ દરમ્યાન ગીબ્સે હવે BCCI સામે આક્ષેપ કરી દીધા છે. તેણે KPL માં નહી રમવા માટે ધમકીઓ અપાઇ હોવાનો આક્ષે કર્યો છે.
દક્ષિણ આફ્રિકા (South Africa) ના પૂર્વ ક્રિકેટર હર્શલ ગિબ્સે (Herschelle Gibbs) BCCI પર ધમકીઓના આરોપ લગાવ્યા છે. તેણે કહ્યુ છે કે, ભારતીય ક્રિકેટ બોર્ડ તેને કાશ્મિર પ્રિમિયર લીગમાં રમવાથી રોકવા માટે શક્ય તમામ કોશિષ કરી રહ્યુ છે. આ પહેલા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રશીદ લતીફે પણ BCCI પર આવા જ આક્ષેપો કર્યા હતા. તેણે કહ્યુ હતુ કે, BCCI તે ક્રિકેટ બોર્ડને વોર્નીગ આપી રહ્યુ છે કે, જેના પૂર્વ ક્રિકેટર KPL એટલે કે કાશ્મીર પ્રિમિયર લીગમાં હિસ્સો લેનારા છે.
લતીફના બાદ હવે ગીબ્સે પણ BCCI ને ટ્વીટ કરીને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. તેણે લખ્યુ છે કે, BCCI પાકિસ્તાન સાથે પોતાના બગડેલા રાજનિતીક સમીકરણોનો હવાલો આપીને મને KPL માં રમવાથી મનાઇ કરી રહ્યુ છે. સાથે એમ પણ કહી રહ્યુ છે કે, તેઓ મને ભારતમાં ક્રિકેટ સંબંધીત કોઇ પણ કામ કરવાનો મોકો નહી આપે. કાશ્મિર પ્રિમિયર લીગમાં ભાગ લેવા માટે હાલ તો, હર્શલ ગીબ્સ, મોન્ટી પાનેસર, તિલકરત્ને દિલશાન જેવા ખેલાડીઓ પસંદ કરવામાં આવ્યા છે.
Completely unnecessary of the @BCCI to bring their political agenda with Pakistan into the equation and trying to prevent me playing in the @kpl_20 . Also threatening me saying they won’t allow me entry into India for any cricket related work. Ludicrous 🙄
— Herschelle Gibbs (@hershybru) July 31, 2021
6 ટીમોની ટૂર્નામેન્ટ છે KPL
કાશ્મીર પ્રિમિયર લીગ (KPL) પાકિસ્તાનના રાજકીય નેતા શહયાર ખાન આફ્રિદીના મગજની ઉપજ છે. આ ટૂર્નામેન્ટમાં 6 ટીમો રમે છે. ઓવરસીઝન વોરિયર્સ. મુઝફ્ફરાબાદ ટાઇગર્સ, રાવલકોટ કોક્સ, વાઘ સ્ટાલિયન્સ, મીરપુર રોયલ્સ અને કોટલી લાયન્સ. જેના કેપ્ટન પદે ઇમાદ વાસિમ, મહંમદ હાફિઝ, શાહિદ આફ્રિદી, શાબાદ ખાન, શોએબ મલિક અને કામરાન અકમલ છે.
ટૂર્નામેન્ટમાં દરેક ટીમના 5 ખેલાડી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેને પસંદ કરવાના હોય છે. POK તે વિસ્તાર છે, જેને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ છે. ટુર્નામેન્ટની તમામ મેચ મુઝફ્ફરાબાદના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાય છે.