Cricket: વન ડે ક્રિકેટમાં 300 પ્લસ રનનો સ્કોર સૌથી વધુ આ ટીમે નોંધાવ્યો છે, જાણો 300 પ્લસ રન નોંધાવનારી ટીમો

વન ડે ક્રિકેટમાં 300 રનનો સ્કોર 1975ના વર્ષથી શરુ થયો હતો. તે પણ ભારત સામે આ સ્કોર નોંધાયો હતો.

Cricket: વન ડે ક્રિકેટમાં 300 પ્લસ રનનો સ્કોર સૌથી વધુ આ ટીમે નોંધાવ્યો છે, જાણો 300 પ્લસ રન નોંધાવનારી ટીમો
India vs Pakistan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 8:20 PM

ક્રિકેટનું કેલેન્ડર 2021ના વર્ષમાં ખૂબ વ્યસ્ત રહ્યું છે અને હજુ પણ વ્યસ્ત રહેવાનું છે. જોકે ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ટેસ્ટ સિરીઝ બાદ ટી20 ફોર્મેટની ક્રિકેટની ધમાલ મચશે. પહેલા IPL 2021 અને બાદમાં ટી20 વિશ્વકપ (T20 World Cup). પરંતુ આ વ્યસ્તતા વચ્ચે વન ડે ક્રિકેટને પણ કેવી રીતે ભૂલી શકાય. ભારતીય ક્રિકેટનો દબદબો વન ડે ક્રિકેટમાં પણ રહ્યો છે. ભારતીય ટીમ વન ડે ક્રિકેટમાં 300 પ્લસ રન બનાવવામાં માહેર છે. આંકડાઓ જ દર્શાવે છે કે ભારતીય ટીમ આ મામલે કેટલી આગળ છે.

આંતરરાષ્ટ્રીય એક દિવસ મેચમાં 300 પ્લસનો સ્કોર આમ તો ઈંગ્લેન્ડે ભારત સામે 1975માં વિશ્વકપ દરમ્યાન નોંધાવ્યો હતો. જ્યારે ભારતે પ્રથમવાર આ કમાલ 1996માં પાકિસ્તાન સામે કરી હતી. ત્યારબાદ ભારતીય ટીમ 300 કે તેથી વધુ રનના સ્કોરને ખડકવામાં સૌથી આગળ નિકળવામાં સફળ રહી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તો વળી 400ના સ્કોરને પણ પાર કરવો એ મુશ્કેલ હતુ, પરંતુ 2006ના વર્ષમાં તે પણ જોવા મળ્યુ હતુ. ઓસ્ટ્રેલિયાએ પ્રથમવાર 400 રનનો સ્કોર પાર કર્યો હતો. જોકે તે જ મેચમાં દક્ષિણ આફ્રિકાએ વળતા જવાબમાં 400 પ્લસ રન બનાવીને જીત મેળવી લીધી હતી.

ભારતીય ટીમઃ 120 વખત 300 પ્લસ

ભારતે 1996માં પ્રથમવાર 300 પ્લસ સ્કોર પાકિસ્તાન સામે શારજાહમાં નોંધાવ્યો હતો. જે મેચમાં ભારતે 305 રન 5 વિકેટ ગુમાવીને કર્યા હતા. જે મેચમાં પાકિસ્તાનની 28 રને હાર થઈ હતી તો વળી 400 પ્લસ રન કરવાનો કમાલ ભારતે 2007માં નોંધાવ્યો હતો. વિશ્વકપ મેચ દરમ્યાન બરમૂડાની ટીમ સામે 5 વિકેટ ગુમાવીને 413 રન ભારતે નોંધાવ્યા હતા. જેમાં ભારતે 257 રનની વિશાળ જીત મેળવી હતી. ભારતીય ટીમ 5 વાર 400 પ્લસ રન નોંધાવી ચુકી છે. ભારતનો સર્વોચ્ચ સ્કોર 418 રન છે. જે વેસ્ટ ઈન્ડીઝ સામે ટીમ ઈન્ડીયાએ 2011માં નોંધાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયા ટીમઃ 111 વખત 300 પ્લસ

1975માં કાંગારુ ટીમે શ્રીલંકા સામે પ્રથમવાર 300 પ્લસ સ્કોર ખડક્યો હતો. જેમાં 5 વિકેટ ગુમાવીને ઓસ્ટ્રેલિયાએ 328 રન કર્યા હતા. જેમાં શ્રીલંકન ટીમનો 52 રને હાર થઈ હતી. ઓસ્ટ્રેલિયાનો સર્વોચ્ચ સ્કોર 4 વિકેટે 434 છે, જે 2006માં દક્ષિણ આફ્રિકા સામે જહોનિસબર્ગમાં નોંધાવ્યા હતા. અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા 2 વાર 400થી વધુ રનનો સ્કોર કર્યો છે.

દક્ષિણ આફ્રિકા ટીમઃ 86 વખત 300 પ્લસ

1994માં પ્રથમવાર 300 પ્લસ સ્કોર કર્યો હતો. ન્યુઝીલેન્ડ સામે દક્ષિણ આફ્રિકાએ 314 રન 7 વિકેટ ગુમાવીને બનાવ્યા હતા. જેમાં તેણે 81 રને જીત મેળવી હતી. તેનો સર્વોચ્ચ સ્કોર 2 વિકેટે 439 રનનો રહ્યો છે. જે તેણે 2015માં વેસ્ટ ઈન્ડીઝ સામે બનાવ્યા હતા. 400 પ્લસના મામલામાં દક્ષિણ આફ્રિકા સૌથી આગળ છે, જે 6 વખત આ સ્કોરને પાર કરી ચુક્યુ છે.

પાકિસ્તાન ટીમઃ 84 વખત 300 પ્લસ

1975માં પાકિસ્તાને પ્રથમ વખત 300ના સ્કોરને નોંધાવ્યો હતો. શ્રીલંકા સામે તેણે 6 વિકેટે 330 રન નોંધાવ્યા હતા. જેમાં પાકિસ્તાને 192 રને જીત મેળવી હતી. પાકિસ્તાન એક પણ વખત 400ના સ્કોરને પહોંચી શક્યુ નથી. એકવાર મોકો 2018માં મળ્યો હતો. જેમાં તેણે 1 વિકેટના ભોગે 399 રન કર્યા હતા. જે સ્કોર ઝિમ્બાબ્વે સામે નોંધાવ્યો હતો.

ઈંગ્લેન્ડ ટીમઃ 83 વખત 300 પ્લસ

ઈંગ્લીશ ટીમ પ્રથમ વખત આ આંકડો ભારત સામે 1975ની વિશ્વકપની મેચમાં પાર કર્યો હતો. જેમાં ઈંગ્લેન્ડે 334 રન 4 વિકેટે કર્યા હતા. ભારતે મેચને 200થી વધુ રને ગુમાવી હતી. ઈંગ્લેન્ડે વન ડે ક્રિકેટમાં 481 રનનો સ્કોર ઓસ્ટ્રેલિયા સામે 2018માં નોંધાવ્યો હતો. જે વન ડે ક્રિકેટ ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોર હોવાનો વિશ્વ રેકોર્ડ નોંધાયેલો છે. ઈંગ્લેન્ડ 4 વખત 400નો સ્કોર પાર કરી ચુક્યુ છે.

શ્રીલંકા ટીમઃ 75 વખત 300 પ્લસ

શ્રીલંકન ટીમ 300 પ્લસ સ્કોર કરવામાં પ્રથમવાર 1992માં સફળ રહ્યું હતુ. જે સ્કોર તેને ઝિમ્બાબ્વે સામે 313 રન 7 વિકેટ બનાવ્યો હતો. તેનો સર્વોચ્ચ સ્કોર 443-9 છે. જે સ્કોર તેણે 2006માં નેધરલેન્ડ સામે નોંધાવ્યો હતો.

ન્યુઝીલેન્ડ ટીમઃ 62 વખત 300 પ્લસ

ન્યુઝીલેન્ડે પ્રથમ વખત 300નો સ્કોર 1975માં ઈસ્ટ આફ્રિકા સામે નોંધાવ્યો હતો. જે મેચમાં તેણે 309 રન નોંધાવ્યો હતા. કિવી ટીમનો સર્વોચ્ચ સ્કોર 402 રનનો છે, જે 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. 2008માં આ સ્કોર કીવી ટીમે નોંધાવ્યો હતો. 300 પ્લસના સ્કોરના મામલે વેસ્ટ ઈન્ડીઝ 50 વખત, ઝિમ્બાબ્વે 28 વખત અને બાંગ્લાદેશ 20 વખત પહોંચી ચુક્યુ છે. તેઓએ એક પણ વાર 400 રનના આંકડાને સ્પર્શ્યો નથી.

 આ પણ વાંચોઃ Tokyo Paralympics: પ્રમોદ ભગતે ભારતને અપાવ્યો બૈડમિન્ટનમાં પહેલો ગોલ્ડ મેડલ, મનોજ સરકારને મળ્યો બ્રોન્ઝ

આ પણ વાંચોઃ Pakistani cricketer પણ છે MS ધોનીના ચાહક ઘરમાં જોવા મળ્યો ફોટો, ભારતીય ફેન્સ ખુશ થયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">