Tokyo Paralympics: પ્રમોદ ભગતે ભારતને અપાવ્યો બૈડમિન્ટનમાં પહેલો ગોલ્ડ મેડલ, મનોજ સરકારને મળ્યો બ્રોન્ઝ
આજ ઇવેન્ટનો બ્રોન્ઝ મેડલ ભારતના મનોજ સરકારના નામે રહ્યો. પ્રમોદ ભગતે 45 મિનિટ સુધી ચાલેલી આ ઇવેન્ટમાં ડેનિયાલને 21-14, 21-17 થી હરાવ્યા છે.
ટોક્યો પેરાલિમ્પિકમાં (Tokyo Paralympics) ભારતને બૈડમિન્ટનમાં (Badminton) પ્રમોદ ભગતે (Pramod Bhagat) પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. પ્રમોદ ભગતે પુરુષ સિંગલ્સમાં SL3 કેટેગરીના ફાઇનલમાં ડૈનિયલ બ્રેથેલને માત આપી છે. આજ ઇવેન્ટનો બ્રોન્ઝ મેડલ ભારતના મનોજ સરકારના નામે રહ્યો. પ્રમોદ ભગતે 45 મિનિટ સુધી ચાલેલી આ ઇવેન્ટમાં ડેનિયાલને 21-14, 21-17 થી હરાવ્યા છે. વર્લ્ડ નંબર વન ખેલાડી પ્રમોદ ભગત ફાઇનલમાં પહોંચનાર પહેલા ખેલાડી બન્યા છે.
પ્રમોદ કુમારની સામે બ્રિટનના ડેનિયલ બ્રેથેલ હતા. બંને વચ્ચે પહેલી ગેમમાં જબરદસ્ત સ્પર્ધા જોવા મળી. પહેલી ગેમની શરૂઆતમાં ડૈનિયાલે શરૂઆતમાં વધુ પોઇન્ટ્સ મેળવવાના પ્રયત્નો કર્યા પરંત પ્રમોદે પહેલી ગેમને 21-14 થી પોતાના નામે કરી. આ ગેમ 21 મિનીટ સુધી ચાલી. પહેલા ડૈનિયલ આગળ ચાલી રહ્યા હતા અને પ્રમોદ 4-12 થી પાછળ ચાલી રહ્યા હતા પરંતુ તેમણે શાનદાર વાપસી કરી અને બીજી ગેમને 21-17 થી પોતાના નામે કરી.
મનોજ સરકારે જીત્યો બ્રોન્ઝ
બીજી તરફ આજ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં મનોજ સરકારે જાપાનના ફૂજીહારાને માત આપી છે. મનોજની સામે જાપાનના ફૂજીહારા ડેસુકે હતા. ફૂજીહારાને સેમીફાઇનલમાં પ્રમોદ ભગતે માત આપી હતી. મનોજ સરકાર પહેલી ગેમમાં પાછળ રહ્યા પરંતુ બાદમાં તેમણે જબરદસ્ત વાપસી કરી અને 27 મિનિટ સુધી ચાલેલી આ રોમાંચક મેચને 22-20 થી પોતાના નામે કરી. ત્યાંજ બીજી ગેમમાં તેમણે ફક્ત 19 મિનિટમાં 21-13 થી પોતાના નામે કરી.
એર પિસ્તોલમાં પણ ભારતને મેડલ
ટોક્યો પેરાલિમ્પિક્સમાં મિશ્ર 50 મીટર પિસ્તોલ SH1 ની રોમાંચક મેચમાં ભારતના મનીષ નરવાલે શનિવારે સવારે ચાહકો માટે ગોલ્ડ મેડલ જીત્યો છે . આ ઇવેન્ટનો સિલ્વર મેડલ પણ ભારતના નામે હતો, જે સિંહરાજ અધાનાએ જીત્યો હતો. 19 વર્ષીય નરવાલ અગાઉ 10 મીટર એર પિસ્તોલમાં મેડલ જીતવાનું ચૂકી ગયો હતો, પરંતુ તેણે શનિવારે ગોલ્ડ મેડલ જીતીને તેની ભરપાઈ કરી હતી.
આ પણ વાંચો –
GANDHINAGAR : વતનપ્રેમ યોજનામાં ગુજરાત સરકાર 1 હજાર કરોડ ખર્ચશે, જાણો આ યોજના વિશે
આ પણ વાંચો –
Gujarat Top News: રાજ્યમાં વેક્સિનેશન, વરસાદ કે રાજપરિવારની મિલકતના વિવાદ અંગેના મહત્વના સમાચાર જાણો એક ક્લિકમાં
આ પણ વાંચો –