IND vs SA: ઓમિક્રોનના વધતા કેસો વચ્ચે ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા સાઉથ આફ્રિકા ક્રિકેટે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

સાઉથ આફ્રિકામાં ઓમિક્રોનના વધતા કેસોના કારણે સાઉથ આફ્રિકા ક્રિકેટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેથી ખેલાડીઓ દરેક રીતે સુરક્ષિત રહે.

IND vs SA: ઓમિક્રોનના વધતા કેસો વચ્ચે ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા સાઉથ આફ્રિકા ક્રિકેટે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય
Indian Cricket Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 8:56 PM

ભારત અને સાઉથ આફ્રિકા (IND vs SA) વચ્ચેની તમામ મેચને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતના સાઉથ આફ્રિકા પ્રવાસની તમામ મેચ ખાલી સ્ટેડિયમમાં થશે. સાઉથ આફ્રિકામાં ઓમિક્રોનના વધતા કેસોના કારણે સાઉથ આફ્રિકા ક્રિકેટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેથી ખેલાડીઓ દરેક રીતે સુરક્ષિત રહે. ભારતીય ટીમને આ પ્રવાસ પર 3 ટેસ્ટ મેચ અને 3 વન-ડે મેચની સિરિઝ રમવાની છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

સાઉથ આફ્રિકામાં ઓમિક્રોનના વધતા કેસના કારણે ક્રિકેટ સાઉથ આફ્રિકા કોઈ જોખમ લેવા માંગતુ નથી. આ કારણે મેચો દરમિયાન દર્શકોને મેદાનમાં આવવાની પરવાનગી આપી નથી.

આફ્રિકી સરકારે છેલ્લા થોડા દિવસ પહેલા કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરતા 2000 લોકોને સ્ટેડિયમમાં જવાની પરવાનગી આપી હતી પણ હવે બોર્ડ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લઈ રહ્યું છે. ભારતીય ટીમ પહેલા ઈન્ડિયા એએ પણ સાઉથ આફ્રિકા પ્રવાસ કર્યો હતો. તેમના સુરક્ષિત પ્રવાસ બાદ જ બીસીસીઆઈએ ભારતીય ટીમને મોકલવાનો નિર્ણય કર્યો હતો.

ભારતીય ટીમ શરૂ કરી ચૂકી છે સિરિઝની તૈયારી

ભારતીય ટીમે 18 ડિસેમ્બરે જ સુપરસ્પોર્ટ પાર્કમાં પ્રથમ પ્રેક્ટિસ સેશન કર્યુ હતું. સતત ત્રણ દિવસથી ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટની તૈયારીમાં લાગી છે. કેપ્ટન વિરાટ કોહલી અને હેડકોચ રાહુલ દ્રવિડની આગેવાનીમાં ભારતીય ખેલાડી ઘણી મહેનત કરી રહ્યા છે. કોહલીએ પણ બેટિંગની ઘણી પ્રેક્ટિસ કરી છે અને ચેતેશ્વર પૂજારા અને ઈશાંત શર્મા જેવા સિનિયર્સ પણ પરસેવા પાડતા જોવા મળ્યા. ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે 3 મેચોની ટેસ્ટ સિરિઝની પ્રથમ મેચ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં રમાશે. બીજી મેચ 3 જાન્યુઆરીથી જોહાનિસબર્ગ અને ત્રીજી અને છેલ્લી મેચ 11 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે.

આ પણ વાંચો: KUTCH : GIDMના મહાનિર્દેશક પી.કે.તનેજાના અધ્યક્ષ સ્થાને સંભવિત આપત્તિ નિવારણ અંગે બેઠક યોજાઇ

આ પણ વાંચો: ગુજરાતમાં મંગળવારે 8960 ગ્રામ પંચાયતના ચૂંટણી પરિણામ જાહેર થશે, સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">