KUTCH : GIDMના મહાનિર્દેશક પી.કે.તનેજાના અધ્યક્ષ સ્થાને સંભવિત આપત્તિ નિવારણ અંગે બેઠક યોજાઇ
ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના મુખ્ય અધિકારીએ આપતી વ્યવસ્થાપન સમયે ટેકનોલોજીના વધુ ઉપયોગ પર ભાર મુક્યો હતો.
KUTCH : સરહદીય કચ્છ જીલ્લામાં ભુકંપ આવ્યા બાદ આપત્તિ વ્યવસ્થાપન અંગે અવાર-નવાર મોકડ્રીલ અને તૈયારીની સમિક્ષા કરાતી હોય છે. એક તરફ દરિયો,રણ અને બીજી તરફ ભુકંપ ઝોનમા કચ્છ આવતા કચ્છમાં ડીઝાસ્ટર કામગીરીની સતત સમિક્ષા અને સુધારા અંગે મંથન થાય છે. ત્યારે GIDM ના મહાનિર્દેશક પી.કે.તનેજાના અધ્યક્ષ સ્થાને કચ્છમાં એક બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને સમિક્ષા કરવામાં આવી હતી. ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના મુખ્ય અધિકારીએ આપતી વ્યવસ્થાપન સમયે ટેકનોલોજીના વધુ ઉપયોગ પર ભાર મુક્યો હતો.
તો જીલ્લા સ્તરે આપત્તિની પૂર્વ તૈયારી અંતગર્ત દરેક વિભાગ અને કચેરીમાં એક નોડલ ઓફિસરની નિમણૂંક કરી જે તે વિભાગના વ્યક્તિ કે સ્થાનિકોને તેમના સંબંધિત સ્થાનોના જોખમો અને તેના નિવારણ માટે તાલીમ અપાય તેવી ખાસ ભલામણ કરી હતી. તો જિલ્લા સ્તરની ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ(DRM)ની પ્રવૃત્તિ અંગેનો એજન્ડા રજૂ કર્યો બાદ પી.કે.તનેજાએ https://gidm.gujarat.gov.in પરના પાંચ કલાકના ઈ-કોર્સ ઓન બેઝિક ડી.આર.એમ બાબતે સૌને માહિતગાર કરી ઓનલાઇન કોર્સ કરવા પણ જણાવ્યું હતું.
તો જી.આઈ.ડી.એમના પોર્ટલને જોઇ તેમજ જીલ્લા સ્તરનો ડિઝાસ્ટર વાર્ષિક કેલેન્ડર બનાવી ટેકનોલોજીના ઉપયોગથી આપત્તિ વ્યવસ્થાપન ગોઠવવા પર ભાર મુક્યો હતો. સેન્ટર કમ મ્યુઝિયમ ઓન ડિઝાસ્ટર સાયન્સ”માં કંડલા સાયકલોન 1999 કે 2001ના ભૂકંપની માહિતી કે અન્ય વિગતો રજુ કરવા કલેકટરને તેઓએ સુચનો કર્યા હતા.
અગ્નિ નિવારણ સેવાઓની કચેરીની જીલ્લા કામગીરી, ગ્રામ આપત્તિ વ્યવસ્થાપન યોજના અંતર્ગત વિશેષ ભચાઉના કંથકોટ ગામની તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી ડો.બી.એન.પ્રજાપતિ સાથે સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી અંગે આયોજનથી સંભવિત આપત્તિ નિવારણ કાર્યક્રમોની સંપુર્ણ માહિતી મેળવી હતી તો ગ્રામ્ય સ્તરે, નગરપાલિકાઓમાં, શહેરો અને સ્કૂલોમાં પણ આપત્તિ વ્યવસ્થાપન બાબતે કરાયેલી પ્રવૃત્તિથી તેઓ વાકેફ થયા હતા.અને જરૂરી સુચનો આપ્યા હતા. જેમાં જીલ્લા કલેકટર પ્રવિણા ડી.કે સહિત તમમા વિભાગના સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSની ટીમે પાકિસ્તાની બોટમાંથી 400 કરોડના હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો
આ પણ વાંચો : AHMEDABAD : રેલ્વે સુરક્ષામાં શ્રેષ્ઠ કામગીરી બદલ અમદાવાદ ડિવિઝનના 2 રેલ્વે કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું