Cricket: 17 વર્ષના બોલરે મચાવી દીધો હાહાકાર, તેની ઝડપી બોલીંગ સામે 50 ઓવરની મેચમાં 50 રન માંડ બનાવી શકાયા

TV9 GUJARATI

|

Updated on: Oct 06, 2021 | 10:55 PM

પોતાની ઝડપે વિરોધી ટીમને એવી રીતે બાંધી લીધી હતી કે એક વખત તે વિખેરાઈ ગયા પછી તે મેચમાં ઉભા પણ રથઇ શક્યા નહી. તેમણે હરીફ ટીમને ઘૂંટણિયે પડવાની ફરજ પાડી દીધી હતી.

Cricket: 17 વર્ષના બોલરે મચાવી દીધો હાહાકાર, તેની ઝડપી બોલીંગ સામે 50 ઓવરની મેચમાં 50 રન માંડ બનાવી શકાયા
ICC Under 19 World Cup Qualifier Match

જમ્મુ -કાશ્મીરના ઉમરાન મલિક (Umran Malik) IPL 2021 માં નવા ભારતીય ચહેરાના રૂપમાં ઉભરી આવ્યો છે. પરંતુ, અહીં તે તેના વિશે વાત કરી રહ્યા નથી. 17 વર્ષના તે તોફાન, જેના કારણે એક ટીમ માટે 50 ઓવરમાં 50 રન બનાવવાનું મુશ્કેલ બન્યું છે. અરે ભાઈ, રન તો બન્યા હોત ને, જ્યારે વિકેટ હાથમાં હોત. આ બોલરે વિકેટને પોતાની ભૂખ બનાવી દીધી હતી.

તેની ઝડપે, તેણે વિરોધી ટીમને એવી રીતે બાંધી દીધી હતી કે, એક વખત તે વિખેરાઈ ગયા પછી તે મેચમાં ઉભા પણ રથઇ શક્યા નહી. તેમણે હરીફ ટીમને ઘૂંટણિયે પડવાની ફરજ પાડી દીધી હતી. અને અંતે મોટી હારનો ભોગ બનવું પડ્યું હતુ. આ મેચ 50 ઓવરની મેચ હતી, પરંતુ 10 મી ઓવર પૂરી થતાં જ તેમાં મળેલા લક્ષ્યનો પીછો કરી લેવામાં આવ્યો હતો.

અમે આફ્રિકન પ્રદેશના ICC અંડર 19 વર્લ્ડ કપ (World Cup) ક્વોલિફાયર વિશે વાત કરી રહ્યા છીએ, જ્યાં મેચ તાંઝાનિયા અને યુગાન્ડાની અંડર 19 ટીમો વચ્ચે હતી. આ મેચમાં તાંઝાનિયાની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. પરંતુ, તેની બેટિંગ ઓછી અને કંગાળતા વધારે દર્શાવે છે. 17 વર્ષીય બોલરની સામે, લગભગ અડધી ટીમ લાચાર બની ગઇ હતી.

તેનું બાકી રહેલુ કામ બાકીના તમામ બોલરોએ પુરુ કર્યું. યુગાન્ડાના 17 વર્ષીય પાસ્કલ મુરુંગીએ એટલી ઝડપ દર્શાવી કે તાંઝાનિયાના બેટ્સમેનો માટે વિકેટ પર ઉભા રહેવું મુશ્કેલ બની ગયું હતુ. પરિણામ એ આવ્યું કે સમગ્ર ટીમ 50 ઓવરના બદલે માત્ર 26.1 ઓવર જ રમી શકી. તેઓએ મુશ્કેલી ભરી રમત વડે માંડ 51 રન સ્કોર બોર્ડમાં ઉમેર્યા હતા.

3.5 ઓવર માં 9 રન આપી 4 વિકેટ ઝડપી

તાંઝાનિયાના બે બેટ્સમેનો સિવાય કોઈએ દસનો આંકડો પણ સ્પર્શ્યો નહીં. દસ આંકડા સુધી પહોંચનારાઓ ખેલાડીઓએ માત્ર 11-11 રન જ બનાવી શક્યા. યુગાન્ડા માટે, તેના 17 વર્ષના ઝડપી બોલર પાસ્કલ મુરુંગીએ મેચમાં માત્ર 3.5 ઓવર ફેંકી અને 9 રન આપીને 4 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. જ્યારે બાકીની 6 વિકેટ 4 બોલરોએ મળીને શેર કરી હતી. યુગાન્ડાની કિલર બોલિંગ સામે તાન્ઝાનિયા તરફથી બાઉન્ડ્રીના નામે માત્ર 2 ચોગ્ગા ફટકારવામાં આવ્યા હતા.

હવે યુગાન્ડા પાસે 50 ઓવરમાં 52 રન બનાવવાનો સરળ ટાર્ગેટ હતો. તેણે આ લક્ષ્ય 11 મી ઓવરમાં જ હાંસલ કર્યું. યુગાન્ડાએ 10.2 ઓવરમાં 2 વિકેટે 54 રન બનાવ્યા હતા. મેચનો ટોસ યુગાન્ડાએ જીત્યો હતો અને પછી સમાન ગૌરવ સાથે મેચ જીતી હતી.

આ પણ વાંચોઃ T20 World Cup: ઓમાન અને UAE માં આયોજન કરીને BCCI કરશે મબલખ કમાણી, રળશે કરોડો રુપિયા !

આ પણ વાંચોઃ IPL 2021: હર્ષલ પટેલે રચ્યો ઇતિહાસ, આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય શિકારી બન્યો, બુમરાહ પાછળ રહી ગયો

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati