T20 World Cup: ઓમાન અને UAE માં આયોજન કરીને BCCI કરશે મબલખ કમાણી, રળશે કરોડો રુપિયા !
ટી20 વર્લ્ડ કપ (ICC T20 World Cup) નું આયોજન BCCI ની પાસે છે. જોકે તેનુ આયોજન ભારતને બદલે UAE અને ઓમાનમાં કરાઇ રહ્યું છે. જેનાથી આટલો નફો રળવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે.
આ મહિનાથી શરૂ થઈ રહેલા ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આમ તો આ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં આ પહેલા આયોજીત થવાનો હતો. જોકે કોરોનાને કારણે તે રદ કરવામાં આવ્યો હતો. આ પછી તે BCCI ની પાસે આયોજન આવ્યુ હતુ. જે UAE અને ઓમાનમાં તેનું આયોજન થઇ રહ્યું છે. BCCI એ આ ટુર્નામેન્ટની ટિકિટ વેચવાના અધિકાર ઓમાન અને ECB ને આપ્યા છે. તેમને આશા છે કે આ 33 દિવસની ઇવેન્ટની ટિકિટોનુ વેચાણ સારુ થશે.
UAE ક્રિકેટ બોર્ડ (ECB) ને 39 મેચોનું આયોજન કરવા માટે સાત મીલીયન ડોલર આપવામાં આવશે. આ સાથે જ ઓમાન ક્રિકેટને પ્રથમ રાઉન્ડની છ મેચ માટે ત્રણ કરોડ રૂપિયા આપવામાં આવશે. આમ છતાં, BCCI ને તેનાથી 12 મીલીયન ડોલરનો ફાયદો થશે. BCCI ની એેપેક્સ કાઉન્સીલે આ અંગે જણાવ્યું છે.
89 કરોડ વધારપે ખર્ચાશે
BCCI ની એેપેક્સ કાઉન્સીલે એમ પણ કહ્યું કે આ ટુર્નામેન્ટનો કુલ ખર્ચ 25 મીલીયન $ (1 અબજ રૂપિયા 86 કરોડ) છે. આ 12 મીલીયન $ એટલે કે નિયત ખર્ચ કરતાં 89 કરોડ વધુ છે. જો કે તે હજુ પણ આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં, T20 વર્લ્ડ કપ પર ખર્ચવામાં આવનાર કિંમત કરતાં ઓછી છે. BCCI એ આ ઇ-મેઇલમાં જણાવ્યું હતું કે, ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને UAE અને ઓમાનમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યું હતુ, BCCI એ હોસ્ટિંગને મુદ્દે ICC સાથે વાત કરી હતી. ખૂબ વિચાર કર્યા પછી, અમે નક્કી કર્યું હતું કે ખેલાડીઓની સુરક્ષા સર્વોચ્ચ છે. તેથી જ અમે આને યુએઈ અને ઓમાનમાં શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો.
બીસીસીઆઇ પાસે ટિકિટના વેચાણ રાઇટ નહી
BCCI દુબઈ, અબુ ધાબી અને શારજાહમાં T20 વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ માટે, BCCI યુનાઈટેડ ક્રિકેટ બોર્ડને 1.5 મીલીયન $ (11 કરોડ રૂપિયા) અને ઓપરેશનલ ખર્ચ માટે 5.5 $ મીલીયન આપશે. બીસીસીઆઈ કુલ સાત મીલીયન ડોલર એટલે કે 52 કરોડ આપશે. ઇસીબીનું કામ મેચ દરમિયાન જરૂરી તમામ વસ્તુઓ પૂરી પાડવાનું રહેશે. BCCI એ ECB ને તેની ટિકિટ વેચવાના અધિકાર આપ્યા છે, આમાંથી કમાણી પણ ECB રાખશે.