IPL 2021: હર્ષલ પટેલે રચ્યો ઇતિહાસ, આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય શિકારી બન્યો, બુમરાહ પાછળ રહી ગયો
હર્ષલ પટેલ (HarshalPatel) શરૂઆતથી જ વર્તમાન સિઝનમાં જોરદાર પ્રદર્શન આપ્યું છે. જ્યારે કોરોનાને કારણે વર્તમાન સિઝન અટકી હતી, ત્યારે તે પર્પલ કેપ (Purple cap) રેસમાં નંબર-1 હતો અને હજુ પણ છે.
IPL માં પર્પલ કેપ (Purple cap) રેસ ખૂબ જ રસપ્રદ રહી છે. પર્પલ કેપ એટલે કે બોલરના માથાનો તાજ. તે બોલરને મળે છે, જે લીગમાં સૌથી વધુ વિકેટ લે છે. દરેક સીઝનમાં, બોલરો આ કેપ માટે એકબીજાને કઠિન સ્પર્ધા આપતા હતા, પરંતુ આ વખતે એક બોલરે અંગદની જેમ પ્રથમ સ્થાને પગ મૂક્યો છે અને તે કોઈને પણ તેની નજીક આવવા દેતો નથી. આ બોલરનું નામ હર્ષલ પટેલ (Harshal Patel) છે. IPL 2021 નો લીગ તબક્કો તેના અંતિમ તબક્કે છે, પરંતુ પટેલનું શાસન સમાપ્ત થતું નથી.
બુધવારે પટેલની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) નો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) સાથે થયો હતો. આ મેચ બાદ પટેલની સ્થિતિ વધુ મજબૂત બની છે અને સાથે જ તેણે બીજો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. તે આઈપીએલ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર પણ બન્યો છે.
હર્ષલે SRH ના રિદ્ધીમાન સાહાને ડી વિલિયર્સને હાથે કેચ આઉટ કરાવીને, આ સિઝનમાં પોતાની 28 વિકેટ પૂરી કરી હતી . આ સાથે તે આઈપીએલ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે. તેના પહેલા આ રેકોર્ડ મુંબઈ ઈન્ડીયન્સના જસપ્રીત બુમરાહના નામે હતો.
બુમરાહે છેલ્લી સિઝનમાં જ 27 વિકેટ લઈને આ પરાક્રમ કર્યું હતું. હવે આ સિઝનમાં પટેલે તેનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સનરાઈઝર્સ સામે રમાઈ રહેલી મેચમાં હર્ષલે ચાર ઓવરમાં 33 રન આપીને 33 વિકેટ લીધી છે અને હવે તેની વિકેટની કુલ સંખ્યા 29 થઈ ગઈ છે. IPL-2021 ના પ્રથમ તબક્કામાં, હર્ષલ પટેલ સાત મેચમાં 17 વિકેટ સાથે પર્પલ કેપ રેસમાં મોખરે રહ્યો હતો. .
પટેલ પહેલાં આ ભારતીયોનું વર્ચસ્વ હતું
પટેલ અને બુમરાહ બાદ આ યાદીમાં નામ ભુવનેશ્વર કુમારનું છે. 2017 ની IPL માં ભુવનેશ્વરે 26 વિકેટ લીધી હતી. હરભજન સિંહે 2013 માં 24 વિકેટ લીધી હતી. આ સાથે જ 2017 માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમનાર જયદેવ ઉનડકટે પણ 24 વિકેટ લીધી હતી. હર્ષલ પટેલની નજર હવે આઈપીએલ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ તોડવા પર છે. જે હાલમાં ડ્વેન બ્રાવો (32) ના નામે છે. બ્રાવો બાદ દિલ્હી કેપિટલ્સના કાગિસો રબાડા એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે ગત સિઝનમાં 30 વિકેટ લીધી હતી. હર્ષલ પટેલની શાનદાર બોલિંગના કારણે RCB એ હૈદરાબાદને 20 ઓવરમાં સાત વિકેટના નુકસાને 141 રન પર રોકી દીધું હતું.