ચેતેશ્વર પૂજારાએ ફરી બેવડી સદી ફટકારી, પૂર્વ ભારતીય કેપ્ટનની કરી બરાબરી

County Cricket: ડરહામ સામે સસેક્સની પ્રથમ ઇનિંગમાં રમતા ચેતેશ્વર પૂજારાએ 203 રન બનાવ્યા. જેમાં 24 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેણે સસેક્સને તેની પ્રથમ ઈનિંગમાં 538 સુધી પહોંચવામાં મદદ કરી અને ડિવિઝન 2 મેચમાં પ્રથમ દાવમાં 315 રનની લીડ લીધી હતી.

ચેતેશ્વર પૂજારાએ ફરી બેવડી સદી ફટકારી, પૂર્વ ભારતીય કેપ્ટનની કરી બરાબરી
Cheteshwar Pujara (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2022 | 8:35 AM

કાઉન્ટી ચેમ્પિયનશીપમાં ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara)નું બેટ જોરદાર બોલી રહ્યું છે. સિઝનની 3 મેચમાં સદી ફટકારનાર ચેતેશ્વર પૂજારાએ ત્રીજી સદીમાં 203 રન બનાવ્યા હતા. પ્રથમ મેચમાં પણ તે બેવડી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. સસેક્સ ક્રિકેટ ટીમ તરફથી રમતા આ ભારતીય બેટ્સમેને સારું ફોર્મ બતાવ્યું છે અને તે સતત રન બનાવી રહ્યો છે.

ડરહામ સામે સસેક્સની પ્રથમ ઇનિંગમાં રમતા ચેતેશ્વર પૂજારાએ 203 રન બનાવ્યા. જેમાં 24 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેણે સસેક્સને તેની પ્રથમ ઈનિંગમાં 538 સુધી પહોંચવામાં મદદ કરી અને ડિવિઝન 2 મેચમાં પ્રથમ દાવમાં 315 રનની લીડ લીધી હતી. પૂજારાએ પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન સાથે છઠ્ઠી વિકેટ માટે 154 રનની ભાગીદારી નોંધાવી હતી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ચેતેશ્વર પુજારાએ પુર્વ સુકાની મોહમ્મદ અઝરુદ્દીનના રેકોર્ડની બરોબરી કરી

આ પહેલા કાઉન્ટી ક્રિકેટમાં પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દી (Mohammed Azharuddeen)ને 2 બેવડી સદી ફટકારી હતી. 28 વર્ષ બાદ પૂજારાએ આ સિદ્ધિ હાંસલ કરવામાં અઝહરુદ્દીનની બરાબરી કરી લીધી છે. પુજારાને ખરાબ ફોર્મના કારણે ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

રણજી ટ્રોફીની કેટલીક મેચ રમ્યા બાદ પુજારા કાઉન્ટી ક્રિકેટમાં રમવા ગયો

કાઉન્ટી ક્રિકેટમાં રમતા પહેલા ચેતેશ્વર પુજારાએ રણજી ટ્રોફીમાં કેટલીક મેચો રમી હતી અને ત્યારબાદ કાઉન્ટી ક્રિકેટ રમવા માટે ઈંગ્લેન્ડ ગયો હતો. ત્યાં તેણે પહેલી જ મેચમાં બેવડી સદી ફટકારી હતી. આ પછી તે ફોર્મમાં પાછો ફર્યો છે. તેણે બીજી મેચમાં સદી ફટકારી હતી અને હવે ત્રીજી મેચમાં બીજી બેવડી સદી ફટકારી હતી.

પુજારાને દ.આફ્રિકા સામેની સીરિઝમાં ખરાબ પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી દેવાયો હતો

ચેતેશ્વર પુજારાને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ખરાબ ફોર્મના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો હતો. ચેતેશ્વર પૂજારાને શ્રીલંકા સામેની હોમ ટેસ્ટ સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આ વર્ષે ભારતીય ટીમને ઈંગ્લેન્ડમાં 1 ટેસ્ટ રમવાની છે. ભારતીય ટીમ ત્યાં ગયા વર્ષની શ્રેણીની બાકીની એક મેચ રમશે. હવે જોવાનું એ રહેશે કે આ બાકી રહેલ એક ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં ચેતેશ્વર પુજારાને ટીમમાં સ્થાન મળે છે કે નહીં.

આ પણ વાંચો : IPL 2022: બર્થ ડે પર Rohit Sharma ના બદલી શક્યો 8 વર્ષ જૂનો ઈતિહાસ, 2 રન બે મોટા દર્દ આપી ગયા

આ પણ વાંચો : IPL 2022 : ગુજરાતના સામે હાર્યા બાદ RCB ના સુકાની ફાફ ડુ પ્લેસિસે પોતાની ભૂલ જણાવી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">