ચેન્નાઇ સુપર કિંગ્સના ફાફ ડુ પ્લેસીસે કહ્યું ‘IPL કરતા આ બાબતમાં PSL વધારે આગળ’

આઈપીએલને વિશ્વની ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં સૌથી મોટી ટુર્નામેન્ટ માનવામાં આવે છે. ત્યાં ફાફ ડુ પ્લેસીસે PSLમાં સ્ટાન્ડર્ડ ખૂબ સારુ હોવાનું કહ્યું છે.

ચેન્નાઇ સુપર કિંગ્સના ફાફ ડુ પ્લેસીસે કહ્યું 'IPL કરતા આ બાબતમાં PSL વધારે આગળ'
Faf du Plessis

IPL ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં આકર્ષણ ધરાવે છે. તેને જોનારા દર્શકોની સંખ્યા જ ના માત્ર સૌથી વધુ છે, તેના ફેન પણ વિશાળ છે. T20 લીગમાં IPLના તોલે અન્ય કોઈ લીગ આકર્ષણના મામલામાં નજીક નથી ફરકી શકી. આઈપીએલને વિશ્વની ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં સૌથી મોટી ટુર્નામેન્ટ માનવામાં આવે છે. ત્યાં ફાફ ડુ પ્લેસીસે PSLમાં સ્ટાન્ડર્ડ ખૂબ સારુ હોવાનું કહ્યું છે.

 

IPLમાં રમવા માટે વિશ્વભરના ખેલાડીઓ ઉત્સુક હોય છે. PSLના અણધડ આયોજનને લઈને વિશ્વભરમાં ટીકા થઈ હતી. PSL વર્તમાન સિઝનને બાયો બબલના અણધડ સંચાલનને લઈને કોરોના સંક્રમણ ફેલાતા અટકાવી દેવી પડી હતી. સાઉથ આફ્રિકા (South Africa)ના દિગ્ગજ ગણાતા બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ (Faf Du Plessis) IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમે છે. જ્યારે PSLમાં ક્વેટા ગ્લેડિએટર્સ (Quetta Gladiators) તરફથી રમનાર છે.

 

PSLની છઠ્ઠી સિઝન 9 જૂનથી UAEમાં રમાનાર છે. ફાફ ડુ પ્લેસીસને લાગે છે કે PSL ઝડપી બોલરોની ક્વોલિટીના મામલામાં સૌથી આગળ છે. જ્યારે IPL હંમેશા સ્પિનરોનો સારો સ્ટોક તૈયાર કર્યો છે. ફાફ ડુ પ્લેસીસે ક્રિકેટ પાકિસ્તાન દ્વારા વાત કરતા કહ્યું PSLમાં સ્ટાન્ડર્ડ ખૂબ સારુ છે. મારે કહેવુ જોઈએ કે જે બાબતે મને વધારે પ્રભાવિત કર્યો છે, તે ઝડપી બોલીંગ છે.

 

PSLનું અસલી ‘રત્ન’ પેસ

પ્લેસીસે કહ્યું હતું કે હું ખુદ દક્ષિણ આફ્રિકા જેવા દેશમાંથી આવ્યો છુ. જ્યાં તમે ખૂબ પેસનો સામનો કરીને મોટા થાઓ છો. મનેએ જોઈને આશ્વર્ય થાય છે કે અહીં ટુર્નામેન્ટમાં 140 કી.મીની ઝડપથી બોલીંગ કરવાવાળા અનેક બોલર સામેલ છે. હું કહીશ કે ભારતમાં તમારી સામે સ્પિન બોલરોની એક વિશાળ વિવિધતા છે. મને લાગે છે કે, PSLનું અસલી રત્ન પેસ છે.

IPL 2021 સ્થગીત થવી નિરાશાજનક

ફાફ ડુ પ્લેસીસે IPL2021ના સ્થગીત થવા અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી 7 મેચ રમ્યો હતો. જેમાં તેણે 320 રન બનાવ્યા હતા. જે દરમ્યાન તેણે 4 અર્ધશતક લગાવ્યા હતા. IPLને સ્થગીત થવાને લઈને તેણે કહ્યુ હતુ કે, નિરાશાજનક બાબત હતી કે, ટુર્નામેન્ટ રોકાઈ ગઈ. એક રીતે મારા માટે દુ:ખદ હતુ. મારુ પ્રદર્શન સારુ ચાલી રહ્યુ હતુ અને ટીમનું પણ. ચેન્નાઈ સુપર કિંગ્સે ખરેખર જ સારુ ક્રિકેટ રમી રહ્યુ હતુ. જે રીત ખૂબ નિરાશાજનક છે.

 

આ પણ વાંચો: WTC Final: પાર્થિવ પટેલે કહ્યું- કેપ્ટનના રુપમાં વિરાટ કોહલી પાસે પ્રથમ ICC ટાઈટલ મેળવવાની સોનેરી તક

Click on your DTH Provider to Add TV9 Gujarati