AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final: પાર્થિવ પટેલે કહ્યું- કેપ્ટનના રુપમાં વિરાટ કોહલી પાસે પ્રથમ ICC ટાઈટલ મેળવવાની સોનેરી તક

પૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલે (Parthiv Patel) વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપને લઈ વાત કરી હતી. તેણે કહ્યું હતુ કે ટાઈટલને નજરમાં રાખતા કોહલી માટે આ એક ખૂબ મોટો મોકો છે. પટેલે કહ્યું હતુ કે કોહલીએ ICCની કેટલીક ટુર્નામેન્ટમાં ભારત માટે નેતૃત્વ કર્યુ છે. હવે આ એક મોટી વાત છે.

WTC Final: પાર્થિવ પટેલે કહ્યું- કેપ્ટનના રુપમાં વિરાટ કોહલી પાસે પ્રથમ ICC ટાઈટલ મેળવવાની સોનેરી તક
Virat Kohli -Parthiv Patel
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 06, 2021 | 6:45 PM
Share

ભારતીય ટીમ સાઉથમ્પ્ટનમાં વિશ્વ ટેસ્ટ ચેમ્યિનશીપ (World Test Championship)ની ફાઈનલ માટેની તૈયારીઓની શરુઆત કરી છે. પૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલે (Parthiv Patel) વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપને લઈ વાત કરી હતી. તેણે કહ્યું હતુ કે ટાઈટલને નજરમાં રાખતા કોહલી માટે આ એક ખૂબ મોટો મોકો છે. પટેલે કહ્યું હતુ કે કોહલીએ ICCની કેટલીક ટુર્નામેન્ટમાં ભારત માટે નેતૃત્વ કર્યુ છે. હવે આ એક મોટી વાત છે.

પાર્થિવ પટેલે વાત કરતા કહ્યું હતુ કે ટેસ્ટ ચેમ્પિયનશીપ જીતી લેવી એ કેપ્ટનના રુપમાં તેના માટે એક મોટી ઉપલબ્ધી હશે. તેણે કહ્યું કે ભારત અને ન્યુઝીલેન્ડ બંને ટીમોની નજર ટેસ્ટ ચેમ્પિયનશીપની ટાઈટલ પર છે. વિરાટ કોહલી પાસે પ્રથમ ICC ટાઈટલ જીતવાનો આ સોનેરી અવસર છે.

મીડિયા રિપોર્ટસનુસાર પટેલે કહ્યું હતુ કે આ ક્રિકેટનું મુળ ફોર્મેટ છે. દરેક ખેલાડી ટેસ્ટ પ્લેયર બનવા ઈચ્છે છે. હવે તો ટેસ્ટ ચેમ્પિયનશીપનો વિશ્વ કપ પણ છે. પોતાની કેપ્ટનશીપ દરમ્યાન પોતાની ટીમને પ્રથમ WTC કપ જીતાડવો તેના માટે ખૂબ મોટી વાત હશે.

વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પાકિસ્તાનથી 180 રને હાર થઈ હતી. જ્યારે વિશ્વકપ 2019ના સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડથી 18 રને હારનો સામનો કરવો પડ્યો હતો. એટલે કે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતે અત્યાર સુધીમાં એક પણ ICC ટાઈટલ જીત્યુ નથી.

કેપ્ટન કોહલીની વાત કરવામાં આવે તો ICC ઉપરાંત તે IPL ટાઈટલથી પણ દુર છે. IPL ટાઈટલ મેળવવા કોહલી તરસી રહ્યો છે. આમ કોહલીના નસીબમાં જાણે ICC અને IPL ટાઈટલ દુર છે.  જોકે IPL અને ICC બંને ટાઈટલ મેળવવા ઉજળી તકો છે.

ભારત-ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ ટેસ્ટમાં વ્યસ્ત

ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસે પહોંચીને ત્રણ દિવસ વિતાવી ચુકી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આગામી 18 જૂનથી WTC ફાઈનલ મેચ રમાનાર છે. ફાઈનલ મેચ સાઉથમ્પ્ટનના એજીસ બાઉલ ખાતે રમાનાર છે. જ્યારે ન્યુઝીલેન્ડ હાલમાં ઈંગ્લેંડ સામે 2 ટેસ્ટ મેચની શ્રેણી ઈંગ્લેંડ સામે રમી રહ્યુ છે. ભારતીય ટીમ ફાઈનલ બાદ લાંબો બ્રેક લીધા બાદ ઈંગ્લેંડ સામે મેદાને ઉતરશે. ઈંગ્લેંડ અને ભારત વચ્ચે 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમાનારી છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">