Breaking News: ઓસ્ટ્રેલિયા A સિરીઝ માટે ટીમ જાહેર, હાર્દિક પંડ્યાનું કમબેક, દેવદત્ત પડિકલ કરશે કપ્તાની
ઓસ્ટ્રેલિયા Aના ભારત પ્રવાસ માટે BCCIએ ઈન્ડિયા Aની બંને ટીમોની જાહેરાત કરી છે. મલ્ટી-ડે મેચ માટે દેવદત્ત પડિકલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે વન-ડે ટીમની કમાન ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી છે. આ સાથે લાંબા સમયથી ફિટનેસને કારણે ચર્ચામાં રહેલા હાર્દિક પંડ્યાને પણ વન-ડે ટીમમાં સ્થાન મળ્યું છે.

ઓસ્ટ્રેલિયા A ના આગામી ભારત પ્રવાસ માટે પુરુષ સિનિયર પસંદગી સમિતિએ ભારત A ટીમની જાહેરાત કરી છે. પુડુચેરીમાં રમાનારી આ હાઇ-પ્રોફાઇલ હોમ સિરીઝમાં બે મલ્ટી-ડે મેચ અને ત્રણ લિસ્ટ A મેચ રમાશે. પસંદગીકારોએ બંને ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટનને બનાવ્યા છે. ડાબોડી બેટ્સમેન દેવદત્ત પડિકલ મલ્ટી-ડે ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે ઋતુરાજ ગાયકવાડ ત્રણ મેચની ODI શ્રેણીમાં ભારતીય A ટીમનું નેતૃત્વ કરશે, જેમાં પડિકલ વાઇસ કેપ્ટન હશે. આ પ્રવાસ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે.
પડિકલના ખભા પર જવાબદારી
મલ્ટી-ડે ફોર્મેટ માટે પસંદ કરાયેલી 15 સભ્યોની ટીમમાં એવા ખેલાડીઓનો કરવામાં આવ્યો છે જેમણે ઘરેલુ ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કર્યું છે. અમન મોખાડે, આયુષ પાંડે, દેવદત્ત પડિકલ, સાઈ સુદર્શન, યશ રાઠોડ અને શેખ રશીદને બેટિંગની જવાબદારી સોંપવામાં આવી છે. ટીમમાં કુમાર કુશાગ્ર અને એન જગદીસન બે વિકેટકીપર છે. મુંબઈના રણજી ટ્રોફી ચેમ્પિયન ઓલરાઉન્ડર શમ્સ મુલાની અને તનુષ કોટિયન સ્પિન વિભાગ સંભાળશે. તુષાર દેશપાંડે, અંશુલ કંબોજ, પ્રફુલ હિંગે, નચિકેત ભૂટે અને વી વૈશાખને ફાસ્ટ બોલિંગ વિભાગમાં સામેલ કરવામાં આવ્યા છે.
India A’s squads for the Multi-Day and One-Day matches against Australia A are out
Devdutt Padikkal will lead the Multi-Day side, with Sai Sudharsan as vice-captain
Ruturaj Gaikwad takes charge in the One-Day matches, with Padikkal his deputy pic.twitter.com/neudQD5V7F
— Cricbuzz (@cricbuzz) September 9, 2026
હાર્દિક પંડ્યા-રજત પાટીદાર ટીમમાં સામેલ
ODI શ્રેણી માટે જાહેર કરાયેલી ટીમમાં અનુભવી અને વિસ્ફોટક ખેલાડીઓનું મજબૂત મિશ્રણ છે. ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ટીમમાં દેવદત્ત પડિકલ, પ્રિયાંશ આર્ય, રજત પાટીદાર અને નમન ધીર જેવા બેટ્સમેનોનો સમાવેશ થાય છે. ઈજાને કારણે છેલ્લા કેટલાક સમયથી ભારતીય સિનિયર ટીમની બહાર રહેલા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વિકેટકીપર-બેટ્સમેન તરીકે કુમાર કુશાગ્ર અને પ્રભસિમરન સિંહની પસંદગી કરવામાં આવી છે.
ઈન્ડિયા A મલ્ટી-ડે ટીમ
અમન મોખાડે, આયુષ પાંડે, દેવદત્ત પડિકલ (કેપ્ટન), સાઈ સુદર્શન (વાઈસ-કેપ્ટન), યશ રાઠોડ, શેખ રશીદ, કુકુમાર કુશાગ્ર, શમ્સ મુલાની, તનુષ કોટિયન, તુષાર દેશપાંડે, અંશુલ કંબોજ, પ્રફુલ્લ હિંગે, એન જગદીસન, નચિકેત ભૂટે , વી વૈશ્ય.
ઈન્ડિયા A વન-ડે ટીમ
પ્રિયાંશ આર્ય, સાંઈ સુદર્શન, દેવદત્ત પડિકલ, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રજત પાટીદાર, કુમાર કુશાગ્ર, નિશાંત સિંધુ, વિપરાજ નિગમ, અરશિન કુલકર્ણી, અરશદ ખાન, નમન ધીર, હાર્દિક પંડ્યા*, પ્રભસિમરન સિંહ, ગુર્જપનીત સિંહ, યશ ઠાકુર.
