Breaking News : 2 ટેસ્ટ, 3 વનડે અને 5 ટી-20, વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનું શેડયૂલ થયું જાહેર

India vs West Indies 2023 Schedule:આ બધા વચ્ચે ભારતીય ટીમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનું શેડયૂલ જાહેર થયું છે. આ પ્રવાસમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર ટેસ્ટ, વનડે અને ટી20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમશે.

Breaking News : 2 ટેસ્ટ, 3 વનડે અને 5 ટી-20, વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનું શેડયૂલ થયું જાહેર
India tour of West Indies 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2023 | 9:08 PM

Team India : આઈપીએલ 2023 અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ બાદ ભારતીય ખેલાડીઓને જૂન મહિનામાં આરામ મળ્યો છે. જૂન મહિનામાં એશિયા કપ અને વર્લ્ડ કપનું શેડયૂલ જાહેર થવાની પ્રબળ શક્યતાઓ છે. આ બધા વચ્ચે ભારતીય ટીમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનું (India vs West Indies) શેડયૂલ જાહેર થયું છે. આ પ્રવાસમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર ટેસ્ટ, વનડે અને ટી20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમશે.

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની શરુઆત ટેસ્ટ સિરિઝથી થશે. 12 જુલાઈથી 24 જુલાઈ વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરિઝ શરુ થશે. 3 મેચની વનડે સિરિઝની શરુઆત 27 જુલાઈથી થશે. અંતિમ વનડે 1 ઓગસ્ટના રોજ રમાશે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં 5 ટી20 મેચોની સિરીઝ 6 ઓગસ્ટથી 13 ઓગસ્ટ વચ્ચે રમાશે. 1 મહિના સુધી ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર ધમાલ મચાવશે. જોકે, આ સિરિઝની મેચોના સમય જાહેર થયા નથી.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

આ પણ વાંચો : વોર્નર-સ્મિથ સહિત આ 5 ક્રિકેટરોએ રચ્યો ઈતિહાસ, ત્રણેય ફોર્મેટમાં જીત્યો વર્લ્ડ કપ

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનું શેડયૂલ થયું જાહેર

ટેસ્ટ શેડયૂલ

તારીખ મેચ સ્થળ
12-16 જુલાઈ WI vs IND 1st Test વિન્ડસર પાર્ક, રોઝો, ડોમિનિકા
20-24 જુલાઈ WI vs IND 2nd Test ક્વીન્સ પાર્ક ઓવલ, પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ

વનડે શેડયૂલ

તારીખ  મેચ સ્થળ
 27 જુલાઈ WI vs IND 1st ODI કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બાર્બાડોસ
29 જુલાઈ WI vs IND 2nd ODI કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બાર્બાડોસ
 01 ઓગસ્ટ WI vs IND 3rd ODI ક્વીન્સ પાર્ક ઓવલ, પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ

ટી20 શેડયૂલ

તારીખ  મેચ સ્થળ
04 ઓગસ્ટ WI vs IND 1st T20I ક્વીન્સ પાર્ક ઓવલ, પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ
06 ઓગસ્ટ WI vs IND 2nd T20I પ્રોવિડન્સ સ્ટેડિયમ, ગયાના
08 ઓગસ્ટ WI vs IND 3rd T20I પ્રોવિડન્સ સ્ટેડિયમ, ગયાના
 12 ઓગસ્ટ WI vs IND 4th T20I સેન્ટ્રલ બ્રોવર્ડ પ્રાદેશિક પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, લોડરહિલ, ફ્લોરિડા
 13 ઓગસ્ટ WI vs IND 5th T20I સેન્ટ્રલ બ્રોવર્ડ પ્રાદેશિક પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, લોડરહિલ, ફ્લોરિડા

આ પણ વાંચો : MS Dhoni plea: ધોની પર સ્પોટ ફિક્સિંગનો આરોપ લગાવનારા IPS મુશ્કેલીમાં, 100 કરોડના માનહાનિ કેસમાં હાઈકોર્ટમાં થશે સુનાવણી

એક મહિનાના પ્રવાસમાં યુવા ક્રિકેટરોને મળી શકે છે તક

અનેક મીડિયા રિપોર્ટ અનુસાર, વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે. તેમની સ્થાને યુવા ક્રિકેટરોને ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન આપવામાં આવશે. મળતી માહિતી અનુસાર, રિંકુ સિંહ અને યશસ્વી જયસ્વાલ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ડેબ્યૂ કરી શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">