MS Dhoni plea: ધોની પર સ્પોટ ફિક્સિંગનો આરોપ લગાવનારા IPS મુશ્કેલીમાં, 100 કરોડના માનહાનિ કેસમાં હાઈકોર્ટમાં થશે સુનાવણી

એમએસ ધોની (MS Dhoni) પર સ્પોટ ફિક્સિંગનો આરોપ લગાવનાર IPS ઓફિસર સંપત કુમારની મુશ્કેલીમાં વધારો છે. ધોનીને આ ઓફિસર પર 100 કરોડ રુપિયાનો માનહાનિ કેસ દાખલ કર્યો છે. સોમવારે મદ્રાસ હાઈકોર્ટે આ કેસ પર સુનાવણીનો નિર્ણય કર્યો છે.

MS Dhoni plea: ધોની પર સ્પોટ ફિક્સિંગનો આરોપ લગાવનારા IPS મુશ્કેલીમાં, 100 કરોડના માનહાનિ કેસમાં હાઈકોર્ટમાં થશે સુનાવણી
MS dhoni contempt of court plea against ips officer
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2023 | 8:24 PM

New Delhi : કેપ્ટન ધોનીના ફેન્સ માટે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે. એમએસ ધોની (MS Dhoni) પર સ્પોટ ફિક્સિંગનો આરોપ લગાવનાર IPS ઓફિસર સંપત કુમારની મુશ્કેલીમાં વધારો થયો છે. ધોની એ આ ઓફિસર પર 100 કરોડ રુપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. સોમવારે મદ્રાસ હાઈકોર્ટે આ કેસ પર સુનાવણીનો નિર્ણય કર્યો છે. કોર્ટ દ્વારા 15 જૂનના રોજ આ કેસ પર સુનાવણી થશે.

વર્ષ 2013માં ઓફિસર સંપત સ્પોટ ફિક્સિંગ અને સટ્ટાબાજીના કેસમાં તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ધોની વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. સંપત કુમારે આ દરિમાયન કેપ્ટન ધોની પર સ્પોટ ફિક્સંગનો આરોપ લગાવ્યો હતો. જેના કારણે ધોની એ સંપત કુમાર પર સૌથી મોટો 100 કરોડનો માનહાનિનો કેસ કર્યો છે.

આ પણ વાંચો : WTC Final બાદ ભારત-ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, ગિલને પણ મળી આ મોટી સજા

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

ઓફિસરને સજા કરવાની કરી માગ

ધોનીએ ફિક્સિંગમાં તેનું નામ જોડવા બદલ એક લેખિત નિવેદનમાં આ આઈપીએલ અધિકારીને સજા કરવાની માગ કરી હતી. સટ્ટાબાજી અને મેચ ફિક્સિંગના કારણે આઈપીએલની છબી બગડી હતી. વર્ષ 2016 અને 2017માં ચેન્નાઈ અને રાજસ્થાનના ઘણા ખેલાડીઓ અને ફ્રેન્ચાઈઝીને બેન કરવામાં આવી હતી. આ બેનને કારણે આઈપીએલમાં બે નવી ફ્રેન્ચાઈઝીઓની એન્ટ્રી થઈ હતી.

આ પણ વાંચો :  French Open 2023: નોવાક જોકોવિચે રચ્યો ઈતિહાસ, 23મો ગ્રેન્ડ સ્લેમ જીતીને બન્યો નંબર 1, જુઓ Video

ધોનીની શાનદાર વાપસી

ધોની આઈપીએલમાં સૌથી સફળ અને મહાન કેપ્ટન બની ગયો છે. ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલમાં 5મી વાર ચેમ્પિયન બન્યું છે. લીગ સ્ટેજમાં ચેન્નાઈની ટીમ 17 પોઈન્ટ સાથે બીજા ક્રમે હતી. કવોલિફાયર 1માં ગુજરાતને હરાવીને ચેન્નાઈની ટીમ ફરી એકવાર ફાઈનલમાં પહોંચી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અંતિમ બોલ પર ચોગ્ગો ફટકારીને જાડેજા એ ચેન્નાઈની ચેમ્પિયન બનાવ્યું હતું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">