Breaking News: વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી, સચિન તેંડુલકરના 2 રેકોર્ડ પણ તોડ્યા
વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામે માત્ર 35 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ ન્યુઝીલેન્ડની ધરતી પર તેની સૌથી ઝડપી ODI અડધી સદી છે. કોહલીએ 74 રનની દમદાર ઇનિંગમાં સચિન તેંડુલકરના બે રેકોર્ડ પણ તોડ્યા હતા.

ઓકલેન્ડમાં જ્યાં બેટ્સમેનોને ટકી રહેવું પણ મુશ્કેલ લાગતું હતું, તે જ 22 યાર્ડની સ્ટ્રીપ પર કોહલીએ શાનદાર બેટિંગ કરી. કોહલીએ ન્યુઝીલેન્ડ સામે માત્ર 35 બોલમાં અડધી સદી ફટકારી, જે ન્યુઝીલેન્ડની ધરતી પર તેની સૌથી ઝડપી ODI અડધી સદી હતી. વધુમાં, તે વિદેશી ધરતી પર તેની બીજી સૌથી ઝડપી ODI અડધી સદી પણ છે. કોહલીએ ઓકલેન્ડમાં ક્યારેય અડધી સદી ફટકારી ન હતી, પરંતુ હવે તેણે તે રાહનો અંત લાવ્યો છે. વિરાટે આ અડધી સદી સાથે સચિનના બે મોટા રેકોર્ડ પણ તોડ્યા હતા.
કોહલીએ સચિનના 2 રેકોર્ડ તોડ્યા
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો ODI ચેઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સચિને રન ચેઝમાં 8720 રન બનાવ્યા હતા, અને વિરાટ હવે સચિનને પાછળ છોડી ગયો છે. આ સિવાય વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામે સૌથી વધુ ODI રન બનાવવાના રિકી પોન્ટિંગના રેકોર્ડની પણ બરાબરી કરી છે. બંને ખેલાડીઓએ ન્યુઝીલેન્ડ સામે 1971 ODI રન બનાવ્યા છે.
Sublime touch
@imVkohli gets to his 80th ODI half-century in just 35 deliveries.
He also becomes the first player to get to 13000 ODI runs, batting at No 3
#NZvIND #TeamIndia https://t.co/oiEZiY77r9
— BCCI (@BCCI) November 4, 2026
SENA દેશોમાં સૌથી વધુ ફિફ્ટી
વિરાટ કોહલીએ SENA (દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) દેશોમાં સૌથી વધુ પચાસથી વધુ સ્કોરનો સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ તોડ્યો હતો. SENA દેશોમાં સચિને 133 ફિફ્ટી ફટકારી હતી. જ્યારે કોહલીએ ન્યુઝીલેન્ડ સામે અડધી સદી ફટકારી SENA દેશોમાં પોતાની ફિફ્ટીની સંખ્યા 134 કરી દીધી અને સચિન તેંડુલકરને પાછળ છોડ્યો હતો.
ઓકલેન્ડમાં વિરાટની આક્રમક ફિફ્ટી
ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો. ત્યારબાદ વિરાટ કોહલી મેદાનમાં આવ્યો અને તરત જ પોતાની શૈલીમાં બેટિંગ શરૂ કરી. મુશ્કેલ પિચ અચાનક સરળ બની ગઈ. કિંગ કોહલીએ ન્યુઝીલેન્ડના તમામ બોલરોની ધુલાઈ કરી અને મેદાનમાં ચારેબાજુ શોટ ફટકાર્યા.
કોહલીની જોરદાર ફટકાબાજી
વિરાટ કોહલીએ કાયલ જેમિસનના બોલ પર શાનદાર ફ્લિક શોટ મારીને પોતાની પહેલી બાઉન્ડ્રી ફટકારી. કાયલ જેમિસન ઉપરાંત, તેણે બ્લેર ટિકનરની બોલિંગમાં કેટલાક શાનદાર શોટ ફટકાર્યા. કોહલીએ બ્લેરની બોલિંગ પર અદભુત છગ્ગો ફટકાર્યો અને માત્ર 35 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. વિરાટ કોહલી અને શુભમન ગિલે 104 બોલમાં 113 રનની ભાગીદારી કરી અને આ શક્તિશાળી ભાગીદારીને કારણે ટીમ ઈન્ડિયા સરળતાથી વિજયના ઉંબરે પહોંચી ગઈ.
