AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સંજુ સેમસન vs શ્રેયસ અય્યર… T20 ટીમની કેપ્ટનશિપના બે મુખ્ય દાવેદાર, જાણો કોણ કોનાથી આગળ?

સૂર્યકુમાર યાદવને T20 ટીમના કેપ્ટનપદેથી દૂર કરવાની શંકા ચાલી રહી છે અને નવા કેપ્ટન તરીકે બે નામ સામે આવય છે. આ બંનેને IPL માં કપ્તાનીનો સારો અનુભવ છે અને બેટસમેન તરીકે પણ ટીમ ઈન્ડિયામાં સ્થાન મજબૂત કરી રહ્યા છે. આ બે ધુરંધર છે- સંજુ સેમસન અને શ્રેયસ અય્યર. પણ સવાલ એ છે કે આ બેમાંથી શ્રેષ્ઠ કોણ છે? આ સવાલનો જવાબ બંનેના કેપ્ટનશિપ રેકોર્ડથી મળશે.

Breaking News: સંજુ સેમસન vs શ્રેયસ અય્યર... T20 ટીમની કેપ્ટનશિપના બે મુખ્ય દાવેદાર, જાણો કોણ કોનાથી આગળ?
Iyer Samson Captaincy recordImage Credit source: X
| Updated on: May 09, 2026 | 5:22 PM
Share

ભારતીય ક્રિકેટમાં પસંદગીની ચર્ચાઓ હંમેશા ચાલુ જ રહે છે. દરેક નવી શ્રેણી કે ટુર્નામેન્ટ પહેલા, કોને પસંદ કરવા જોઈએ અને કોને બાકાત રાખવા જોઈએ તે અંગે ચર્ચાઓ જોરશોરથી થતી રહે છે. પસંદગી થયા પછી પણ આ ચર્ચાઓ ચાલુ રહે છે. પરંતુ આ બધાથી ઉપર છે કેપ્ટનશીપની ચર્ચા, જે જ્યારે પણ સામે આવે છે, ત્યારે અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવે છે. હાલમાં, ભારતીય T20 ટીમના કેપ્ટનશીપ અંગે આ પરિસ્થિતિ છે, જેમાં શ્રેયસ અય્યર અને સંજુ સેમસન બે ટોચના દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે. પરંતુ શ્રેષ્ઠ કેપ્ટન કોણ છે એ અંગે ચર્ચાઓ શરુ થઈ ગઈ છે.

અય્યર અને સેમસનમાંથી બેસ્ટ કેપ્ટન કોણ?

આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ દરેક વ્યક્તિ પોતાની રીતે આપવાનો પ્રયાસ કરશે. બંનેની તરફેણમાં અને વિરુદ્ધમાં દલીલો છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ પરિબળ IPLમાં કેપ્ટન તરીકેનું તેમનું પ્રદર્શન હોઈ શકે છે. આનું કારણ એ છે કે અય્યર અને સેમસન લાંબા સમય સુધી IPLમાં કેપ્ટનશીપ કરી ચૂક્યા છે અને નોંધપાત્ર સફળતાનો આનંદ માણી ચૂક્યા છે. પરંતુ આ બાબતમાં કોનો હાથ ઉપર છે? ચાલો IPL રેકોર્ડ્સ પરથી આ સમજીએ.

શ્રેયસની કેપ્ટનશીમાં ટીમનું મજબૂત પ્રદર્શન

પહેલા શ્રેયસ અય્યર વિશે વાત કરીએ. શ્રેયસ અય્યર હાલમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન છે, PBKSમાં આ તેની સતત બીજી સિઝન છે. જોકે, અય્યર 2018 થી IPLની કેપ્ટનશિપ કરી રહ્યો છે અને તેને કેપ્ટન તરીકે સારી સફળતા મળી છે. અય્યરે અત્યાર સુધીમાં 97 મેચોમાં કેપ્ટનશિપ કરી છે, જેમાં 54માં જીત અને 38માં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે ત્રણ મેચ ડ્રો રહી છે.

કેપ્ટન શ્રેયસનો શાનદાર રેકોર્ડ

એકંદરે, અય્યરની જીતની ટકાવારી 58.51 % છે, જે IPLના ઈતિહાસમાં 50 થી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરનાર કેપ્ટનોમાં બીજો શ્રેષ્ઠ છે. આટલું જ નહીં, અય્યરે કોલકાતા નાઈટ રાઈડર્સને ટાઈટલ જીતાડ્યું છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સને ફાઈનલમાં પણ પહોંચાડ્યા છે. આ સિવાય તેણે 2024 માં મુંબઈને સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફી પણ જીતાડી હતી.

IPLમાં સેમસનનો કેપ્ટનશિપ રેકોર્ડ

સંજુ સેમસનની વાત કરીએ તો, ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઓપનિંગ કરનાર સ્ટાર બેટ્સમેન સંજુ સેમસન IPL 2026 માં કપ્તાની નથી કરી રહ્યો . જોકે, સંજુએ સતત પાંચ સિઝન (2021 થી 2025) સુધી રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ કર્યું છે અને ટીમને નોંધપાત્ર સફળતા અપાવી છે. તેની કેપ્ટનશીપ હેઠળ રમાયેલી 67 મેચમાંથી રાજસ્થાને 33 જીતી અને 32 માં હારનો સામનો કરવો પડ્યો, જ્યારે એક મેચ ડ્રો રહી. સેમસનની કેપ્ટનશીપ હેઠળ, રાજસ્થાને 2022 ની IPL ફાઈનલ રમી, જે 2008 પછી ફ્રેન્ચાઈઇઝીની પહેલી ફાઈનલ મેચ હતી. જોકે, ટીમ ફાઈનલમાં હારી ગઈ હતી.

અય્યર સામે સેમસનનો હાથ આ મામલે ઉપર

હવે, આંકડા સૂચવે છે કે કેપ્ટન તરીકે અય્યર વધુ સારી પસંદગી છે, કારણ કે તેણે ટાઈટલ જીતીને પોતાને સાબિત કર્યો છે. બીજી તરફ, સેમસન આ બાબતમાં તેનાથી પાછળ છે. જોકે, એક મહત્વપૂર્ણ પરિબળ સેમસનની તરફેણ કરે છે. સેમસન ટીમ ઈન્ડિયાનો ભાગ છે અને છેલ્લા અઢી વર્ષથી સતત રમી રહ્યો છે. તેણે ટીમને T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બીજી તરફ, અય્યર છેલ્લા ત્રણ વર્ષથી ભારતીય T20 ટીમની બહાર છે, જેના કારણે તેનો મુખ્ય પડકાર ટીમમાં વાપસી છે. આવી સ્થિતિમાં, સેમસન આ આધારે જીતી શકે છે.

Breaking News: સૂર્યકુમાર યાદવના રમવા અંગે મોટા સમાચાર, હાર્દિક પંડ્યાની ફિટનેસ પર આ દિવસે લેવાશે નિર્ણય

Follow Us
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
g clip-path="url(#clip0_868_265)">