AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Womens T20 World Cup 2026: ભારત સામે હાર બાદ પાકિસ્તાનને વધુ એક ઝટકો, ICC એ ફટકાર્યો દંડ

Womens T20 World Cup 2026: મહિલા T20 વર્લ્ડ કપ 2026 માં ભારત સામે હારનો સામનો કરનાર પાકિસ્તાન મહિલા ટીમને હવે વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. એજબેસ્ટનમાં રમાયેલી મેચ દરમિયાન થયેલી એક મોટી ભૂલ માટે ICC એ પાકિસ્તાન મહિલા ટીમ સામે કાર્યવાહી કરી છે. પાકિસ્તાની ખેલાડીઓની મેચ ફીમાંથી પણ કાપવામાં આવી છે.

Womens T20 World Cup 2026: ભારત સામે હાર બાદ પાકિસ્તાનને વધુ એક ઝટકો, ICC એ ફટકાર્યો દંડ
| Updated on: Jun 16, 2026 | 7:12 PM
Share

Womens T20 World Cup 2026: મહિલા T20 વર્લ્ડ કપ 2026 માં ભારત સામેની હાર બાદ પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 ની ગ્રુપ-A મેચમાં પાકિસ્તાને સ્લો ઓવર રેટના નિયમનું ઉલ્લંઘન કર્યું હતું, જેના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (ICC) પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમને દંડ ફટકાર્યો છે.

ભારત સામે પાકિસ્તાનની કારમી હાર

બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમમાં રમાયેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં પાકિસ્તાનને ભારત સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. મેચ દરમિયાન પાકિસ્તાની ટીમ પોતાની નિર્ધારિત ઓવરો સમયસર પૂર્ણ કરી શકી નહોતી, જેના કારણે ICC એ મામલાની નોંધ લીધી હતી.

 ICC એ પાકિસ્તાન ટીમને ફટકાર્યો દંડ

ICC ઈન્ટરનેશનલ પેનલ ઓફ મેચ રેફરી ટ્રુડી એન્ડરસને પાકિસ્તાન મહિલા ટીમને સ્લો ઓવર રેટ માટે જવાબદાર ઠેરવી હતી. ગણતરી કર્યા બાદ પણ પાકિસ્તાની ટીમ એક ઓવર પાછળ રહી હોવાનું સામે આવ્યું હતું.

ખેલાડીઓની મેચ ફીના પાંચ ટકા દંડની સજા

ICCના આચારસંહિતાના નિયમ 2.22 મુજબ, જો કોઈ ટીમ નિર્ધારિત સમયમાં પોતાની ઓવરો પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય તો ખેલાડીઓની મેચ ફીમાંથી દંડ વસૂલવામાં આવે છે. આ જ નિયમ હેઠળ પાકિસ્તાની ખેલાડીઓની મેચ ફીના પાંચ ટકા દંડની સજા કરવામાં આવી છે.

T20માં પાકિસ્તાનને ડબલ ઝટકો

ભારત સામેની હાર બાદ મળેલો આ દંડ પાકિસ્તાન માટે ડબલ ઝટકા સમાન છે. વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં દરેક મેચ મહત્વપૂર્ણ હોય છે અને આવી ભૂલો ટીમ પર વધારાનું દબાણ ઊભું કરી શકે છે. હવે પાકિસ્તાન મહિલા ટીમ આગામી મેચોમાં કેવું પ્રદર્શન કરે છે તેના પર નજર રહેશે.

Vaibhav Sooryavanshi: શ્રીલંકન ખેલાડી સાથે લડાઈ બાદ વૈભવ સૂર્યવંશી શ્રીલંકામાં કોને પગે લાગ્યો? જુઓ VIDEO

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">