AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: જે દિવસે ભારત માટે રમી પહેલી મેચ, 19 વર્ષ બાદ તે જ દિવસે મળ્યો પદ્મશ્રી એવોર્ડ, રોહિત શર્મા સાથે બન્યો ગજબ સંયોગ

ભારતીય ક્રિકેટના દિગ્ગજ રોહિત શર્મા માટે 23 જૂન 2026નો દિવસ ખાસ યાદગાર બની ગયો હતો. રમતગમત ક્ષેત્રે તેના અમૂલ્ય યોગદાન બદલ તેને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે બરાબર 19 વર્ષ પહેલા આ જ તારીખે રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, જેના કારણે આ સન્માન વધુ વિશેષ બની ગયું છે.

Breaking News: જે દિવસે ભારત માટે રમી પહેલી મેચ, 19 વર્ષ બાદ તે જ દિવસે મળ્યો પદ્મશ્રી એવોર્ડ, રોહિત શર્મા સાથે બન્યો ગજબ સંયોગ
Rohit Sharma Padma ShriImage Credit source: X/BCCI
| Updated on: Jun 23, 2026 | 7:43 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ‘હિટમેન’ તરીકે ઓળખાતા રોહિત શર્માને દેશના પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં તેને આ નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. ક્રિકેટમાં તેના લાંબા અને સફળ યોગદાન માટે ભારત સરકારે આ સન્માન આપ્યું હતું.

19 વર્ષ જૂનો સંયોગ બન્યો ખાસ

23 જૂનનો દિવસ રોહિત શર્મા માટે હંમેશા યાદગાર રહેશે. બરાબર 19 વર્ષ પહેલા, 23 જૂન 2007 ના રોજ તેણે આયર્લેન્ડના બેલફાસ્ટમાં ભારત માટે પોતાની પ્રથમ વનડે મેચ રમી હતી. હવે એ જ તારીખે તેને પદ્મશ્રી એવોર્ડ મળતા એક અનોખો અને ઈમોશનલ સંયોગ સર્જાયો હતો.

કેપ્ટન તરીકે અપાવી મોટી સફળતાઓ

રોહિતે માત્ર બેટ્સમેન તરીકે જ નહીં, પરંતુ સફળ કેપ્ટન તરીકે પણ ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે. તેના નેતૃત્વમાં ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને T20 વર્લ્ડ કપ 2026 નો ખિતાબ જીત્યો હતો. ઉપરાંત, 2023 ના વનડે વર્લ્ડ કપમાં ટીમને ફાઈનલ સુધી પહોંચાડવામાં પણ તેની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.

રેકોર્ડોથી ભરપૂર કારકિર્દી

આક્રમક બેટિંગ માટે જાણીતા રોહિત શર્માએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અનેક યાદગાર રેકોર્ડ બનાવ્યા છે. તે વનડે ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે. તેની બેટિંગે વર્ષો સુધી ભારતને અનેક ઐતિહાસિક જીત અપાવી છે.

19 વર્ષમાં બનાવ્યો અનોખો વારસો

રોહિત શર્માએ અત્યાર સુધી 511 આંતરરાષ્ટ્રીય મેચોમાં 19,702 રન નોંધાવ્યા છે. તેના નામે 50 આંતરરાષ્ટ્રીય સદી પણ નોંધાયેલી છે. ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ તે વનડે ક્રિકેટમાં ભારત માટે મહત્વપૂર્ણ ખેલાડી તરીકે યોગદાન આપી રહ્યો છે. પદ્મશ્રી એવોર્ડ તેની શાનદાર કારકિર્દી પર વધુ એક ગૌરવશાળી તાજ સમાન છે.

Breaking News: 21 વર્ષની ભારતીય ખેલાડીનો કમાલ, માત્ર 14 મહિનામાં વિશ્વની નંબર-1 T20 બોલર બની

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">