Breaking News : મેં અને વિરાટે નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું હતું, રોહિત શર્માએ નિવૃત્તિ અંગે મોટો ખુલાસો કર્યો
2024ના ટી20 વર્લ્ડકપમાં ભારતની જીત પછી રોહિત શર્મા અને વિરાટ કોહલીની ભાવુક ક્ષણનો વીડિયો ખુબ વાયરલ થયો હતો. બંને એકબીજાને ગળે લગાવી રડ્યા હતા. હવે આને લઈ રોહિત શર્માએ મોટો ખુલાસો કર્યો છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે સીરિઝ પહેલા વિરાટ કોહલીએ 2027 વનડે વર્લ્ડકપને લઈ એક મોટું નિવેદન આપ્યું છે. તો ચાલો વિસ્તારથી જાણીએ કે, વિરાટ કોહલી અને રોહિત શર્માના ખુલાસા વિશે.

2024નો T20 વર્લ્ડ કપ ભારત માટે યાદગાર રહ્યો. ભારતે 11 વર્ષ પછી ICC ટ્રોફી જીતી. ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવ્યા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચેનો એક ઈમોશનલ ક્ષણ વાયરલ થયો હતો. ડ્રેસિંગ રૂમની સીડી પર તેઓ એકબીજાને ભેટી પડ્યા. ચાહકોને આજે પણ આ ભાવનાત્મક ક્ષણ યાદ છે. આ વિશે બોલતા, રોહિત શર્માએ હવે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. વિરાટ અને રોહિતે પહેલાથી જ નિવૃત્તિની યોજના બનાવી લીધી હતી.
રોહિત શર્માએ મોટો ખુલાસો કર્યો
સોની ટીવીએ રોહિત શર્માના ટીવી શોમાંથી એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેણે 2024 વર્લ્ડ કપ જીત્યા પછી વિરાટ કોહલી સાથેની ભાવનાત્મક ક્ષણની ચર્ચા કરી. તેણે કહ્યું, 2015 થી 2024 સુધી, અમે બંને વર્લ્ડ કપનો પીછો કરી રહ્યા હતા. અમે ઘણી વખત ખૂબ નજીક આવ્યા હતા પણ ક્યારેય જીતી શક્યા નહીં. અમે 2015, 2019 અને પછી ફરીથી 2023 માં જીતની નજીક પહોંચ્યા. હું તે યાદ પણ રાખવા માંગતો નથી. હું 19 નવેમ્બર ભૂલી જવા માંગુ છું. છ મહિના પછી, મને ખબર હતી કે 2024નો T20 વર્લ્ડ કપ મારો છેલ્લો હશે.
રોહિત શર્માએ ખુલાસો કર્યો કે તેણે અને વિરાટ કોહલીએ પહેલાથી જ નિવૃત્તિની યોજના બનાવી લીધી હતી. જીત કે હાર તેમનો નિર્ણય બદલતી નથી. તેણે કહ્યું, વિરાટ કોહલી અને મેં ચર્ચા કરી હતી કે અમે બંને આ પછી T20I માંથી નિવૃત્તિ લઈશું. તેથી જ અમે બંને અમારી લાગણીઓને કાબૂમાં રાખી શક્યા નહીં, કારણ કે અમે ખૂબ મહેનત કરી હતી અને વર્ષોથી વર્લ્ડ કપનો પીછો કરી રહ્યા હતા. અમે આખરે જીતી ગયા,
ભારત માટે છેલ્લો વર્લ્ડકપ
તો બીજી બાજુ હવે વિરાટ કોહલીએ પણ વનડે વર્લ્ડકપમાં સંન્યાસને લઈ મોટી વાત કહી છે.ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે 27 સપ્ટેમ્બરથી શરુ થવા જઈ રહેલી 3 મેચની વનડે સીરિઝ પહેલા સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભવિષ્યને લઈ મોટું નિવેદન આપ્યું છે. કેરળમાં ટીમ ઈન્ડિયાની 15 સભ્યોની ટીમ સાથે પ્રેક્ટિસમાં પરસેવો પાડી રહેલા 37 વર્ષના વિરાટ કોહલીએ તમામ અટકળો પર બ્રેક લગાવ્યો છે. સ્પષ્ટ કર્યું છે કે, તે સાઉથ આફ્રિકામાં રમાનાર 2027 વનડે વર્લ્ડકપમાં રમશે. આ ભારત માટે તેનો છેલ્લો વર્લ્ડકપ હશે.
Ek hug, hazaar emotions ❤️
Dekhiye Family Full House with Rohit Sharma, aaj raat 9:30 baje, sirf #SonyEntertainmentTelevision aur Sony LIV par.
#RohitSharma #FamilyFullHouse #SonyTV https://t.co/JjhL20SzHQ
— sonytv (@SonyTV) September 26, 2026
અમારું લક્ષ્ય વર્લ્ડકપ જીતવાનું
જિયો હોટસ્ટાર સાથે વાતચીત કરતા વિરાટ કોહલીએ 2027 વનડે વર્લ્ડકપને લઈ ચોખ્ખી વાત કરી છે. વિરાટ કોહલીએ કહ્યું મારા માટે આ ભારત માટે રમાનાર છેલ્લો વર્લ્ડકપ હશે. આજ મારી સૌથી મોટી પ્રેરણા છે. હું મેદાન પર મારો જીવ રેડી દઉં છું. અમારું લક્ષ્ય વર્લ્ડકપ જીતવાનું છે. એટલા માટે જે પણ ત્યાગ અથવા મહેનત કરવાની હશે. તેના માટે હું સંપૂર્ણ રીતે તૈયાર છું.વર્લ્ડકપ પર ઉઠી રહેલા સવાલો વચ્ચે વિરાટ કોહલીનું બેટ જવાબ આપી રહ્યું છે. વર્ષ 2026માં વિરાટ કોહલીએ અત્યારસુધી 6 વનડે મેચમાં 384 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 3 અડધી સદી સામેલ છે.
છેલ્લા 10 વનડે મેચની વાત કરીએ તો. વિરાટ કોહલીએ 3 સદી અને 5 અડધી સદી ફટકારી છે. 37 વર્ષની ઉંમરમાં પણ તે પોતાની ફિટનેસ અને રમત પર ધ્યાન આપે છે.આ દરમિયાન વિરાટ કોહલીએ શુભમન ગિલની કેપ્ટનશીપને લઈ ખુબ વખાણ કર્યા હતા. મહત્વની વાત એ છે કે, તેની અંદર ટીમને યોગ્ય દીશમાં લઈ જવાનું જનુન છે.
