AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: ક્રિકેટ પછી હવે રેસિંગનો જુસ્સો! MS ધોનીનો સુપરબાઈક ચલાવતો વીડિયો સોશિયલ મીડિયામાં છવાયો

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે ક્રિકેટ નહીં, પરંતુ સુપરબાઇક રેસિંગને કારણે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ચેન્નાઈ નજીક મદ્રાસ ઇન્ટરનેશનલ સર્કિટમાં ધોનીએ સુપરબાઇક ચલાવી હતી, જેના વીડિયો અને તસવીરો ચાહકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે.

MS Dhoni: ક્રિકેટ પછી હવે રેસિંગનો જુસ્સો! MS ધોનીનો સુપરબાઈક ચલાવતો વીડિયો સોશિયલ મીડિયામાં છવાયો
MS DhoniImage Credit source: X
| Updated on: Aug 03, 2026 | 9:36 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ધોની રેસ ટ્રેક પર સુપરબાઇક ચલાવતો જોવા મળે છે. ક્રિકેટ બાદ હવે તેના નવા અંદાજે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

ધોનીનો સુપરબાઇક ચલાવતો વીડિયો વાયરલ

ચેન્નાઈ નજીક આવેલા ઇરુંગટ્ટુકોટ્ટાઈ સ્થિત મદ્રાસ ઇન્ટરનેશનલ સર્કિટમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ધોનીએ સુપરબાઇક ચલાવી હતી. ટ્રેક પર તેણે ઝડપી ગતિએ અનેક લેપ્સ પૂર્ણ કર્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કાર્યક્રમના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

ધોનીને બાઇકનો જોરદાર શોખ

ધોનીનો બાઇક પ્રત્યેનો પ્રેમ કોઈથી છુપાયેલો નથી. તેના ગેરેજમાં અનેક પ્રીમિયમ બાઇક છે અને તે અવારનવાર બાઇક રાઇડનો આનંદ માણતો જોવા મળે છે. આ વીડિયો બાદ ચાહકો મજાકમાં કહી રહ્યા છે કે ધોનીએ હવે પોતાના જૂના શોખને નવી ઇનિંગ્સ બનાવી દીધી છે.

ધોની IPL 2027માં રમશે?

ધોનીએ વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તે હજુ પણ IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમે છે. જોકે, ઈજાને કારણે તે IPL 2026ની કેટલીક મેચોથી દૂર રહ્યો હતો. હવે સૌની નજર ધોનીના આગામી નિર્ણય પર છે. તે IPL 2027માં ફરી રમશે કે ક્રિકેટને સંપૂર્ણ અલવિદા કહેશે, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ રેસ ટ્રેક પર તેનો જુસ્સો જોઈને ચાહકો જરૂર ખુશ થઈ ગયા છે.

6,6,6,4,2,6… 37 વર્ષીય બેટ્સમેને મચાવ્યો તોફાન, 1 ઓવરમાં ફટકાર્યા 30 રન

Follow Us
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
g clip-path="url(#clip0_868_265)">