AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : હૈદરાબાદની સતત પાંચમી જીત સાથે લગાવી લાંબી છલાંગ, મુંબઈની થઈ ખરાબ હાલત

સનરાઇઝર્સ હૈદરાબાદે મુંબઈ ઇન્ડિયન્સને છ વિકેટથી હરાવ્યું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર મુંબઈએ બુધવારે 20 ઓવરમાં પાંચ વિકેટે 243 રન બનાવ્યા. જવાબમાં હૈદરાબાદે 18.4 ઓવરમાં ચાર વિકેટે 249 રન બનાવીને મેચ જીતી લીધી.

Breaking News : હૈદરાબાદની સતત પાંચમી જીત સાથે લગાવી લાંબી છલાંગ,  મુંબઈની થઈ ખરાબ હાલત
| Updated on: Apr 30, 2026 | 10:59 AM
Share

આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વિસ્ફોટક પ્રદર્શન બાદ સનરાઈઝર્સ હૈદરાબાદે પણ શાનદાર પ્રદર્શન ચાલું રાખ્યું છે. ટોપ-5ની રેસમાં યથાવત છે. સીઝનની શરુઆત હારથી કરનારી સનરાઈઝર્સ હૈદરાબાદ હવે ફોર્મમાં આવી ગઈ છે. ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ 5માં છે. સતત પાંચમી જીતની સાથે હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સે ખરાબ રીતે હરાવ્યું છે.

ટીમ ટોપ-4માં ક્વોલિફાય કરશે

2024ની રનરઅપ સનરાઈઝર્સ હૈદરાબાદ ગત સીઝન સારી રહી ન હતી. ટીમ ટોપ-4માં ક્વોલિફાય કરી શકી ન હતી. આ સીઝનની શરુઆત સારી ન હતી પરંતુ ત્યારબાદ ઈશાન કિશન અને કમિન્સની કેપ્ટનશીપમાં આ ટીમે જીતની સફર શરુ કરી છે. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ તેનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતુ. જ્યાં મુંબઈના 244ના ટાર્ગેટને હૈદરાબાદે 8 બોલ પહેલા પૂર્ણ કર્યો હતો.

આઈપીએલ 2026ના પોઈન્ટ ટેબલ

જો આપણે આઈપીએલ 2026ના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો.પંજાબ કિંગ્સ પહેલા સ્થાને 13 પોઈન્ટ સાથે, બીજા સ્થાને આરસીબી,ત્રીજા સ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદ ,ચોથા સ્થાને રાજસ્થાન રોયલ્સ અને પાંચમાં સ્થાને ગુજરાત ટાઈટન્સની ટીમ છે. છઠ્ઠા સ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સ, સાતમાં સ્થાને દિલ્હી કેપિટલ્સ તો આઠમાં સ્થાને કોલકાતા નાઈટ રાઈડર્સ 5 પોઈન્ટ સાથે 9માં સ્થાને મુંબઈ ઈન્ડિયન્સ અને છેલ્લે 10માં સ્થાને 4 પોઈન્ટ સાથે લખનૌ સુપર જાયન્ટસની ટીમ છે.

આઈપીએલ 2026માં સદી

આ જીત સાથે, હૈદરાબાદ આ સિઝનમાં નવમાંથી છ મેચ જીતી ચૂક્યું છે, જ્યારે ત્રણમાં હારનો સામનો કરી ચૂક્યું છે. હૈદરાબાદના હવે નવ મેચમાં કુલ 12 પોઈન્ટ છે, જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સની બરાબરી કરે છે. ફરક ફક્ત નેટ રન રેટનો છે, જેના કારણે તેઓ રાજસ્થાનથી આગળ નીકળી ગયા છે પરંતુ બેંગ્લોરથી નીચે છે.આઈપીએલમાં સૌથી વધુ રન બનાવવાની રેસમાં અભિષેક શર્મા પહેલા સ્થાને, બીજા સ્થાને ક્લાસેન, ત્રીજા સ્થાને વૈભવ સૂર્યવંશી, ચોથા સ્થાને કે.એલ રાહુલ અને પાંચમાં સ્થાને વિરાટ કોહલી છે.આઈપીએલમાં અત્યારસુધી સંજુ સેમસન, અભિષેક શર્મા, કે.એલ રાહુલ, ડીકોક, રિયાન રિક્લ્ટન, સાંઈ સુદર્શન ,તિલક વર્મા અને વૈભવ સૂર્યવંશીએ અત્યારસુધી સદી ફટકારી છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે.  અહી ક્લિક કરો

Follow Us
PM મોદી 11 મેના રોજ વડોદરામાં સરદારધામ-3નું કરશે લોકાર્પણ
PM મોદી 11 મેના રોજ વડોદરામાં સરદારધામ-3નું કરશે લોકાર્પણ
વડોદરા અને દાહોદમાં નાહવા પડેલા કુલ 3 લોકોના મોત
વડોદરા અને દાહોદમાં નાહવા પડેલા કુલ 3 લોકોના મોત
સુરતમાં સસ્તું સોનું આપવાના નામે નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ-Video
સુરતમાં સસ્તું સોનું આપવાના નામે નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ-Video
શેરબજારના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, જુઓ વીડિયો
શેરબજારના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, જુઓ વીડિયો
Breaking News: અમરેલીમાં પ્રેમ પ્રકરણને લઈ હાઇવે પર ખૂની કાંડ
Breaking News: અમરેલીમાં પ્રેમ પ્રકરણને લઈ હાઇવે પર ખૂની કાંડ
SBI બેંકમાં લૂંટ બાદ સ્ટાફનુ હડતાળનું એલાન, સુરક્ષા મુદ્દે ઊઠ્યા સવાલો
SBI બેંકમાં લૂંટ બાદ સ્ટાફનુ હડતાળનું એલાન, સુરક્ષા મુદ્દે ઊઠ્યા સવાલો
AMCની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારનું બોગસ LC કૌંભાડ ઝડપાયું
AMCની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારનું બોગસ LC કૌંભાડ ઝડપાયું
Breaking News : દાહોદમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં થયુ માવઠું
Breaking News : દાહોદમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં થયુ માવઠું
તણાવની આદત સ્વાસ્થ્યને બગાડી શકે છે, વધારે પૈસા ખર્ચવાનું ટાળો
તણાવની આદત સ્વાસ્થ્યને બગાડી શકે છે, વધારે પૈસા ખર્ચવાનું ટાળો
સંસ્કારી નગરી વડોદરામાંથી... ફરી સામે આવ્યો શરમજનક ઘટનાક્રમ
સંસ્કારી નગરી વડોદરામાંથી... ફરી સામે આવ્યો શરમજનક ઘટનાક્રમ
g clip-path="url(#clip0_868_265)">