AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મિશેલ માર્શ સતત બીજી સદી ચૂકી ગયો, પણ 500 રન બનાવીને ઈતિહાસ રચી દીધો

મિશેલ માર્શનું બેટ IPL 2026 માં પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેણે રાજસ્થાન રોયલ્સ સામે 96 રન બનાવ્યા હતા, પરંતુ માત્ર ચાર રનથી સદી ચૂકી ગયો હતો. જોકે, તેણે 500 થી વધુ રન બનાવીને ઈતિહાસ રચી દીધો છે.

Breaking News: મિશેલ માર્શ સતત બીજી સદી ચૂકી ગયો, પણ 500 રન બનાવીને ઈતિહાસ રચી દીધો
Mitchell MarshImage Credit source: X
| Updated on: May 19, 2026 | 9:58 PM
Share

મિશેલ માર્શ ફરી એકવાર લખનૌ સુપરજાયન્ટ્સ માટે શાનદાર ઈનિંગ રમ્યો, પરંતુ તે સદીથી દૂર રહ્યો. તેણે રાજસ્થાન રોયલ્સ સામે 57 બોલમાં 96 રન બનાવ્યા, પરંતુ માત્ર ચાર રનથી સદી ચૂકી ગયો. માર્શને યશસ્વી જયસ્વાલ દ્વારા શાનદાર થ્રો દ્વારા રન આઉટ કરવામાં આવ્યો. માર્શે આ સિઝનમાં એક સદી ફટકારી છે, પરંતુ તે બીજી સદી ચૂકી ગયો છે. ચેન્નાઈ સામેની પાછલી મેચમાં તે 90 રન બનાવીને આઉટ થયો હતો, અને હવે તે 96 રન બનાવીને આઉટ થયો છે. જો કે, તેની શાનદાર ઈનિંગને કારણે લખનૌએ 20 ઓવરમાં 220 રનનો જંગી સ્કોર હાંસલ કર્યો.

માર્શે બનાવ્યો રેકોર્ડ

મિશેલ માર્શે 96 રનની ઈનિંગ શાનદાર ઈનિંગ રમી. માર્શે આ સિઝનમાં લખનૌ માટે 13 મેચમાં 563 રન બનાવ્યા છે. આ સતત બીજી વખત છે જ્યારે તેણે IPLમાં 500 થી વધુ રન બનાવ્યા છે. તે લખનૌનો પહેલો બેટ્સમેન છે જેણે આ સિદ્ધિ મેળવી છે. મિશેલ માર્શે લખનૌ માટે IPL 2025માં 627 રન બનાવ્યા હતા.

માર્શ-ઈંગ્લિસની તોફાની શરૂઆત

ફોર્મમાં ચાલી રહેલા મિશેલ માર્શે લખનૌને ધમાકેદાર શરૂઆત અપાવી. તેણે જોશ ઈંગ્લિસ સાથે મળીને રાજસ્થાન રોયલ્સના બોલરો સામે આક્રમક બેટિંગ કરી. બંને બેટ્સમેનોએ મળીને ટીમને માત્ર 21 બોલમાં જ ફિફ્ટીનો આંકડો પાર કરી દીધો, જે IPLમાં લખનૌનો સૌથી ઝડપી ફિફ્ટી સ્કોર હતો. બંને બેટ્સમેન ત્યાં જ અટક્યા નહીં, ઈંગ્લિસે માત્ર 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને માર્શે 25 બોલમાં ફિફ્ટી ફટકારી. બંનેએ પહેલી વિકેટ માટે 109 રન ઉમેર્યા. ઈંગ્લિસ આઉટ થયો, પરંતુ માર્શ અટક્યો નહીં, તેણે પંત સાથે 64 રન ઉમેર્યા. જોકે, માર્શ પોતાની સદી પૂરી કરી શક્યો નહીં, અને અંતિમ ઓવરમાં રન આઉટ થયો.

IPL 2026 માં મિશેલ માર્શનું શાનદાર પ્રદર્શન

મિશેલ માર્શ આ સિઝનની છેલ્લી પાંચ મેચોમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે મુંબઈ સામે 44 રન બનાવ્યા, ત્યારબાદ RCB સામે 111 રનની ઈનિંગ રમી. તે ચેન્નાઈ સામે 10 રન બનાવીને આઉટ થયો, પરંતુ બીજી જ મેચમાં તેણે ચેન્નાઈ સામે 90 રન બનાવ્યા. હવે, તેણે રાજસ્થાન સામે 96 રન બનાવ્યા છે. લખનૌની ટીમ આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચી શકી નથી, પરંતુ માર્શે ચોક્કસપણે પોતાની શાનદાર બેટિંગથી ચાહકોના દિલ જીતી લીધા છે.

Breaking News: શું યશસ્વી જયસ્વાલ સાથે કોઈ દુશ્મની છે? વનડેમાંથી કાઢી મૂક્યો, ટેસ્ટમાં કર્યો ‘ખેલ’

Follow Us
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
g clip-path="url(#clip0_868_265)">