AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પાડોશી દેશના ખેલાડીએ પોતાના જ દેશના ક્રિકેટ બોર્ડ સામે કર્યો કેસ, IPLમાં રમવાની પરવાનગી ન મળતા ભર્યું મોટું પગલું

IPL 2026 માં અનેક વિદેશી ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. જો કે કેટલાક એવા ખેલાડીઓ પણ છે જેઓ IPL 2026ની ટીમોનો ભાગ તો છે, પણ સિઝન શરુ થઇ ગઈ હોવા છતા તેમના દેશના ક્રિકેટ બોર્ડની એક પોલિસીના કારણે હજી પણ IPLમાં રમવા ભારત પહોંચી શક્યા નથી. આવા જ એક ખેલાડીને ક્રિકેટ બોર્ડે IPLમાં રમવા માટે NOC આપ્યું ન હતું, હવે આ ખેલાડીએ પોતાના જ દેશના ક્રિકેટ બોર્ડ સામે કેસ દાખલ કર્યો છે.

Breaking News: પાડોશી દેશના ખેલાડીએ પોતાના જ દેશના ક્રિકેટ બોર્ડ સામે કર્યો કેસ, IPLમાં રમવાની પરવાનગી ન મળતા ભર્યું મોટું પગલું
Nuwan ThusharaImage Credit source: PTI
| Updated on: Apr 02, 2026 | 4:59 PM
Share

એક ખેલાડી જેને તેના ક્રિકેટ બોર્ડ દ્વારા IPL 2026 માં ભાગ લેવાથી રોકવામાં આવ્યો હતો, તેણે તેના જ દેશના ક્રિકેટ બોર્ડ સામે કેસ દાખલ કર્યો છે. અમે વાત કરી રહ્યા છીએ ફાસ્ટ બોલર નુવાન તુષારા વિશે, જેણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.

તુષારાએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ સામે કેસ કર્યો

શ્રીલંકાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નુવાન તુષારાએ IPL માટે NOC ન મળવા બદલ તેના બોર્ડ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. નુવાન તુષારા શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા લેવામાં આવેલા ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો, ત્યારબાદ તેને IPLમાં રમવાની પરવાનગી ના મળી. શ્રીલંકા બોર્ડે એક નિયમ બનાવ્યો છે કે ફિટનેસ ટેસ્ટ પાસ કરનારા ખેલાડીઓ જ વિદેશી લીગમાં રમી શકશે.

નુવાન તુષારા IPLમાં RCB ટીમનો ભાગ

નુવાન તુષારા RCBનો ખેલાડી છે. તેને ગયા વર્ષે RCBએ 1.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. RCBએ આ સિઝનમાં એક મેચ રમી લીધી છે, પરંતુ નુવાન તુષારા હજુ પણ શ્રીલંકામાં છે. નુવાન તુષારાએ હવે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ સામે કેસ દાખલ કર્યો છે, જેમાં ગંભીર આરોપો લગાવ્યા છે. તુષારાનો દાવો છે કે તેનો કરાર 31 માર્ચે સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ ફિટનેસ સમસ્યાઓનું બહાનું કાઢીને તેને NOC આપી રહ્યું નથી. તુષારાએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી તેને ₹1.6 કરોડનું નુકસાન થઈ રહ્યું છે.

નુવાન તુષારા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ નહીં લે

એવા અહેવાલો છે કે નુવાન તુષારા હવે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સ્વીકારશે નહીં. તેણે આ વિશે શ્રીલંકન બોર્ડને જાણ પણ કરી દીધી છે. આનો અર્થ એ થયો કે તુષારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની શક્યતા ઓછી થઈ જશે. તુષારા એક શાનદાર બોલર છે, તેણે શ્રીલંકા માટે 30 T20I માં 36 વિકેટ લીધી છે. તેનો ઇકોનોમી રેટ પ્રતિ ઓવર માત્ર 8.1 રન છે. લસિથ મલિંગાની જેમ તેની અલગ બોલિંગ એક્શન સામે બેટ્સમેનોને રન બનાવવા મુશ્કેલ બની જાય છે. તે બોલને સ્વિંગ કરવામાં પણ માહિર છે.

Breaking News : હાર્દિક પંડ્યા ગર્લફ્રેન્ડ સાથે દિલ્હી પહોંચ્યો, મુંબઈ ઈન્ડિયન્સથી અલગ કર્યું ટ્રાવેલ

Follow Us
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
g clip-path="url(#clip0_868_265)">